________________
દ્રવ્યકર્મ
દેખાય બધું, કોઈને લીલું દેખાય. લીલાવાળો કહે, પીળું નથી, લીલું છે. એટલે આપણે સમજીએ કે આ બહાર છે નહીં, પણ ‘આને’ આવું દેખાય છે. એટલે આપણે ‘હા' કહી દો, નહીં તો વઢવાડ થશે હમણે. આપણે સમજીએ કે એ બિચારો કહે છે, પોતાની શક્તિથી નહીં, પોતાના સાધનથી નહીં પણ પોતાનાં અવલંબનથી કહે છે. જે અવલંબન પ્રાપ્ત થયાં, જે ચશ્મા ઘાલ્યાં ને, એટલે આ એ દ્રવ્યકર્મ તે આ ચશ્મારૂપી થયું છે. ‘એને’ બધું આ ઊંધું જ દેખાય કે આ મારા સસરા આવ્યા. ખરી રીતે એવું છે
નહીં. સસરા આત્માને દેખાય ? આત્માને આત્મા દેખાય. પણ એવાં ચશ્મા કે છે આત્મા પણ સસરા જ દેખાય. આ મારા જમાઈ આવ્યા. લે ! છે આત્મા ને આ સસરો દેખાય છે તે દ્રવ્યકર્મ. સસરો હોતો હશે કોઈ દા’ડો કંઈ ? અને હોય તે કેટલો ટાઈમ ? અમુક ટાઈમ પૂરતો, પચ્ચીસ વર્ષ અને ડાઈવોર્સ ના લે ત્યાં સુધી. ડાઈવોર્સ લે તો પછી બીજે દા'ડે સસરો કોણ કહે ? આ મારા ફાધર થાય, આ મધર થાય એ બધું દેખાડે છે એ બધું દ્રવ્યકર્મ.
૧૩૫
દ્રવ્યકર્મ એટલે શું કે આ ચશ્મા ઊંધા આવ્યા એટલે ‘આપણે’ એ ‘જે' છીએ એ જાણતા નથીને, તે ઊંધા ચશ્માને આધારે નથી જાણતા. ઊંધું જ્ઞાન, ઊંધું દર્શન.
લીલા ચશ્માં પહેરીને આવ્યા હોય તો લીલું દેખાય. માટે ભ્રાંતિવાળાને જગત ભ્રાંતિવાળું દેખાય. આનો નિવેડો ક્યારે આવે તે ? કોઈ પણ વસ્તુનો નિવેડો લાવવો પડે કે ના લાવવો પડે ?
એટલે જે દ્રવ્યકર્મ બંધાય છે ને, એથી ‘દ્રષ્ટિ’ જે ઊંધી થવાથી બધું આ ચાલે છે, ઊંધા-છત્તા ભાવ દેખાય છે. ભગવાનને ભીખ માગવાનો ભાવ આવતો હશે ? ના સમજીએ કે કંઈક ઊંધું-છત્તું થયું છે ? પૈણવાના ? ભાવ આવે, રાંડવાનાં ભાવ આવે એ સારું લાગે ?
દ્રવ્યકર્મ એટલે શું ? આંખથી ઓછું દેખાય, વધારે દેખાય, ચશ્મા લાવવા પડે. આ મને કાન છે, છતાંય મારે કેમ બહેરું રહેવું પડે છે ? મને કેમ સંભળાતું નથી ? ત્યારે કહે, આ દ્રવ્યકર્મ બગડી ગયેલા છે.
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
૧૩૬
ભાવકર્મ બગાડેલા તેથી આ દ્રવ્યકર્મ બગડ્યા. એનું આ ફળ છે.
આઠ કર્મ છે શું ?
એટલે આઠ દ્રવ્યકર્મ છે. આ અનંત જ્ઞાન છે બધું. આવરણ આવી ગયું છે તે જ્ઞાનાવરણ છે. દર્શન પાર વગરનું છે અને આવરણ આવી ગયું છે. એ દર્શનાવરણ છે અને દર્શનાવરણ અને જ્ઞાનાવરણને લઈને મોહનીય ઉત્પન્ન થયું. અને તેને લઈને વિઘ્ન ઉત્પન્ન થયાં છે તે વિઘ્નકર્મ. અંતરાય એટલે ‘તમારે’ જોઈતી વસ્તુ ભેગી ના થાય. ભટક ભટક કરો તો ય કોઈ ઠેકાણું પડે નહીં. નહીં તો આમ વિચારતાંની સાથે બધી વસ્તુ સામે આવીને પડે, તેનું નામ અંતરાયકર્મ તૂટ્યા કહેવાય. પછી ઘડીમાં બહુ તાપ પડે તો અકળામણ થાય. ટાઢ પડે તો ટાઢ વાય એ વેદનીય. પછી નામ-રૂપ, નામ ધરાવ્યું છે ને આ ચંદુ. તે નામ-રૂપ કે હું આવો છું, તેવો છું, જૈન છું ને ફલાણું છું ને પછી ગોત્ર. બહુ સારો માણસ છે ને ખરાબ માણસ છે ને એ બધાં ગોત્ર. પછી આયુષ્ય, અહીં જન્મ્યો માટે મરવાનો છે.
દાઢ દુઃખતી હોય તે ય દ્રવ્યકર્મ. ભણતર-બણતર, બુદ્ધિ એ બધું આમાં દ્રવ્યકર્મમાં આવી ગયું. પણ એ બધું સ્થાવર છે. પછી આમાંથી ભાવકર્મ ઉત્પન્ન થાય છે. દ્રવ્યકર્મ તો ખોરાક શું ખાઈશું તે બધું ય મહીં
છે.
પ્રશ્નકર્તા : લખેલું છે ?
દાદાશ્રી : લખેલું નહીં, મહીં છે જ. ઉપવાસેય છે. તે સસરાના ગામમાંય ભૂખે મરશે, ઉપવાસ કરવાનો હશે તે. હવે આ સાયન્સ ડૉક્ટરો શી રીતે જાણે ? કોઈ શાસ્ત્રમાં ના મળે. આ તો અક્રમ વિજ્ઞાનનો ભેદ છે. દ્રવ્યકર્મ એટલે સંચિત કર્મ !
પ્રશ્નકર્તા : તો દ્રવ્યકર્મ એ બધું પ્રારબ્ધ જેવું થઈ ગયું ને, મારે ક્યાં જન્મ લેવો, શું નામ લેવું, એ તો બધું ?