________________
દ્રવ્યકર્મ
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
છે ને, એ દ્રવ્યકર્મનો ભાગ છે. આ બોડી છે તો નામ-રૂપ હોય ને ? આ બોડી છે તો શાતા ને અશાતા વેદનીય હોય ને ? આ બોડી છે તો ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર હોય ને ? અને આ બોડી છે તો મરણ છે ને ?! એટલે આઠેય પ્રકારના કર્મો શરીર છે તો બધા ઉત્પન્ન થાય. માટે આ બોડી છે. ને, એ દ્રવ્યકર્મ છે.
અને જમ્યા એ દ્રવ્યકર્મ કહે છે. ખરી રીતે એવું નથી.
દ્રવ્યકર્મ વહેંચાયા આઠ પ્રકારમાં.. આખી જીંદગી જે બધા કર્મો કર્યા, એનું સરવૈયું આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. એ બધાં દ્રવ્યકર્મ કહેવાય. એટલે આ ભવમાં દ્રવ્યકર્મમાં ઊંધા ચશ્મા ને દેહ બે મલે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ચાર પાટારૂપે અને નામ, ગોત્ર, આયુષ્ય ને વેદનીય છે તે બોડી(શરીર) રૂપે, એ આઠ પ્રકારના દ્રવ્યકર્મ. એ આઠે આઠ કર્મો “એ” જન્મ્યો ત્યારથી હોય જ.
પ્રશ્નકર્તા ઃ તો આ દ્રવ્યકર્મ આવ્યું ક્યાંથી ?
દાદાશ્રી : એ પહેલાના કર્મોનો હિસાબ, સરવૈયું છે. ગત જન્મનું સરવૈયું એટલે સિલ્લક લઈને આવ્યો છે. એમાં દ્રવ્યકર્મ આવ્યા. હવે દ્રવ્યકર્મ તો મફતમાં મળેલા છે. પુરુષાર્થ કરવો પડ્યો નથી.
આ દરેક કર્મ નિરંતર સમયે સમયે બંધાય છે, એના આઠ ભાગ પાડ્યા. પણ કર્મ બંધાય છે, એમાં તો આઠેય કર્મ હોય. તે પછી વિભાજન કરે. તે અમુક કર્મો હોય, તેનાથી દેહ બંધાઈ જાય. અમુક કર્મથી છે તે એને કડવો-મીઠો સ્વાદ આવે. અમુક કર્મથી એ લોકપૂજ્ય ગણાય, લોકનિંદ્ય ગણાય એ બધું. અને અમુક કર્મ એનાં જન્મ-મરણ, કોઈ વહેલો મરી જાય, કોઈ મોડો મરે. ચાર કર્મ એ અને ચાર કર્મ એ આંખે પાટા બાંધવાનાં. જ્ઞાન અવરાયું માટે જ્ઞાનાવરણીય, દર્શન અવરાયું, સૂઝ નથી પડતી માટે દર્શનાવરણ. એટલે ઊંધું જ દેખાય. ‘તમને' જેવાં ચશ્માં હોય એવું દેખાય ને ?! એને દ્રવ્યકર્મ કહે છે. મૂળ વસ્તુને પછી આગળ જતાં આવરણ ઊભાં થાય, તેનાં બધાં બહુ જાતના ઊંધા ચાલ્યા કરે.
હવે દ્રવ્યકર્મની ઓળખાણ પાડું. તે આપણે એક માણસ છે ને, તે એને આગળની સૂઝ નથી પડતી એટલે આંધળો કુટાયા કરે છે, એ દર્શનાવરણકર્મ. જાણવામાં ફેર પડે છે એ જ્ઞાનાવરણકર્મ. પછી મોહ એ ય દ્રવ્યકર્મ છે. પછી વિષ્નકર્મ, અંતરાયકર્મ એ દ્રવ્યકર્મ. પછી આ બોડી
ચશ્માથી ખડી થઈ ભ્રાંતિ ! આત્મા અને દેહ બે જુદા જ છે, છતાં એક કોણ દેખાડે છે? ત્યારે કહે, ચશ્મા ઊંધા છે એ દ્રવ્યકર્મ. એટલે દરેક જીવ ચશ્માં લઈને આવવાના. સૌ-સૌના ચશ્મા. કોઈને આવું દેખાય, કોઈને આવું દેખાય. એ બધા દ્રવ્યકર્મ. અને ઊંધા ચશ્મા છે તેથી આ ઊંધું ચાલે છે. જો ફરીવાર કદી અવતાર બદલાય ને ત્યારે ચશ્માં બદલાય. પણ જેવું જાણે છે એ પ્રમાણે ચશ્મા બદલાતા જાય.
એટલે દ્રવ્ય કર્મ તો મૂળ વસ્તુ છે. સંસાર ઊભો થવાનું મુખ્ય કારણ દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મનો જેવો પાટો એવું દેખાય. ‘પોતાને પોતાનું દર્શન ઊડી ગયું. પાટો બંધાય, ચશ્મા આવી જાય અને ચશ્મા થકી જોવું પડે. જેવું દેખાય એવું ખરું.
એટલે દ્રવ્યકર્મ એવું છે ને કે બધું ઊંધું જ દેખાડે. જેમ ઊંધી પૂતળીનો માણસ હોય તેને ઊંધું દેખાય એવી રીતે આ દ્રવ્યકર્મ લીલું, પીળું જાત જાતનું દેખાડે અને તેથી આ સંસારમાં ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. જેમ છે એમ યથાર્થ ન દેખવા દે અને ભ્રાંતિ ઉત્પન્ન કરાવડાવે એ ચશ્મા, એ દ્રવ્યકર્મ. એ દ્રવ્યકર્મથી શરૂઆત થઈ આ જગતની. એ ચશ્માને લીધે ભાવ પાછાં એના ફેરફાર એવા થવા માંડ્યો. એટલે એ ભાવકર્મ. પછી ઇચ્છાઓ બધી જાત જાતની ઊભી થઈ.
ચશ્માને કારણે દેખાય બધું ઊંધું! દ્રવ્યકર્મ એટલે એકને ડુંગળી બહુ ભાવે છે અને એકને ડુંગળી જોતાં કંટાળો આવે. એ દ્રષ્ટિરોગ છે. એટલે આ ચશ્મા ખોટા છે. તે કો'કને પીળું