________________
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
૧૨૭
૧૨૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, ના. આ વિધિઓ બોલે છે તે તો ચંદુભાઈ બોલે છે. ચંદુભાઈ છૂટવા સારુ બોલે છે, પણ તેને તમે જાણો કે ચંદુભાઈ શું બોલ્યા અને શું કાચું પડ્યું, એ તમે. ચંદુભાઈનું શું કાચું પડ્યું, એ ભૂલ
ક્યાં થઈ એ બધું જ જાણે છે, એ તમે. તમે ને ચંદુભાઈ બે જોડે જ હો, પણ બેઉનો ધંધો જુદો હોય.
પ્રશ્નકર્તા : એ તો જુદો જ છે.
દાદાશ્રી : હા બસ, બસ. એક ધંધો કરી નાખો એટલે માર પડે. પ્રકૃતિને નિહાળવી એને સ્વરૂપ ભક્તિ, સ્વરમણતા જે કહો તે. સ્વરૂપ ભક્તિ એટલે ભક્તિ કરવાનો કશો વાંધો નથી. રમણતા એનું નામ ભક્તિ. અત્યારે પુદ્ગલ રમણતા છે. હેય, કેરીઓ દેખીને મહીં ગલગલિયા થયા કરે. એ રમણતા જુઓને, કેવી મજા આવે છે ! પણ ચિત્ત ચોંટી જાય ત્યાં આગળ. અને દાદા યાદ રહ્યા કરે ને તે આત્મરમણતા કહેવાય. જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે. એટલે મૂળ આત્મા તો હજુ પકડતાં જ વાર લાગે એને પણ જ્ઞાની પુરુષની રમણતા કરીએને, આમ આંખો સામે દેખાય હરતાં-ફરતાં, પછી બીજું વધારે શું જોઈએ ! એથી વધારે શું જોઈએ ?
પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા. એટલે પ્રકૃતિમાં મહીં શું શું આવ્યું ? ત્યારે કહે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ઈન્દ્રિયો એ બધું પ્રકૃતિમાં આવી ગયું. અને ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ, તમારામાં અક્કલ નથી, કોન્ટ્રાક્ટનો ધંધો બરોબર કરતાં નથી.’ અને જો મોંઢે દિવેલવાળું થઈ ગયું અને તેને એ પોતે નિહાળે તો બસ થઈ ગયું. તમને પોતાને ખબર પડે કે મોટું દિવેલ પીધા જેવું થાય એનો વાંધો નથી, એ લોકોને વાંધો છે દિવેલ પીધા જેવું થઈ જાય તો. તમારે વાંધો નથી પણ તે નિહાળો એને.
પ્રશ્નકર્તા : પહેલાં તમે એક વાક્ય કહેલું કે તું વિકલ્પ કરીશ નહીં, પણ જો વિકલ્પ થાય, તો વિકલ્પ અને વિકલ્પી બેઉને જોજે. એટલે છૂટો થઈ જઈશ.
દાદાશ્રી : જોજે, બરોબર છે. એ સ્વરમણતા !
પ્રકૃતિને નિહાળી રહ્યા, તે થયા પરમાત્મા ! ‘પ્રકૃતિ’ પરાધીન છે, આત્માધીન નથી. ‘પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. ‘પુરુષ'ને ઓળખે તો “પ્રકૃતિ’ ઓળખાય. જ્ઞાની થયા પછી પુરુષ થાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ શરૂ થયો અને પુરુષનો પુરુષાર્થ શું હોય ? ત્યારે કહે કે પ્રકૃતિ છે, એને નિહાળ્યા જ કરે.
પ્રકૃતિને નિહાળે તે પુરુષ. પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા. ત્યારે પ્રકૃતિમાં શું શું નિહાળવાનું? ત્યારે કહે, મન શું વિચાર કરી રહ્યું છે તે નિહાળે, બુદ્ધિ શા શા નિર્ણય કરે છે તે ય નિહાળે, અહંકાર ક્યાં ક્યાં ગાંડપણ કરે છે તે ય નિહાળે. ક્યાં અથડાય છે તે ય નિહાળે. કારણ કે અહંકાર આંધળો છે. ધૃતરાષ્ટ્ર જેવો છે, એ તો બુદ્ધિની આંખે ચાલે છે. મૂઆ, એને બુદ્ધિ સિવાય તો કોઈ સંઘરે નહીં. આ તો બુદ્ધિ છે એટલે રોફ પડે છે આ બધો. મોટા પ્રેસિડન્ટ બનીને બેઠાં છે, બુદ્ધિ છે એ વડાપ્રધાન બને છે. એટલે આ અહંકારને, આ બધાને નિહાળે, એનું નામ શુદ્ધાત્મા. ખાલી નિહાળવાનું છે એને.
પ્રશ્નકર્તા: કોઈ માણસ ચોરી કરતો હોય, ત્યારે એને ખબર હોય કે આ ખોટું છે. હવે ચોરી કરે છે એ પણ પરિણામ છે, એટલે નિર્જરા થાય છે. મનમાં ભાવ કરે છે કે આ ખોટું છે એ પણ નિર્જરા છે ?
દાદાશ્રી : સંસારી લોકોને, જેને આત્મા પ્રાપ્ત નથી કર્યો તેને ભાવમાં પુરુષાર્થ. અને આપણે અહીંયા તો ભાવનો પુરુષાર્થ નહીં, આપણે ભાવ ઊડાડી મેલેલો છે. એટલે શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ આપણો.
પ્રશ્નકર્તા એ જ આપણો પુરુષાર્થ. એટલે આ જ્ઞાતા-દ્રષ્ટા રહીએ જેટલો વખત એ પુરુષાર્થ !
દાદાશ્રી : અગર તો બીજાનામાં શુદ્ધાત્મા જુઓ અગર આજ્ઞા પાળો તો પુરુષાર્થ. મારી જે પાંચ આજ્ઞા છેને, એ પાળો તો તે ઘડીએ પુરુષાર્થ હોય જ. એટલે પાંચ આજ્ઞામાં રહેને, એ શુદ્ધ ઉપયોગ જ છે. નહીં તો પ્રકૃતિને નિહાળવી. હમણે છે તે ચંદુભાઈ, કોઈની કચકચ કરતાં હોય, તે