________________
‘ન્હોય મારું’
મુકામમાં રહીશું.' એની બહુ હાયવોય ના કરવી. અનંત અવતારથી દેહની સુવાવડ જ કર કર કરી છે. એક અવતાર જ્ઞાની પુરુષને દેહ સોંપી દે અને સુવાવડ ના કરે તો થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. અમે તો આ દેહની એક ક્ષણવાર સુવાવડ કરી નથી. એક ક્ષણવાર આ દેહ અમારો છે, એવું અમને ખબર નથી. આ જ્ઞાન પ્રગટ થયા પછી અમારું છે નહીં, એ પારકી વસ્તુ છે. એ પારકી વસ્તુ આપણા હાથમાં રહે નહીં ને આપણે જોઈતી યે નથી. પોતાની વસ્તુ એ પોતાની, પારકી એ પારકી.
૨૬૭
લોકનાં ખેતરામાં પાણી પાઈએ છીએ. આ તો આપણે મહેનત કરી કરીને મરી જઈએ અને પાણી લોકોના ખેતરમાં જાય. આપણા ખેતરમાં કંઈ ઊગ્યું જ ના હોય. એ લોકો કહેય ખરા કે અલ્યા ભઈ, પાણી તે કાઢ્યું તો તારું ક્યાં ગયું ? ત્યારે કહે, “ભઈ, મને તો ખબર નથી.’ તે બીજા રસ્તે જ વળી ગયું. પારકા ખેતરમાં પેસી ગયું. એવું આ પારકાં ખેતરાંમાં પાણી જાય છે. જ્યારે આપણે જાણ્યું કે પારકું ખેતર છે, તે હક્ક છોડી દીધો. એટલે આપણે એમાં પાક લેવા-બેવાનો નહીં. સમજણ પાડીએ ત્યારે ભાનમાં આવે તો પાછો કહેય ખરો. હા, વાત તો સાચી છે. પછી પાછું ભાન ઊડી જાય ને પાછું હતો તેવો ને તેવો.
માલિકીભાવ આમાં કોનો ?
પ્રશ્નકર્તા : માલિકીભાવ કોનો છે ?
દાદાશ્રી : અહંકારી પુરુષનો, અહંકારીનો. જે ‘હું’ છેને તેનો. હું અવળી જગ્યાએ બેસે એટલે માલિક. આ છે તે પુદ્ગલનો માલિકીભાવ થાય. અને હું સવળી જગ્યાએ બેસે તો પોતાના ગુણનો માલિકીભાવ થાય. પારકું બધું વેચી દેજે, પછી બળે તો આપણે તો ચિંતા નહીં, પછી શાંતિ. ખરું કે ખોટું ?
પ્રશ્નકર્તા : ખરું કહ્યું. આખું માન્યતાથી જ માલિકીભાવ ઊભો થયો છેને ? માન્યતા જ ફેરવવાની રહીને ?
દાદાશ્રી : માન્યતા ય ના ફરે એમ ને એમ. આપણે રીતસર પૈસા ગણીને લઈએ. ત્યાર પછી માન્યતા ફરે. નહીં તો એમ ને એમ માન્યતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જો ફરતી હોય, તો મકાન બળે તોય આપણે મનમાં એમ કહીએ, અરે ભઈ, એવું માનોને કાલે વેચી દીધું હતું આપણે. પણ ના માને એ કંઈ. એ તો રૂપિયા-બુપિયા ગણીને લેવા પડે. પછી ભલેને એ રૂપિયા બીજે દહાડે સટ્ટામાં વપરાઈ ગયા એ જુદી વાત. પણ એ પોતાને એમ તો ખાતરી થાય કે મેં તો રૂપિયા લીધા છે. મન સમાધાન માગે છે. પેલું માનેલું સમાધાન ના ચાલે. અત્યારે તમે બધાં માનો કે આપણે પૈણી લીધું છે એટલે થઈ ગયું કશું ? માન્યાથી કંઈ થાય ? એ તો પૈણી લાવો ત્યારે સમાધાન થાય મનનું. તમને શું લાગે છે ?
૨૬૮
પ્રશ્નકર્તા : આ મકાનનો દાખલો આપ્યો, એમાં પૈસા લઈને વેચી દીધું, એટલે એને પોતાને ખાતરી થાય છે, કે આ મારું નથી. એટલે એને દુઃખેય નથી થતું, મમતા છૂટી ગઈ એની, એવું આપણું આ રિયલ વસ્તુમાં શું હોય છે ?
દાદાશ્રી : એ તો પોતાનું માલિકીપણું ક્યાં છે ખરેખર, તે જાણે એટલે છૂટે. પોતાની બાઉન્ડ્રીનું માપ જોઈ આવ્યો હોય પછી પેલાં બીજાની બાઉન્ડ્રીમાં હાથ ના ઘાલે. જ્યાં સુધી એને સમજણ નથી પડી ત્યાં સુધી માલિકીપણું રાખે. એને સમજ પડે કે તરત આપી દે. તારે શેમાં માલિકીપણું છે હવે કહેને ?
પ્રશ્નકર્તા : માલિકીપણું તો પેલું દાદાએ કહ્યુંને, પોતાની બાઉન્ડ્રીની માલિકી ખબર પડી એટલે પછી બીજે ક્યાંય માલિકી રાખે જ નહીંને !
દાદાશ્રી : પોતાની માલિકીવાળી જગ્યા પ્લોટ જોઈ લઈએ અને ત્યાં આગળ આપણે બાણસાંધ જોઈ લઈએ. પછી આપણે બીજાની લેવાદેવા શું છે તે ? જેને પોતાનું ને પારકાંનું નક્કી થયું છે, એને કોઈ જગ્યાએ, બીજે ક્યાંય મમતા હોય જ નહીંને ! આ પુદ્ગલનું છે અને આ આત્માનું છે એમ નક્કી થઈ ગયું, તેને શી રીતે હોય પછી !
બંધાતી વખતે હાજર, છૂટતી વખતે ગેરહાજર ! પ્રશ્નકર્તા : કર્મ બંધાયું, ત્યારે પોતે સંકળાયેલો હતો, પણ છૂટતી