________________
[૨.૧]
દ્રવ્યર્મ
ત્રિકર્મથી બંધાયા જીવો ! પ્રશ્નકર્તા : એક વસ્તુ પર અમારે સત્સંગ થતો'તો કે દ્રવ્યકર્મ એટલે શું ? ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મની આપણે જે વાત કરીએ છીએ. તે જરા સમજાવો ને અમને ! દ્રવ્યકર્મ કોને કહેવાય ? ભાવકર્મ કોને કહેવાય ? નોકર્મ કોને કહેવાય ?
દાદાશ્રી : હા, સમજાવીએ, હમણે સમજાવીએ.
દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ. ચોથા પ્રકારનું કર્મ હોતું નથી. આ ત્રણ જ કર્મને લઈને આખા જગતના જીવો બંધાયેલા છે. આમાં આ ત્રણ જ ગાંઠે છે, તેથી કરીને આ જીવો એ જીવાત્મા તરીકે રહ્યા છે. આ ત્રણ ગાંઠો તૂટી જાય તો પરમાત્મા થાય.
હવે ત્રણ જણને ઓળખવાનાં. જેમ આપણે ત્રણ માણસની ઓળખાણ પાડીએ પછી ભૂલાય નહીં તેવું આ કર્મ ત્રણ પ્રકારના. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ. બીજા કોઈ કર્મ હોતાં નથી. બધા કર્મો આ ત્રણમાં સમાવેશ થઈ જાય છે. એને ઓળખી લેવાના.
કેટલાંક લોકોની શું સમજ છે ? આ જે ભાવકર્મ કરીએ છીએ, એનાં ફળ આ બધા દ્રવ્યકર્મ આવશે. ખાવાનો ભાવ કર્યો એ ભાવકર્મ