________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
- ૧૯૫
૧૯૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દેને ?! એક પૈસોય નકામો ના જવા દે.
એટલે સમજણ પાડી તે કહે છે, “ઓહોહો, આવી ચીજો બહુ કરી છે”. ત્યારે મેં કહ્યું, તું આવ. હું તને ટૂંકું સમજાવું, એના પરથી સમજી જાને ?” સમભાવે નિકાલ નથી કર્યો ફાઈલ નંબર એક જોડે. આ ફાઈલને તે પાછી સહજ કરવાની છે, સમભાવે નિકાલ કરીને.
ફાઈલ કોની ? પ્રશ્નકર્તા : આપે આજ્ઞા આપી કે સમભાવે ફાઈલનો નિકાલ કરવો, તો હવે એ ફાઈલનો સમભાવે નિકાલ કોણ કરે છે ? રિયલ કરે છે કે રિલેટિવ કરે છે ? કારણ કે રિયલને તો ખાલી જોયા કરવાનું છે અને રિલેટિવ તો વ્યવસ્થિત છે પાછું.
દાદાશ્રી : પ્રજ્ઞાશક્તિ કરી લે છે, મોક્ષે લઈ જવા.
પ્રશ્નકર્તા : આ ફાઈલ નંબર એક છે તે કોની શુદ્ધાત્માની કે મૂળ આત્માની કે કોની ?
દાદાશ્રી : મહીં જે પ્રજ્ઞાશક્તિ છે ને તેની. પ્રજ્ઞાશક્તિ એને મોક્ષે લઈ જવા સ્થાપેલી, જે બંધાયેલા હતા તેને, એટલે આ ચંદુભાઈ છે તે એ પ્રજ્ઞાશક્તિની ફાઈલ છે. કારણ કે ‘એને’ મોક્ષે લઈ જવા માટે આ ફાઈલ અંતરાય કરે છે. પણ આત્મા હાથ ઘાલતો નથીને, સીધો-ડિરેક્ટ !
ત્યાં થાય છે અધ્યાત્મ વિજય! પ્રશ્નકર્તા: ‘હું ચંદુભાઈ છું” એમ કહું, એના કરતાં ‘આ ફાઈલ નંબર એક છે” એનાથી વધારે છૂટાપણું રહે છે. - દાદાશ્રી : હા, વધારે છૂટાપણું રહે, જુદું જ રહે. ચંદુભાઈની પાછળ તો બધાં બહુ લફરાં રહ્યાં. ફાઈલની પાછળ તો લફરું જ નથી રહેતું ને ?! ફાઈલ એટલે ક્લિયરન્સ બીજું બધું. આત્મા ક્લિયર, એનું નામ ફાઈલ.
પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એક એટલે એટ એ ટાઈમ છૂટું જ હોય.
દાદાશ્રી : છૂટું જ.
પ્રશ્નકર્તા: ‘હું ચંદુભાઈ છું' એની સ્મૃતિ કરતાં, આ ફાઈલ નંબર એકની સ્મૃતિ વધારે હોય છે.
દાદાશ્રી : ચંદુભાઈની પાસે તો બધું બહુ એ રહ્યું. ચંદુભાઈ અક્કલવાળો છે, ઓછી અક્કલવાળો છે, વધારે અક્કલવાળો છે. ઊંચો છે, નીચો છે, કાળો છે, શામળો છે એ બધું કેટલું ચંદુભાઈની પાસે લફરાં અને ફાઈલ કહ્યું એટલે બધું આવી ગયું એની મહ.
પ્રશ્નકર્તા : એનું વર્ણન ના કરવું પડે, આવી જાય બધું. દાદાશ્રી : F.... I... L... E.... ફાઈલ કહ્યું કે બધું આવી ગયું.
આ તો ફાઈલ છે ને ! ફાઈલ નંબર વન, એ આખી ફાઈલમાં આત્મા છે જ નહીં. અને આ ફાઈલ ખસેડી એમાં કોઈ જાતનું મિલ્ચર નથી. અને આ ફાઈલમાં સેન્ટ પણ આત્મા છે નહીં. સમજાય એવી વાત છે કે નહીં ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : તેથી આપણે કયો ભાગ ફાઈલ કહ્યો ? ત્યારે કહે, જેમાં સેન્ટ ચેતન નથી એવું. અને ફાઈલ સિવાય કયો ભાગ શુદ્ધાત્મા ? ત્યારે કહે, એમાં સેન્ટ પણ અચેતન નથી એ. હા, ચોખે ચોખ્ખું, ક્લિયર. આ ફાઈલ નંબર વન બોલ્યા એ તો અધ્યાત્મ વિજય કહેવાય. એ તો પોતે આત્મા થઈને બોલે ! અને આ તો ‘ફાઈલ” છે. દેહને તો પોતાનો માન્યો જ નથીને ? ‘ફાઈલ’ જ થઈ ગયેલી છેને !! ફાઈલ એટલે જુદું. પોતે જુદો ને ફાઈલ જુદી ! પછી કંઈ સાટું-સહિયારું રહે ?
દેહ એ ફાઈલ, ઘર એ ફાઈલ, વીંટી એ ફાઈલ, જણસો એ ફાઈલ, કપડાં ફાઈલ, પેટી ફાઈલ, બધું ફાઈલ. હું અને આ ફાઈલો બે જુદા છીએ. એટલે દેહ એ ફાઈલ છે, દેહ મારાથી જુદો છે. મન એ ફાઈલ છે, તો મન જુદું છે. આવું જુદું ભાન રહેવું જોઈએ. એને મોટામાં મોટું જ્ઞાન કહ્યું