________________
૧૩)
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આપણાથી દુઃખ થતું હોય તો તે આપણી ભૂલ છે. કારણ કે પેલો પ્રકૃતિને જાણતો નથી. એ તો ‘હું જ છું' એવું જાણે છે. એટલે એને તો કશું કહેવાય જ નહીં. કોઈને દુઃખ ના થાય એવું જ જોઈએ અને ફેરફારે ય કશો થવાનો નથી, તમે કકળાટ માંડો કે ના માંડો. અનંત અવતારથી કકળાટ જ માંડ્યા છે. બીજું કશું કર્યું ય નથી અને પોતે એવું માને છે કે આનાથી કંઈ ફેરફાર થશે. કશું ફેરફાર જ ના થાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિની સામે આપણે જે પ્રતિક્રમણ કરીએ. એનાથી થોડો ફેરફાર તો થઈ શકે ખરો ને ?
દાદાશ્રી : એ ફેરફાર કરવાનું અને આપણે જ્ઞાન આપ્યું. એ જ્ઞાન જ્યારે પરિણામ પામે ત્યારે ફેરફાર થશે.
આમ ઓગળે પોતાપણું !
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
૧૨૯ ઘડીએ એ પોતે ચંદુભાઈને જુએ કે ઓહોહો, આ કહેવું પડે ! અત્યારે એવા ને એવા જ છો તમે, ફેરફાર થયો જ નથી. એવું જુએ તો આ શુદ્ધ ઉપયોગ કહેવાય !
પ્રશ્નકર્તા: ‘પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા’ એ વિશેષ સમજાવો.
દાદાશ્રી : એટલે ચંદુભાઈની પ્રકૃતિ, ચંદુભાઈ શું કરી રહ્યા છે, એ બધું નિહાળે એ પુરુષ કહેવાય અને નિહાળી રહ્યો એટલે પરમાત્મા.
પ્રશ્નકર્તા : પુરુષ અને પરમાત્મામાં શું ફરક ?
દાદાશ્રી : પુરુષ છે તે, એ હજુ પરમાત્મા થઈ રહ્યો છે. અને પરમાત્માને કશું ક્રિયા રહી નહીં પછી, પોતે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી અને તમારે ફાઈલોનો નિકાલ કરવાનો રહ્યો, બસ.
એટલે પુરુષ હજુ જોવાનો અભ્યાસ કરે કે આ પ્રકૃતિ કરે છે, આ એ પોતે નથી કરતો. એ બધું આ પ્રકૃતિ કરે છે, એ પુરુષ કહેવાય. સામો ગાળો બોલે ત્યારે મનમાં એમ થાય, “ઓહોહો ! આ તો એ કર્તા નથી. આ તો પ્રકૃતિ કરે છે.' ત્યારે એ પુરુષ થયો કહેવાય. પણ હજુ સ્થિરતા નથી આવી પુરુષ તરીકેની એટલે હાલી જાય. બાકી, પુરુષ જ છે. હવે આ નિહાળવાનું કામ એને રહ્યું નહીં, તરત જ આમ સાંભળતાની સાથે જ પ્રકૃતિ દેખાય એ પરમાત્મા થયો.
ભૂલ કાઢે છે માટે એ પ્રકૃતિ નિહાળતો નથી. પછી એને ખબર પડે છે કે આ ભૂલ થઈ. ભૂલ છે નહીં આ જગતમાં કોઈની અને જે ભૂલ થાય છે એ પ્રકૃતિની ભૂલ છે. અને પ્રકૃતિની ભૂલને આપણે “એને’ ભૂલવાળો કહીએ છીએ એ ભયંકર ગુનો છે. એટલે અમે શું કહ્યું? એટલે પ્રકૃતિ જોડે પ્રકૃતિ લઢતી હોય એને જુઓ !
પ્રશ્નકર્તા : એ નિહાળ્યા કરે. દાદાશ્રી : તો વાંધો નથી. પણ બીજી પ્રકૃતિ લઢતી હોય, એને
પ્રશ્નકર્તા: પોતાપણું પ્રકૃતિ ગુણે ઉત્પન્ન થાય ?
દાદાશ્રી : પ્રકૃતિ ગુણોથી જ પોતાપણું ઉત્પન્ન થયું છે. પણ પોતાપણું એ જે થયું છે એ નાશ થવું જોઈએ. એટલે પોતાપણું તો જવું જ પડશે ધીમે
ધીમે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહેવાથી એ ધીમે ધીમે જાયને, દાદા?
દાદાશ્રી : પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થાય. એની બહુ ઉતાવળ કરવા જેવી નથી. એ પોતાપણું જવું એટલે તો જેવી તેવી વાત નથી. પોતાપણું ગયું એટલે ભગવાન થઈ ગયો.
પ્રશ્નકર્તા : પોતાપણામાં શું શું નિહાળવાનું?
દાદાશ્રી : આખી પ્રકૃતિ જ નિહાળવાની. આખી પ્રકૃતિ પોતાપણું જ છે. ત્યાં જ માનતો હતો ને ‘હું છું આ.” “જે પ્રાકૃતભાગથી મુક્ત છે, એવું ‘જેને’ ‘જ્ઞાન છે એ “જ્ઞાની’..