________________
૩૬૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમજ, ધ્યેય સ્વરૂપની !
૩૫૯ દાદાશ્રી : બન્યું જ છેને ! પ્રશ્નકર્તા : કેવી જાગૃતિપૂર્વક હોય ?
દાદાશ્રી : આ ક્રિયા ડિસ્ચાર્જ છે. એટલે એની મેળે જ થયા કરે. પોતાને કરવી ના પડે. કરવી પડે ત્યાં આગળ છે તે મોહ. એ ધ્યેયપૂર્વક ના કહેવાય.
ધ્યેયરૂપ થાય તો કશું છે જ નહીં. પુદ્ગલ મોહી જ હોય અને તે પુદ્ગલના સ્વભાવમાં જ છે. પુદ્ગલ પુલના સ્વભાવમાં છે અને આત્મા આત્માના સ્વભાવમાં રહે છે જ નહીં, બેઉ જુદા છે.
ધ્યેય, નિશ્ચય ને તિયાણું... પ્રશ્નકર્તા : ધ્યેય અને નિશ્ચય, એ બે ને કંઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : નિશ્ચય તો નાનું કહેવાય. ધ્યેય તો જુદી વસ્તુ. નિશ્ચય તો જુદા જુદા કરવા પડે. ધ્યેય તો એક જ આત્મા પ્રાપ્ત કરવાનો ને મોક્ષ જવાનો જે કહો તે, એક જ શબ્દ ધ્યેય. નિશ્ચય તો જાતજાતના.
પ્રશ્નકર્તા : નિશ્ચય બધા વ્યવહારિક પણ હોય ? દાદાશ્રી : નિશ્ચય એ ગણતરીમાં જ ગણાય. પ્રશ્નકર્તા : આ નિયાણું કહે છે, મોક્ષનું નિયાણું.
દાદાશ્રી : નિયાણું એટલે અત્યાર સુધી બધું જે જે કર્યું હોય આપણે, આત્મા માટે તપ-જપ બધું કર્યું હોય, તે આપણે કર્યું એટલે આપણી પાસે છે સિલ્લક, એને જેના માટે વાપરવી હોય તેમાં વાપરવાની છૂટ હોય આપણને. એટલે કહીએ કે અમેરિકા ખલાસ થઈ જાય, એવું નિયાણું કરેને એટલે પછી બધી આપણી સિલ્લક ત્યાં વપરાઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે સંસાર હેતુમાં વપરાઈ જાય, નિયાણું.
દાદાશ્રી : હા, પોતે આમ અહંકાર કરે ને તે વપરાઈ જાય. આમ કરી નાખું, એમાં વપરાઈ જાય પછી.
પ્રશ્નકર્તા: ત્રણ શબ્દો મોક્ષનું નિયાણું, શુદ્ધાત્માનો નિશ્ચય અને કલ્યાણની ભાવના, એટલે કે આ ત્રણનો શું સંબંધ એમ ?
દાદાશ્રી : નિયાણું મોક્ષનું કરવું, નહીં તો કોઈ જોડે ચડસાચડસી થઈ જાય. મોક્ષ સિવાય બીજું કંઈ જ જોઈએ નહીં એવું નિયાણું હોય. એટલે આપણી બધી કમાણી એમાં વપરાય પછી.
‘હું શુદ્ધાત્મા છું’ એ નિશ્ચય ડગવો ના જોઈએ. એ જે નિર્ણય થયો છે એ નિર્ણય બદલાવો જોઈએ નહીં.
પ્રશ્નકર્તા ઃ અને જગત કલ્યાણની ભાવના એમ. દાદાશ્રી : બસ, આપણું જે કલ્યાણ થયું એવું લોકોનું હો.
પ્રશ્નકર્તા : આ મહાત્માઓને શુદ્ધાત્માનો ધ્યેય પ્રાપ્ત થયો છે, મોક્ષનો ધ્યેય, તો આ ધ્યેયમાંથી ચલિત થાય, તો ફરી ધ્યેયમાં સ્થિર થવું હોય તો કેવી રીતે બની શકે ?
દાદાશ્રી : ચલિત થાય, એનું નામ ધ્યેય ના કહેવાય. ધ્યેય એટલે બધું જ મારું આ, સર્વસ્વ બધું.
પ્રશ્નકર્તા : એટલે પહેલાં ધ્યેય મજબૂત થવાની જરૂર. તો એ મજબૂત કેવી રીતે થઈ શકે ?
દાદાશ્રી : ધ્યાતા છે તે ધ્યેયનું ધ્યાન કરી અને ધ્યેય સ્વરૂપ થઈ જાય.
પ્રશ્નકર્તા : એમાં ધ્યાતા કોણ ? દાદાશ્રી : પોતે. પ્રશ્નકર્તા ઃ અને ધ્યેય ? દાદાશ્રી : આત્મસ્વરૂપ. પ્રશ્નકર્તા : એ ધ્યેયસ્વરૂપ થવા માટે કેવી રીતે ધ્યાન કરે ?
દાદાશ્રી : આ આજ્ઞા આપી છે. એ હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન રહેવું જોઈએ.