________________
નિર્ભયતા, જ્ઞાનદશામાં !
દાદાશ્રી : પણ જેટલા ભય દેખાય, તેટલું એમાં રક્ષણ મળેને પાછું. એવું છે, જેટલી જાગૃતિ તેટલા ભય ને એનું રક્ષણ મળેને, એની મેળે જ ભાન ઉત્પન્ન થાય. એટલે જેટલી જાગૃતિ છે એટલા ભય દેખાડે છે અને એટલી જ નિર્ભયતાની જગ્યા દેખાડી દે છે. ઘરમાં સાપ પેઠો હોય, એ જોયો તેને તો ઊંઘ ના આવે. એ સાપ નીકળી જાય એવું જુએ તો ઊંઘ આવે. તિજઘરમાં સદાય નિર્ભય !
૩૭૧
પ્લેનમાં જવું પડે છે ને, તે બેઠા પછી લોકો સિગારેટ ફૂંકે છે. આપણા મહાત્માઓના મનમાં વિચાર આવે કે ક્યારે તૂટી પડશે શું કહેવાય ? માટે આપણે આત્મામાં રહો. વિમાનમાં ભય લાગે ખરો ?! ભયમાં મજા આવે ખરી ?
પ્રશ્નકર્તા : એમાં તો મજા આવે જ નહીંને !
દાદાશ્રી : ત્યારે શેમાં મજા આવે છે તમને ? કઈ જગ્યાએ ભય નથી એ મને કહો ! નિર્ભય જગ્યા ખોળી કાઢો તમે.
રસ્તામાં આવતા હોય, તમે રોડ ઉપર છેટા હો, તો પેલો ઊંધી ગાડી ફેરવીને આવીને કચડી જાય. સેફસાઈડ ક્યાં છે તમારી ?! ઓન્લી ફોર ‘આઈ’, ધેર ઈઝ ઓલરાઈટ, સેફસાઈડ એન્ડ ‘માય’ ઈઝ અનસેફ. એટલે મજા આવે આમાં ?
કારખાનું ક્યારે બળી જાય ? આજે શેઠ મજા કરતા હોય ને કાલે ખલાસ થઈ જાય. બને એવું કે ના બને ? તે ઘડીએ સમાધાન કેવી રીતે મેળવવું ?
રાત્રે તમારે ઘેર જવું પડે છે કે ગમે ત્યાં સારું લાગે, જ્યાં આનંદ આવે ત્યાં બેસી રહો ? સાડા બાર વાગે બહુ આનંદ આવતો હોય, તો એ જગ્યા છોડી દેવી પડે અને ઘેર જવું પડેને કે ના જઈએ તો ચાલે ? પ્રશ્નકર્તા : એકાદ દિવસ હોય તો ચાલે, પણ રોજ તો ના
ચાલે એવું.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એવું આ તમારે ‘ઘેર’ (મોક્ષ) તો જવું જ જોઈએને, ‘આ’ (સંસા૨) છે એ તમારું ઘર હોય. અહીં આગળ મોજમજા કરો, એકાદ દહાડો હોય તો ઠીક છે, પણ રોજ ?! એટલે આ તમારે ઘેર જવું પડે. પોતાને ઘેર જાય ત્યારે સેફસાઈડ થાય. એ હું બધાને કહું છું કે ભઈ, ઘેર જાવ, ઘેર જાવ. આ ઘર હોય, શ્વાસ લેવા જેવી જગ્યા હોય આ. મજા તો બહુ પડે. મને હઉ મજા પડતી હતી પણ શું થાય ! પ્લેનમાં બેસું તો આ લોકો સિગરેટના ધુમાડા કાઢે, એ શેના ધ્યાનમાં છે, એ હું સમજી જઉં. અને અમને મનમાં એમ થાય કે ક્યારે તૂટી પડશે ! એટલે એવું ભયપૂર્વક બેસવું પડે. ગાડીમાં બેસીએ તોય મનમાં એમ થાય કે આ ક્યારે અથડાશે, ક્યારે એક્સિડન્ટ થશે ? એટલે જ્યાં જોઈએ ત્યાં ભય, ભય ને ભય દેખાય અમને.
૩૭૨
આપણું સ્વરૂપ તો કોઈ કશું નામ ના દે, ભય જેને અડે નહીં, વીતરાગ, નિર્ભય ! કૃષ્ણ ભગવાને ગીતામાં કેવું સરસ કહ્યું છે કે આત્મા વીતરાગ છે, નિર્ભય છે !
ભો વગરતા હોય જ્ઞાતી !
જ્યારે છેવટનો ભય જશે ત્યારે કામ થશે. લોકોને ભય ના જાય. ગમે ત્યાં પણ એ ભય જાય નહીં. નિરંતર તરફડાટ, ભય રહ્યા જ કરે.
રસ્તામાં જવાનું હોય, કોઈ કહેશે, આગળ બહારવટિયો મળે એવું છે. હવે ત્યાં ગયા વગર ચાલે એવું ના હોય, એટલે મહીં શું થાય પછી ? જ્ઞાન સાંભળ્યું એટલે તરફડાટ. આપણા જગતમાં તરફડાટ કેમ આવ્યો ? આ જગત આપણું, માલિક આપણે અને તરફડાટ કેમ આવ્યો ? કારણ કે એને પારકું જગત દાબી રાખવું છે. નહીં તો તરફડાટ હોતો હશે જરાય ? ચોર-બહારવિટયા બધા આવે, એ તો એમનો ધંધો છે. એમાં તરફડાટ શો ? ધંધો નહીં એમનો ? વેપાર છે અને તે આપણે ઘરાક સારા હોઈએ તો આપણને માલ આપે. નહીં તો માલ ના ય આપે ! કહેશે કે બળ્યો, આમને ક્યાં આપીએ માલ ! નકામો જાય !!
કોઈ પણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ. ભય છે ત્યાં સુધી કશું પામ્યા નથી. હવે તમને તો જ્ઞાન મળ્યા પછી ભય ઉત્પન્ન થાય તો તમારે