________________
૩૨૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભોગવવું - વેદવું - જાણવું
૩૨૧ ‘આમ ના હોય, આવું ના હોવું જોઈએ’ એ વીતરાગ. એ આપણું સ્વરૂપ. અને પહેલાં ‘આમ હોવું જોઈએ, બરોબર જ છે, આ બરોબર જ છે', પહેલાં જેને પુષ્ટિ આપતા હતા, ત્યાં આપણે અળગા રહીએ છીએ.
જેટલું તમે જ્ઞાતા-દ્રષ્ટા હશો, તો આ તમારા પાડોશીના હાલહવાલ થાય, તેના જાણનાર છો. એટલે એ હાલહવાલ “મને થાય છે એવું ના હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ દાદા, તમેય જ્ઞાતા-દ્રષ્ટા તો ખરા જ ને ?
દાદાશ્રી : હા, ત્યારે બીજું શું ? જ્ઞાતા-દ્રષ્ટા સિવાયનું બીજું કશું ‘એને' છે જ નહીં. એથી આગળ કોઈ દશા જ નથી. જ્ઞાયકતા, જ્ઞાયક સ્વભાવ ! જ્ઞાયક સ્વભાવ એટલે જ્ઞાતા-દ્રષ્ટા. એ સિવાય બીજું કશું છે જ નહીં અને તમેય એમાં જ છો. તમારે ફક્ત આ પાડોશીનું ધ્યાન રાખ્યા કરવાનું. પાડોશી રડે તો આપણે કંઈ રડવાનું નથી. પાડોશીને હાથ ફેરવી આપવાનો કે અમે છીએ તારી જોડે !
દાદાનો ઉપયોગ જમતી વખતે.. અમે જમતી વખતે શું કરીએ ? જમવામાં ટાઈમ વધારે થાય, ખઈએ થોડું અને જમતી વખતે અમે કોઈની જોડે વાતચીત ના કરીએ, તોફાન કરીએ નહીં. એટલે જમવામાં એકાગ્રતા જ હોય. અમારાથી ચવાય છે એટલે અમે ચાવીને ખઈએ અને એમાં શું સ્વાદ છે એને વેદીએ નહીં, જાણીએ. એ જગતના લોક વેદે, અમે જાણીએ. કેટલા સરસ ઝીણાં સ્વાદને કાઢે, તે જાણીએ કે આવો હતો. એક્ઝક્ટ જાણવું, વેદવું અને ભોગવવું. જગતના લોકો કાં તો ભોગવે કાં તો વેદે.
પ્રશ્નકર્તા : ભોગવવું અને વેદવું એ બેમાં શું તફાવત દાદા ?
દાદાશ્રી : સ્થૂળ વસ્તુ ભોગવવું કહેવાય અને સૂક્ષ્મ વેદવું કહેવાય. અને આ બધાની ઉપર થઈને પોતે જાણે. અને જાણવાથી બધું છૂટયું. વેદયું એટલે ચોંટયું. તે આ જેણે વેદયું એની જોડે એમ કહ્યું કે “આ શું કરવા તમે ખાવ છો ?” એટલે છૂટું પેલું. ખાનાર જોડે તમે વાતો કરો તો તમે છૂટા છો.
પ્રશ્નકર્તા : ગયે વખતે વાત થયેલીને કે જમતી વખતે અમે ઉપયોગપૂર્વક જમીએ કે કઢીમાં શેનો વઘાર છે ? બધી દરેક વસ્તુનો અમે જુદો જુદો સ્વાદ લઈએ તો આ બધું સૂક્ષ્મ પુરુષાર્થ છે, કે એથી પણ આગળ સૂક્ષ્મ પુરુષાર્થ છે ?
દાદાશ્રી : હોય છે, હા. એ સૂક્ષ્મ પુરુષાર્થમાં વસ્તુઓની જરૂર ના હોય એમાં ! આ તો વસ્તુ છે; ભાત છે, શાક છે, દાળ છે.
તે આપણે ખાઈએ તે ઘડીએ દાળ-ભાત ને બધું ભેગું કરીને ખાઈએ તો ભાત બાસમતીનો અસલ કેવો સુગંધીદાર છે ખબર પડે નહીં. એટલે ઘણીખરી વખત હું બધું જુદું જ ખઉં છું. પછી થોડી વખત થોડું ભેગું કરીને તે પછી હું ચાખું. બધું જમવાનું જુદું જુદું જ.
જુદું કરવાથી શું થાય છે કે કોળિયા મૂકનાર જુદો, ચાવનાર જુદો, ચાખનાર જુદો. ચાખે છે તેય જુદો. ચાખીને પછી તૃપ્તિ મેળવનાર તે ય જુદો અને આ બધાને તૃપ્તિ થઈ છે કે નહીં તે જાણનારો જુદો.
પ્રશ્નકર્તા : તે આ બધી ક્રિયા કરનાર જુદા જુદા ?
દાદાશ્રી : આમ ભાગ પાડીએ તો જુદા જુદા, નહીં તો એક જ. ભાગ પાડીએ તો સમજ પડે કે આ હાથ જમાડે છે, પછી દાંત ચાવે છે. હવે દાંત ચાવવાનું કામ જો ના કરે તો જે પેલો તૃપ્તિવાળો છેને તે બૂમ પાડે કે બરોબર સ્વાદ આવતો નથી. એટલે કોઈની બૂમ ના પડે એવી રીતે ચાવીએ. ઓરનારો ઓરે, ચાવનારો ચાવે, પછી ચાખે કે બહુ તીખું-ખારું નથીને ! પછી સ્વાદ લેનારો સ્વાદ લે. સંપૂર્ણ સ્વાદ લે. જાણે બહુ સુંદર સ્વાદ છે, પણ તે તૃપ્તિ એની હોય. તૃપ્તિ લેનારો તૃપ્તિ લે અને આ બધાને જે જાણે છે એ આત્મા.
હવે આત્મા હાજર રાખવો હોય તો આપણા અક્રમ વિજ્ઞાનમાં આવું થાય, જુદું જુદું ખવાય. ક્રમિકમાં ના ખવાય, ક્રમિકમાં ચોંટી પડે. કારણ કે ક્રમિકમાં હાથ મારો, ખાનારો હું, ચાખનારોય હું, ચાવનારોય હું અને સ્વાદનો લેવાવાળો તેય હું અને તૃપ્તિ ના થાય એટલે આત્મા ના હોય, આ તૃપ્તિ એને ના થાય. આમાં તૃપ્તિ સહિત થાય. કારણ કે આત્મા પૂરો