SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગનું માહાત્મય ! ૩૬૭ રીતે બાકીનું આયુષ્ય જળવાઈ રહે અને આ શુદ્ધાત્માનો ઉપયોગ રહે ! દાદાશ્રી : ના, એ તો પાછલું આયુષ્ય તો છે તે જ અહીં આગળ, જ્યાં બધા સત્સંગીઓ રહેતા હોય, મહાત્માઓ રહેતા હોયને, એમની જોડે જ રહેવું જોઈએ. એટલે કુસંગથી છેટા, એનું નામ સત્સંગ. પ્રશ્નકર્તા : પણ એમાં ટકી રહેવાય ? દાદાશ્રી : ટકી રહેવાયને ! કશું નુકસાન થાય નહીં ને ખોટ ના આવે, નફો થયા કરે. પ્રશ્નકર્તા : દાદા, બે રીતે એમાં ભયસ્થાનો છે કે પાછળ જે ફાઈલ મૂકીને આવ્યા હોય એ બધી ખેંચ્યા કરતી હોય, ફાઈલો જો વ્યવસ્થિત ન થઈ હોય, જો પોતાની આર્થિક વ્યવસ્થા પણ કંઈક ન થઈ હોય તો દાદા ત્યાંથી પાછો ખેંચીને લઈ જાય. દાદાશ્રી : એ તો આવે. આવે-જાયને તો એને પાછું નિવેડો લાવતો જાય. પોતે છૂટવા માટે જે પ્રયત્ન કરે છેને, એના બધા પ્રયત્ન છૂટવા માટે સફળ થાય છે. પ્રશ્નકર્તા : એને સંજોગો મળી આવે ! દાદાશ્રી : બંધાવું છે તેને, જેને બધી શંકા છે તેને આ બધું બાઝી પડે. બાકી તો આમ મહીં કશું વસ્તુ બાંધતી નથી. ગમે એટલું એ કરે તોય ! પ્રશ્નકર્તા : અક્રમમાં તો બંધાય જ નહીંને કર્મ. દાદાશ્રી : અક્રમની જે પાંચ આજ્ઞા પાળતો હોય, એને બંધાય જ નહીંને ! પ્રશ્નકર્તા : પૂરેપૂરી આજ્ઞા ન પળાતી હોય ને ભાવમાં હોય તો ? દાદાશ્રી : સિત્તેર ટકા પળાતી હોય તોય ચાલે. આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : પણ એક રીતે તો દાદાજી આપે જ્યારે જુદું પાડ્યું કે તું આત્મા છું ને આ અનાત્મા છે, ત્યારથી જ ચાર્જ બંધ થઈ ગયું ને ભાવકર્મ ઉડાડી દીધું. ૩૬૮ દાદાશ્રી : ના, પણ તોય આ બહાર છે તે આ કુસંગ ખરોને ! નર્યો કુસંગ છે. એટલે પાંચ આજ્ઞામાં રહે તો એ વાડ છે. વાડ તૂટી તો એ જ્ઞાનને ખલાસ કરી નાખે, ધૂળધાણી કરી નાખે. આ કાળ કેવો છે કે બધે કુસંગ છે. રસોડાથી માંડીને ઓફિસમાં, ઘરમાં, રસ્તામાં, બહાર, ગાડીમાં, ટ્રેનમાં, એવી રીતે બધે જ કુસંગ જ છે. કુસંગ છે એટલે આ જ્ઞાન મેં તમને બે કલાકમાં આપેલું એ આ કુસંગ ખઈ જાય. કુસંગ ના ખઈ જાય ? તો એને માટે પાંચ આજ્ઞાઓની પ્રોટેક્શન વાડ આપી કે આ પ્રોટેક્શન કર્યા કરશો તો મહીં દશામાં મીનમેખ ફેરફાર નહીં થાય. એ જ્ઞાન એને આપેલી સ્થિતિમાં જ રહેશે. એટલે આ આજ્ઞા એ તમને પાળવા માટે આપી. એટલો ભાગ તમારી પાસે રાખ્યો. આમ એકલા રહ્યા કરો તો દર વખતે તો પ્રોટેક્શન રહે નહીંને ! એ ટોળું, આખું ગામ જ સત્સંગનું હોય તો પ્રોટેક્શન રહી શકે. ܀܀܀܀܀
SR No.008837
Book TitleAptavani 12 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1999
Total Pages253
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy