________________
મોક્ષનું તપ
આ
તો સામો થશે એવું થયું, નહીં
કહેવાય ? અહીં કોઈ પોતાનું છે નહીં, મારશે હજુ તો. કળિયુગનો માલ છે આ તો. માને મારે, બાપને મારે, બધાને મારે, તે ઘડીએ તપ કરવું ના પડે કે ? માટે ‘બી કેરફૂલ', તપ કરવાને માટે.
૩૧૩
તપ એટલે શું ? ગમે તેવું થઈ ગયું, છોકરું મરી ગયું પછી મહીં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર કૂદાકૂદ કરે, લોકો હઉ કહે કહે કરે કે આ વારસો કોણ ખાશે, ફલાણું કોણ ખાશે, નામ શું રહેશે ? આ બધામાં તપ કર્યા કરવાનું. આ દુનિયાદારીની ચીજ માટે શા હારુ હાયવોય, હાયવોય કરવાની ? છોકરા ને છોકરી, રાંડ્યો કે ના રાંડ્યો ? મરી ગયો તો ગયો. અનંત અવતારથી કોના છોકરા હતા ? કિસકા લડકા થા ? દેહ જ કિસકા ? પહેલેથી પ્લસ-માઈનસ કરીને બેઠા હોય તો ભાંજગડ મટી જાયને ! ખરું કે ખોટું ? પછી ચોપડામાં કંઈ છેતરાવાનું રહ્યું નહીંને ! હું
તો પહેલેથી પ્લસ-માઈનસ કરીને બેઠેલો. સેફસાઈડ હોવી જોઈએને ! છોકરો મરી ગયો ત્યારે પછી તરત દાદાનું જ્ઞાન હાજર ! આવું તપ તો લોકોને યાદેય ના આવે, તે ઘડીએ કકળાટમાં રહે. દુનિયાદારીની ચીજ એવી છે કે આત્મઐશ્વર્ય પ્રગટ કરે એવી છે ! પણ આ તો આત્મઐશ્વર્ય લઈ લીધું ઊલટું.
અને છોકરા એ તો માંગતા લેણા છે. એ કંઈ તમારાં છોકરાં છે ! એક ફેરો ટૈડકાવજો એક કલાક, કલાક જ ટૈડકાવી જુઓ જોઈએ. બધી કાઢજો ખબર ! અમથા વગર કામના હાયવોય હાયવોય કરે. ખઈ-પીને મોજ કરો. દાદાએ ઐશ્વર્ય આપ્યું છે. હાયવોય શી આટલી બધી ?! તપ કરો, તપ કરો, તપ કરો !
શૂરવીર ઝડપે તપતું બીડું !
તપની વાત જ આજે નીકળીને, તે આ તપ પકડી લો એકવાર.
તપનો પુરુષાર્થ માંડો. મહાવીર ભગવાને આ તપ કહ્યું છે. મેં કહ્યું તેને,
ત્યારે લોકો સમજે છે કે બહારના તપ કર્યા વગર મોક્ષે શી રીતે જવાય ?
તે આ હોય તપ. આ તપ તો સંસારમાં ભટકવાનું સાધન છે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તપ કરવાની ભાવના થાય છે કોઈને ? આંગળી ઊંચી કરો, શૂરવીર દેખાય છે. કંઈ શૂરવીરતા રાખો. આ ફરી ફરી તાલ મળવાનો નથી. ફરી આ દર્શન મળવાનાં નથી. આ દાદો ફરી ભેગો થવાનો નથી !
૩૧૪
પ્રશ્નકર્તા : આવો દાદો હવે પછી ભેટવાનો નથી’, તો એમાં અમારે શું સમજવું ?
દાદાશ્રી : ફરી નહીં મળે એટલે આ મળ્યા છે, તેની પાસેથી જેટલું શીખવું હોય એટલું કામ કાઢી લો. ફરી નહીં શીખવાડે કોઈ આવું એક આંકડોય, કોણ આવો નવરો હોય તે ?! કોણ નવરું હોય આવું ?! આવું તપ કરાવનારું કોણ હોય તે ?!
આ તો તપની વાતો તો બહુ કાઢીએ નહીં. માણસનું ગજુ નહીં. નહીં તો પછી આ કો'ક ફેરો કહીએ ત્યારે. માણસનું ગજુ શું આ ! આ તો શાક બગડી ગયું હોય તો આખો દા'ડો કચકચ કર્યા કરે. સમભાવે નિકાલ એટલે શું ? તપ કરવું. સામું ઐશ્વર્ય કેટલું બધું મોટું પ્રગટ થાય છે. એક મોટું સામ્રાજ્ય મળે છે ! જેટલું આ બાજુ જવા દો છો, એટલું જ સામ્રાજ્ય મળે છે. અને શું જવા દેવાનું છે આ આમાં ? હતું જ નહીં તમારું કંઈ ! હમણાં મરી જશો ટૈડ થઈને, તો ત્યાં મૂકી આવશે સડસડાટ, ચાર નારિયેળ બાંધીને, કોઈ બાપોય પૂછનાર નથી. તો કામ કાઢી લેજે. આ દેહે કામ કાઢવા જેવી જગ્યા મળી છે. તો આ કામ કાઢી લોને ! તમારે નથી કાઢવું ?! તો ઊભા થઈને બોલો, શૂરાતનમાં બોલોને, શું આમ બોલો છો ! કાઢવું છે કે નથી કાઢવું ?
પ્રશ્નકર્તા : કામ કાઢવું છે, દાદા.
દાદાશ્રી : હા, તો કામ કાઢી લો હવે. નકામા ટૈડ થઈને મરી જવાનું. કોઈ બાપોય જોવાય ના આવે. અરે, જોઈને આવીને દેહ જોવાનો છે. આત્માને કંઈ જોવાનો છે ? નકામી હાય હાય હાય ! અનંત અવતારથી ભિખારીપણું કર્યું'તું ને આપણે આપણી દુનિયામાં. જ્ઞાન ના હોય તેને ના કહેવાય, અક્ષરેય ના કહેવાય. એ જ એમનું સર્વસ્વ. આ તો જ્ઞાન છે તેને જ કહેવાય અને તે જ તપ કરી શકે, બીજો કોઈ કરે નહીંને !