________________
ભોગવવું - વેદવું - જાણવું
થઈને પેલા વેદનાના માર્યા એમાં એકાકાર થઈ જાવ, તો વેદનાની વધારે અસર લાગશે. પેલું જરા છેટા રહેશો તો ઓછી લાગશે. પણ છેવટે એ નિવેડો તો લાવવો પડશે ને ?!
૩૧૯
હવે તમે સિંહના સંતાન છો. આ તો બધાં ગૂંચળાં વાળ્યા જ કરે, ‘પેટમાં કેમ દુખ્યું ? શાથી દુખ્યું ?” ત્યારે કહીએ, “એ મટવા હારુ દુખ્યું.’ નહીં તો દુ:ખ મહીં પડી જ રહેલું હતું. એનો ઉદય કાળ આવ્યો ન હતો. તે આ ઉદય કાળે આ મટી જશે થોડા વખત પછી, સૂઈ જાવ નિરાંતે. હતું તે તો ખાલી થઈ જવું જોઈએને ?
અમને ય શારીરિક વેદના કો'ક કો'ક દહાડો થાય. ના થાય એવું નહીં. અમે જાણીએ કે ઓહોહો, આ મટવા હારુ આવ્યું. એ દહાડે કોઈ મારવા નથી આવ્યું. મારવા આવ્યું તેને ય ઓળખીએ ને મટવા આવ્યું
હોય તેનેય ઓળખીએ છીએ.
પ્રશ્નકર્તા : અત્યારે મારી તબિયત ધારો કે ખરાબ થઈ ગઈ ને મારે
કોઈ ઓપરેશન કરાવવું પડ્યું, શરીર સારુ રહે એ માટે, તો આવતા ભવમાં પણ મારે પાછું એવું કર્મ ભોગવવાનું રહે ?
દાદાશ્રી : ના, ના, એવું કશું ય નથી. તમારે એટલું ધ્યાન રાખવાનું કે આ હું ચંદુભાઈ છું કે શુદ્ધાત્મા છું ? પછી હું કર્તા છું કે વ્યવસ્થિત કર્તા છે ? પછી તમને કશું અડે નહીં. તમારે બીજ ના પડે. અત્યારે તો કડવાં-મીઠાં ફળ ભોગવવા પડે. કડવું આવે તો કડવું ય ભોગવવું પડે અને મીઠું આવે તો મીઠું ય ભોગવવું પડે.
પ્રશ્નકર્તા : ઓપરેશન કરાવ્યું એટલે કે પૂરેપૂરું કર્મ મેં ના ભોગવ્યું, તો પાછું મારે આવતા ભવે ભોગવવાનું ?
દાદાશ્રી : ના. એવું કંઈ નથી. જેમાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ મળ્યા તો એ કર્મ પૂરું થઈ ગયું, એ પછી દવાખાનું મળ્યું હોય કે ગમે તે મળ્યું હોય. એ છે તે એને ફક્ત હવે નવી વેદના ઉત્પન્ન થવાની નથી. આ જૂની વેદના છેને, તે ઇફેક્ટ છે. કૉઝિઝની ઇફેક્ટ છે આ. કૉઝિઝ નવા ઊભા ના થાય.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : હા, પણ એ ઇફેક્ટ ક્યાં સુધી ચાલશે ?
દાદાશ્રી : એ તો જીવતાં છીએ ત્યાં સુધી. બસ, આપણે જોયા કરવાની વેદનાને. નવી વેદના ઊભી થાય નહીં અને જૂની જોયા કરવાની. આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ એના !
૩૨૦
પ્રશ્નકર્તા : આપણે શુદ્ધાત્મા છીએ, આપણે જ્ઞાતા-દ્રષ્ટા છીએ એવું આપણને લાગે પણ છતાંય આ મનમાં જે વેદના થાય છે સુખ-દુઃખની,
તો એ શા માટે થાય છે ?
દાદાશ્રી : એ તો થવી જ જોઈએ. આપણે જેટલા ચાના પ્યાલા પીવાવાના છે, એટલા મહીં લઈને આવ્યા છીએ, એ તો કડવું-મીઠું બેઉ પીવું પડશે. મીઠું લાગે ત્યારે મનને જરા સારું લાગે. કડવું આવે ત્યારે જરા મનને ખરાબ લાગે, આપણે તો બન્નેને જાણીએ. રાગ-દ્વેષ ના કરીએ.
પ્રશ્નકર્તા ઃ એ બન્નેને આપણે જાણીએ, પણ પછી પાછાં પગલાં તો નથી લેતાંને આપણે ?
દાદાશ્રી : પાછું પગલું નહીં, એડવાન્સ પગલું લઈએ છીએ. તમે તો બહુ જોશથી વધી રહ્યા છો આગળ. નહીં તો હું વઢવા ઘેર આવત કે અમારું જ્ઞાન લઈને આવું શું કરવા કરો છો ? છતાં તમને વખતે ખેદ થયા કરે તોય પણ મારા મનમાં છે કે કશો વાંધો નહીં. ત્યારે શાસ્ત્રકારોએ કહેલું છે કે સમજણ છે એનો લાભ નથી ઊઠાવી શકતો, તો એનું શું થાય ? ત્યારે કહે છે, અણસમજણથી કામ કરેલાં, અણસમજણથી પુણ્ય કરેલાં એ ભોગવતી વખતે અણસમજણ જ હોય.
પ્રશ્નકર્તા : એ દાદા, જરા વિસ્તારથી કહોને.
દાદાશ્રી : અણસમજણથી પુણ્યકામ કરેલાં હોય, એ ભોગવતી વખતે અણસમજણથી જ હોય. અને સમજણપૂર્વક પાપ કરેલાં હોય, એ ભોગવતી વખતે સમજણપૂર્વક જ પાપકર્મ ભોગવવાં પડે. એટલે એના આધારે વેદનીય છે તે આ થોડું હેરાન કરે. તે કોને ? ચંદુભાઈને. એને ને આપણને કશું લેવાદેવા નહીં. આપણે તો મહીંથી આત્મા શું કહે ?