________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૩૫
હોય તો ગાડું સારું ચાલ્યું પાછું. તમારે ય ગોદા મારનારા બહુ આવ્યા, નહીં ? મોટા મોટા આવે ને નાનાને નાના આવે. અપમાન ગમે છે ?
પ્રશ્નકર્તા : અપમાન કોઈ કરે તો જાગૃતિ વધારે રહે.
દાદાશ્રી : તો પછી બાધા કેમ નહીં રાખતા ? કોઈની આ બાધા રાખો તો લોકો અપમાન કરે, લડવાની શરૂઆત કરે. કોઈ કરનાર મળી આવતો નથી, નહીંને ? એટલે, એક ભાઈ કહેતા’તા, ‘આખી રાત મહીં ગોદા મારતું હોય એવું કોઈક મારે છે. તેની વિધિ કરી આપોને.” કહ્યું, ‘ગોદા મારે તો બહુ સારું. તારી પુત્યે જાગી મૂઓ. ગોદા મારનાર શું કહે છે? મોક્ષે જાવ ! તો એ ગોદા મારનારો તો સારોને ?
પ્રતીતિ, દુ:ખદાયી હતી ! આ શરીર દુ:ખ આપે છે કે નથી આપતું ? તે તમને શ્રદ્ધા બેઠી છે કે નથી બેઠી ? આ શરીર નિરંતર દુ:ખદાયી છે. છતાં એ પણ શ્રદ્ધા બેઠી છે ?
પ્રશ્નકર્તા : હા, શરીર દુ:ખદાયક છે. દાદાશ્રી : શું દુ:ખ દે છે એ ? પ્રશ્નકર્તા : માથું દુખે !
દાદાશ્રી : એ તો માથું ના દુખે ત્યારે તો સુખદાયી જ છે ને ! શરીર શું દુઃખ આપે છે ? તે આ હમણે બપોરે તાપમાં આ એરકંડિશન બંધ થઈ જાયને તો ખબર પડે, એવી રીતે તે વખતે જાગ્રત રહેતો નથી અને આમ છે તે સુખ ખોળો છો ! એટલે આની ઉપર શ્રદ્ધા બેસી જાય કે નિરંતર દુઃખદાયી જ છે આ ! “એને’ કહીએ, આમાં શું સુખ ખોળ ખોળ કરે છે ? આ રોજ ઊઠીને સંડાસમાં જવું પડેને, આ દુ:ખ પડેને, આ દુ:ખદાયી છે ત્યારે જ ને ? સુખદાયી તો ના જ કહેવાય ! છતાં આપણે આ સુખ લઈએ છીએ, તેથી જ આ બધી ભાંજગડ છે ને ! એની પાસે સુખ ખોળીએ છીએ.
૩૩૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) અમે કહીએ છીએને, શિયાળામાં રાત્રે ઓઢવાનું ઘણી વખત બહુ ટાઢ હોયને તો અમે ખસેડી નાખીએ. પછી ઠંડી લાગ્યા કરે એવું કર્યા કરીએ. એટલે નિરંતર એ શ્રદ્ધા રહ્યા કરે કે આ દુઃખદાયી છે. શ્રદ્ધા તો બેસવી જોઈએ ને !
ઘડીવારેય સુખ છે જ નહીં શરીરમાં ! મન તો દુ:ખદાયી છે, એ શ્રદ્ધા બહુ બેસી ગયેલી અને વાણીય દુ:ખદાયી છે એ ય શ્રદ્ધા બહુ બેસી ગયેલી, પણ આ શરીર દુ:ખદાયી છે એ શ્રદ્ધા નથી બેઠેલી. એરકંડિશન બંધ થઈ જાયને તરત ખબર પડે, અગર તો બહારનું વાતાવરણ ઠંડું થઈ ગયું હોય અને આ ચાલુ રહ્યું તે ઘડીએ, કહેશે “એય બંધ કરો, બંધ કરો, હું તો ટાઢે ઠરી ગયો.”
ખરી રીતે તો માનસિક દુ:ખ જ વધારે છે ! શરીરે ય દુ:ખદાયી તો નિરંતર છે, એ તો પુણ્યના આધારે બધું આ મળી આવે છે, એટલે એ ચાલે છે ગાડું. ભજિયાં ખાય, જલેબી ખાય અને એનો ટેસ્ટ વધ્યો ! આઇસ્ક્રીમ ખાવાનું મળે, એય મહીં પેટ ટાટું થાય !
પ્રશ્નકર્તા : દાદા, એ બધું તો મળી આવે, એને લીધે જાગૃતિ ઘટે જ ને !
દાદાશ્રી : ના, આ શરીર દુ:ખદાયી છે એ શ્રદ્ધા બેસવા ના દે, એટલે થાય શું ? એટલે એના કર્મના હિસાબમાં લખ્યું એટલું આવે જ !
સગવડો બતાવે શાતાશીલિયા ! વાતને સમજવાની છે, આમાં બીજી કશી ભાંજગડ કામ જ ના લાગેને ? આપણે તો ઉપાધિ ઓછી કરવી જેમ બને તેમ. આ આપણી પાંચ આજ્ઞા છેને, તે ઉપાધિ જ રાખે એવી નથી. એમાં કશું ઉપાધિવાળું છે જ નહીં. આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે ? કે પહેલાં પંખો રાખતો નહીં. છપ્પન સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ અને પંખો રાખતો નહીં. તે બધા મિત્રમંડળ આવે, તે કહે કે તમે પંખો ના રાખો. કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય ? ત્યારે મેં કહ્યું, ગોઠવો. એ ગોઠવવાથી પછી આ શાતાશીલિયું થયું શરીર.