________________
૩૮૫
નિશ્ચય - વ્યવહાર
દાદાશ્રી : આ કોઈ ફેરો અમે કહીએ છીએને, ચાર ડિગ્રી ઓછી તે એનો ફેર પડે.
નીકળતો માલ એ તહીં વ્યવહાર !
આ જૂનો પડી રહેલો માલ નીકળે. તેને જ જો વ્યવહાર કહે, પણ આ જૂનો માલ તો પછી ગંધાય. એટલે ભરેલો માલ તે વ્યવહાર નથી. વ્યવહાર કયો છે ? અત્યારે ‘એ’ શેમાં છે તે વ્યવહાર. અત્યારે આ ભાઈ
છે તે કો'કને ટૈડકાવતો હોય, તો હું એને વઢું નહીં. હું જાણું કે એ ટૈડકાવવામાં નથી એ પોતે. કારણ કે ટૈડકાવવા પાછળ પોતાને પસ્તાવો થાય છે, આ ખોટું થયું, આવું ના થવું જોઈએ.
હવે આ ઊંડાણ સુધી એ લોકોને સમજણ પડે નહીંને ? આ કેટલી બધી ઊંડાઈ છે આની, તે લોકોને સમજણ પડે નહીં. એવું આમ દેખાય તે તો ઉપરછલ્લું જુએને ? સુપરફલ્યુઅસ જુએને એ તો. હવે આ ઊંડાઈ એટલે એ એમને ગાળો ભાંડતા હોયને તોય હું જાણું કે એ એમાં નથી. એ પોતે ગાળો ભાંડતો નથી અત્યારે. પોતે પસ્તાવો કરે છે એટલે વ્યવહાર એનો ઊંચો છે. પણ આ તો માલ પાછલો ભરેલો તે નીકળી જાય છે. એને કાઢવો તો પડશે જ ને ?
પ્રશ્નકર્તા : આપે સુંદર દ્રષ્ટાંત આપેલું. તાનસાનું પેલું પાણી જે છે, ત્યાંથી બંધ કરી દીધો પેલો કૉક. પાઈપમાં ભરેલું પાણી નીકળે છે.
દાદાશ્રી : આ લોકોને આવકનો એ તો કૉક બંધ થઈ ગયો, પણ જાવકનું તો રહ્યુંને ! હવે પાણી જતું હોય, તેમાં થોડો ડામર પડ્યો હોય તો ડામરવાળું નીકળે. એમાં કંઈ હવે તે ઘડીએ એને વઢવાનું હોય ? એ તો મૂઆ પહેલાં ભર્યું હતું તે અત્યારે નીકળ્યું છે, તેમાં તું શું કરવા વઢું છું ? ખાલી તો કરવું પડશેને ?
એટલે આ બધાનો ઉચિત વ્યવહાર. કારણ કે તમને ગુસ્સો થતાંની સાથે અંદર શું થાય છે ? આ ના થવું જોઈએ. એવું થાય છેને ? આ એક બાજુ છે તે ગુસ્સો કરે છે અને એક બાજુ એ પોતે છે તે ‘આમ ન
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
થવું જોઈએ' એવું મહીં પસ્તાવો થયા કરે. એ અભિપ્રાય ફેરફાર થઈ ગયો, એ વ્યવહાર તમારો. આમ ન થવું જોઈએ, એનું નામ ઉચિત વ્યવહાર. ત્યારે લોક બહારનું જુએ. એટલે મને કહે છે, તમારા મહાત્માઓમાં કોઈ બહારનો વ્યવહાર બહુ ફરતો નથી. ત્યારે મેં કહ્યું, ‘એ નહીં ફેરવવાનો અમારે'. ત્યારે કહે છે, ‘એવું તો ચાલતું હશે ?” ત્યારે મેં કહ્યું, ‘એ બધું તો અમારે ચાલે, ભઈ’. કારણ કે એને સમજણ પાડવા બેસું તો ના પડે અને મારે ટાઈમ બગડે ચાર કલાકનો. નક્કી કર્યું તે જ વ્યવહાર !
૩૮૬
પ્રશ્નકર્તા : પણ આપણો જે વ્યવહાર છે અને પરમાર્થ મૂળ વ્યવહાર જે કીધો છે, એ કેવો ?
દાદાશ્રી : ના, એવું નહીં. આપણો વ્યવહાર તો શુદ્ધ વ્યવહાર છે એટલે પરમાર્થ મૂળની વાત જ ના રહી. પરમાર્થ મૂળ વ્યવહાર તો કયો કહેવાય ? સદ્યવહાર. એટલે પરમાર્થ સુધી જવાનું, એ તો સર્વ્યવહારમાં. આપણે તો સર્વ્યવહાર નહીં, આપણો આ તો શુદ્ધ વ્યવહાર હોય. તે કાચો પડતો હશે, એનો સર્વ્યવહાર થઈ જતો હશે. પણ સર્વ્યવહારથી નીચે ના જાય. આપણે ત્યાં શુદ્ધ નિશ્ચય ને શુદ્ધ વ્યવહાર છે. કારણ કે પાંચ આજ્ઞા એ શુદ્ધ વ્યવહાર રૂપે આપેલી છે.
સામો ગાળો ભાંડશે, પણ તું ફાઈલનો સમભાવે નિકાલ કર. પછી આ સામો અવળું બોલી જતો હોય, તોય પોતે નક્કી કર્યું હોય કે મારે સમભાવે નિકાલ કરવો છે. એ નક્કી કર્યું છે, એ જ વ્યવહારમાં ગણાય છે. આ બોલ્યો એ વ્યવહારમાં ગણાતું નથી. વઢવઢા, મારામારી થઈ તે વ્યવહાર નથી, પણ ‘મારામારી નથી કરવી’ એવું એણે જે નક્કી કર્યું છે, કે સમભાવે નિકાલ કરવો છે, એ જ એનો વ્યવહાર છે.
પ્રશ્નકર્તા : આ તમે જે કહ્યું, એ આશયને પહોંચે કેટલા ? દાદાશ્રી : આશયને પહોંચે તો ઓછાં પણ તોય કંઈક હપૂરું સાવ વેરાન થઈ ગયેલું, એમાંથી કંઈક તો ઊગશે ખરુંને !