________________
મોક્ષનું તપ
૩૧૫ તપથી પ્રગટે આત્મઐશ્વર્ય! પ્રશ્નકર્તા : દાદા, તે અદીઠ તપ કરીએ, તે કર્તાપદમાં નહીં જાય ?
દાદાશ્રી : ના, અદીઠ તપ એટલે આત્માનું જ તપ, પુરુષનો પુરુષાર્થ. દાક્તરે કહ્યું હોય કે હવે બે દા'ડા ટકે એવો નથી અને પેલો ટકે એવો હોય, એના મનમાં એમ થાય કે વળી આ હારું શું થશે ? તે મહીં ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે, એ ઘડીએ તપ કરવાનું. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાં કૂદાકૂદ કરે, તે જોયા કરવાનું. આપણી વાત છે કે બીજી ચીજની છે ? હા, તો ટકવાની. તો એ જશે તો જશે પણ તપ કર્યા કરવાનું આપણે. આપણી વસ્તુઓ પ્રગટ થાય છે. ઊલટું ઐશ્વર્ય પ્રગટ થાય છે. કેવું ઐશ્વર્ય પ્રગટ થાય ? એક ફેરો તપ કરવાથી તો કેટલું બધું ઐશ્વર્ય પ્રગટ થાય. આખું ઘર બળતું હોય, એકનું એક ઘર હોય તે બળતું હોય, એ જવાનું ત્યાં આગળ. ડોલો ઝાલીને બધું પાણી નાખવાનું. બહાર બાહ્ય ક્રિયા બધી કરવાની પણ મહીં તપ રહે. આમાંથી આપણું છે જ કયું છે ? આ આપણું નથી એવું રહે !
[૯.૧]. ભોગવવું - વેદવું - જાણવું
જ્ઞાતીઓ દૈહિક વેદતામાં... પ્રશ્નકર્તા : જ્ઞાનીનેય શરીરનું દુઃખ ભોગવવાનું હોય ?
દાદાશ્રી : જ્ઞાનીને જ ભોગવવાનું હોય. બીજા તો ઈન્વેક્શનદવાઓ લઈને દુ:ખ બેસાડી દે. તેનો ઓવરડ્રાફટ લે. અમે ઓવરડ્રાફટ ના લઈએ. નિકાલ કરી નાખીએ. કૃપાળુદેવને પાર વગરનું દુ:ખ હતું. લઘુરાજ સ્વામીને વરસોથી સંડાસમાં લોહી પડતું. ભગવાન મહાવીરને ય પાર વગરનું દુ:ખ પડ્યું. તેથી તો મહાવીર કહેવાયા.
વિચાર એવો આવવો જોઈએ કે આ જ્ઞાની શારીરિક વેદનાનો કેવી રીતે નિકાલ કરે છે !
તપ થયું કે આત્મઐશ્વર્ય પ્રગટ, પહેલું તો આ સમ્યક્ દર્શનથી થયું આત્મઐશ્વર્ય પ્રગટ. આ જ્ઞાન અમે આપીએ, તે એમાં તો તમારો કંઈ પુરુષાર્થ નહીંને ? પછી જ્ઞાનમાં પુરુષાર્થ થશે ધીમે ધીમે, એ અનુભવમાં આવે તેમ તેમ.
આ દાદાનું ઐશ્વર્ય, તે આ પ્રગટ થયેલું છે. આ બધું ઐશ્વર્ય, પાર વગરનું ઐશ્વર્ય પ્રગટ થયું, તે આ લોકોએ જોયું નથી હજુ તો ! એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયેલું. જેમ જેમ નીકળે ત્યારે ખબર પડે કે આ કઈ જાતનું ઐશ્વર્ય !! અને એટલું જ ઐશ્વર્ય દરેક આત્મામાં છે. ઐશ્વર્ય પ્રગટ થયું નથી અને પ્રગટ થાય તેને વ્યક્ત કહે છે. અત્યારે તમારે અવ્યક્તભાવે પડેલું છે ! અમારે ઐશ્વર્ય વ્યક્ત થઈ ગયું છે.
અશાતા વેદનીયમાંય સમાધિ
આ જ્ઞાન જ જ્ઞાતા-દ્રષ્ટાનું છે. અશાતા વેદનીયમાં નિરંતર હાજર રહે એવું આ જ્ઞાન છે. આ પાંચ આજ્ઞા પાળે તો એની પાસે અશાતા વેદનીય આવી જ ન શકે. આત્મા પ્રાપ્ત થયા પછી ઊંઘમાંથી જાગીએ કે તરત જ આત્મા હાજર થાય, એનું નામ આત્મા પ્રાપ્ત થયો કહેવાય. અને એવો આત્મા પ્રાપ્ત થયા પછી કશું બાકી રહેતું જ નથી. એટલે તમારે કશાથી બીવું નહીં. ‘લાખોગણી વેદનીય આવો' કહીએ. પણ વેદનીય આવે