________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
રહો. પાંચ આજ્ઞા જે છે ને એમાં રહેવાય તો બસ થઈ ગયું. ટાઈમ થાય એટલે સ્ટેશન આવે. આપણે ગાડીમાં બેસી રહેવાનું. આપણે જવાનું નથી. એ એની મેળે આવશે સ્ટેશન. દાદર સ્ટેશન પર આપણે ગાડીમાં બેઠાં એટલે બેઠાં. તે બેઠેલાં હોઈએ તો ય ઔરંગાબાદ આવે છે. આપણે જતાં નથી તો ય ઔરંગાબાદ આવે છે અને બીજા લોક જાય જ છે.
૧૮૩
પ્રશ્નકર્તા : અહીંથી ખસવાનું જ મન ના થાય બિલકુલ !
દાદાશ્રી : થાય નહીં તે પણ છૂટકો જ નહીંને ! ફાઈલો છે એટલે ફાઈલનો નિવેડો તો લાવવો પડેને !
પ્રશ્નકર્તા : દાદા, એવો સમય આવશે કે નિરંતર, ચોવીસ કલાક આપની પાસે જ રહેવાય.
દાદાશ્રી : હા, આવશેને, જેણે ભાવના એવી કરી છે. આ ટ્રેન તો જાય છે, પછી જેને મુંબઈ જવું હોય તે મુંબઈ જાય છે, સુરત જવું હોય તે સુરત જાય છે. જ્યાં જવું હોય ત્યાં. પોતે પોતાના ધાર્યા પ્રમાણે જ જવાય છેને ! આપણી ભાવના હશે તો પાસે રહેવાશે.
રહ્યો તિકાલ કરવાનો પરીષહતો !
ક્રમિક માર્ગમાં તો બધા પરીષહને જીતો, કહેશે. ટાઢ વાય તે પરીષહ. હવે ટાઢ તો બહાર વાય છે પણ પરીષહ મહીં ઉત્પન્ન થાય છે, બળ્યા. તાપ બહાર લાગે પણ મહીં અકળામણ થઈ જાય. મહીં એ થઈ જાય. ભૂખ લાગે એ પરીષહ, તરસ લાગે તે પરીષહ. તરસ લાગી હોયને, જગતમાં પાણી ના મળે તો ! સ્ત્રીનું નામ દે કે પાણી માગે ? પછી સ્ત્રી એ પણ પરીષહ છે. એને જીતો કહે છે. પણ આ તો દાદાનું વિજ્ઞાન છે, એ શું કહે છે કે પરીષહનો નિકાલ કરો. જીતવાનું ક્યારે ? આપણી પાસે હથિયાર નથી. આપણે અહિંસક બની ગયા. શુદ્ધાત્મા એટલે અહિંસક. એટલે હથિયાર હોય તો લો, જીતો. પણ હથિયાર નથી, તે હવે નિકાલ કરી નાખવાનો.
પરીષહ હવે ક્યારે આ જીતે ? એક જીતાય એવો નથી. બહુ ટાઢ વાતી હોય, હિમનો બરફ પડે એવું હોય, ઓઢવાનું હોય નહીં, તે ટૂંટિયું
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) વાળીને સૂઈ જાઓ. વિચાર ના કરશો કે તે દહાડે ગોદડામાં સૂઈ ગયા હતા ત્યારે કેવી મઝા પડી હતી !
१८४
પરીષહ એટલે શું કે આ ચંદુભાઈને વહેલું ઊઠવાની ટેવ છે, તેમને કહીએ કે અહીંથી આઠ વાગ્યા સુધી પલંગમાંથી ખસવાનું નથી તે પરીષહ. અને આમને મોડું ઊઠવાની ટેવ છે, તેમને સવારના વહેલા ઊઠાડીએ તો પરીષહ ઉત્પન્ન થાય. અમને પરીષહ ઉત્પન્ન થાય નહીં. તમારે પરીષહ નિકાલ કરવાનો રહ્યો !
રાત્રે ઊંઘ ના આવી તોય સમભાવે નિકાલ અને ઊંઘ આવી તોય સમભાવે નિકાલ. શું બને છે એ જોયા કરો. અમે જે રસ્તે ગયા છીએ તે જ રસ્તો બતાડીએ છીએ, બીજો રસ્તો નથી બતાડતા. એટલે અનુભવનો જ રસ્તો બતાડીએ છીએ. એમાં વાર જ ના લાગેને ? કરવાનું કશું જ નથી, જાણવાનું છે બધું.
ફાંસીતો ય સમભાવે તિકાલ !
પ્રશ્નકર્તા : આર્તધ્યાન ને રૌદ્રધ્યાન અત્યારે મને નથી થતાં આપના જ્ઞાન મળ્યા પછી, પણ ધારો કે થતાં હોય તો એના માટે કેવી રીતે પુરુષાર્થ કરવો અમારે પછી ?
દાદાશ્રી : તે પુરુષાર્થ એ જ કરવાનો. તમને તો આર્તધ્યાનરોદ્રધ્યાન હોય નહીં. ફાંસીએ બેસાડી દીધા તોય તમારે પુરુષાર્થ શો કરવાનો ? સમભાવે નિકાલ કરવાનો.
પ્રશ્નકર્તા : આર્તધ્યાન-રૌદ્રધ્યાનનો સમભાવે નિકાલ કરવાનો.
દાદાશ્રી : આર્તધ્યાન-રૌદ્રધ્યાન તો કશું હિસાબમાં જ નથી. ફાંસીની સજા આમ ઊઘાડી જાહેર કરી. એ કહે, હવે ત્રણ કલાક પછી ફાંસી છે, તોય સમભાવે નિકાલ કરવાનો તમારે. કારણ કે નિકાલ કોનો કરવાનો છે ? જે નિકાલી છે તેનો નિકાલ કરવાનો કહ્યો છે. જે નિકાલી નથી એ નિકાલ કરનારો છે અને નિકાલી બાબતો, એ બે જુદી છે. નિકાલ કરનારો