________________
૧૩૧
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
ખૂલ્યું પ્રકૃતિનું વિજ્ઞાન આરપાર ! આ બધી શોધખોળો નવી છે ને અક્રમ વિજ્ઞાનની છે.
પ્રશ્નકર્તા : દાદા, આપની પાસે આત્માનું સાયન્સ તો પૂરેપૂરું નીકળ્યું છે, બીજી બાજુ પ્રકૃતિનું સાયન્સ યુ આરપાર ઠેઠ સુધીનું છે.
દાદાશ્રી : હા, ખરી વાત છે.
પ્રશ્નકર્તા : પ્રકૃતિનું વિજ્ઞાન ક્યાંય બહાર નથી પડ્યું, દાદા. કોઈ જ નથી વર્ણવી શક્યું.
દાદાશ્રી : શી રીતે પણ ? એ જાણવું જ મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : કોઈ શાસ્ત્રમાંય પ્રકૃતિનું જ્ઞાન નથી, દાદા.
દાદાશ્રી : શાસ્ત્રને બોલનારા કોણ? પ્રકૃતિમાં રહેનારા. પ્રકૃતિમાં રહીને, પ્રકૃતિને જાણનારા. પણ પ્રકૃતિ આખી જોઈ શકે નહીં. કેવળજ્ઞાનીઓ આ બધું બોલ્યા નથી. કેવળજ્ઞાનીઓ તો અમુક જ બોલ્યા.
પ્રશ્નકર્તા : એમને તો પછી રહ્યું જ નહીંને, દાદા. આત્મા સિવાય પ્રકૃતિનું કશું જ નહીં. એટલે એ વર્ણન જ બંધ રહેલું છે.
દાદાશ્રી : હા, બહાર પડ્યું નથી. ઓપન નથી થયું.
પ્રશ્નકર્તા : એટલે દાદાની વાણીમાં બધા લોકોને ક્રિયાકારી થઈ જાય છે કે બધું ખુલ્લેખુલ્લું છે. એક બાજુ આત્માનું ખુલ્લેખુલ્લું છે અને પ્રકૃતિનુંય ખુલ્લંખુલ્લું છે. એટલે ક્યાંય ગૂંચવાડો ના થાય. અને છેલ્લે હું, બાવો ને મંગળદાસ એ તો હદ કરી નાખી.
દાદાશ્રી : હદ કરી નાખી એ તો ! મને પોતાને લાગે કે આ હદ કરી કહેવાય !!