________________
આતાવાણી
શ્રેણી ૧૨ (પૂર્વાર્ધ)
[૧.૧]
આત્મજાગૃતિ જાગૃતિ, શુદ્ધાત્મા સ્વરૂપની ! પ્રશ્નકર્તા : જાગૃતિ એટલે શું ?
દાદાશ્રી : ઊંઘવું નહીં તે. આખું જગત ઉઘાડી આંખે ઊંધે છે. કોઈ પણ માણસ એવો નથી કે જે ઉઘાડી આંખે ના ઊંઘતો હોય. પ્રેસિડેન્ટો,
ઑફિસરો, પ્રધાનો બધાય ઉઘાડી આંખે ઊંધે, જાગૃતિ આવે તો ‘ચંદુભાઈ” (ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.) શું કરે છે એ બધું જ ‘જાણે’. સાંજે વિગતવાર લખી લાવે હલે. એવી જાગૃતિ લોકોને ખરી ? અને હિતાહિતનું ભાન હોય, એનું નામ જાગૃતિ. હિતાહિતનું ભાન મનુષ્યોને છે જ ક્યાં ?
શાસ્ત્રકારોએ લખ્યું, તો શાસ્ત્રકારોને શું આની ઉપર દ્વેષ હતો, તે આવું લખ્યું ? આખું જગત, તેમાં સાધુ-સંન્યાસીઓ જે સંયમી નથી એ પણ ઉઘાડી આંખે ઊંઘી રહ્યા છે અને સાધુઓમાં કોઈ સંયમી હોય તો જાગતો કહેવાય. પણ સંયમ હોય ક્યાંથી ? કો'ક હોય વખતે, પણ મળવા મુશ્કેલ છે.
તમને ખુલાસો થયો થોડો ઘણો ? “ચંદુભાઈ” શું કરે છે એ દેખાતું નથી ‘તમને’ ?
પ્રશ્નકર્તા : દેખાય છે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : અને ‘હું શુદ્ધાત્મા છું’ એ કેટલા વખત ખ્યાલ રહે છે ? પ્રશ્નકર્તા : નિરંતર. દાદાશ્રી : શુદ્ધાત્મા થઈ ગયા. નિરંતર પ્રતીતિ કહેવાય !
પ્રશ્નકર્તા ઃ દાદા મળી ગયા હોય, દાદાનું જ્ઞાન મળી ગયું હોય તો જ એ જાગૃતિ ઉત્પન્ન થાય ને ?
દાદાશ્રી : એની વાત જ જુદી હોય. બનતાં સુધી જાગૃતિ હોવી મુશ્કેલ છે. કારણ કે આ કાળમાં જાગૃતિ ના રહે. કો'ક જ, બહુ જવલ્લે કોઈને હોય ! એ જન્મજાત હોય ! જન્મજાત જાગૃતિ લઈને આવ્યો હોય. મેં જ્ઞાન આપ્યા પછી જે જાગૃતિ શરૂ થઈ જાય, તે પછી જાય નહીં. કેટલી અજાયબી છે કે પછી જાગૃતિ જતી જ નથી ! નિરંતર જાગૃતિ રહે છે !!
કરતારો જુદો જામ્યો એ જ જાગૃતિ ! પ્રશ્નકર્તા : દાદા, જાગૃતિ કોને કહેવી ? એટલે દાખલા તરીકે ક્રોધ થઈ ગયો, ચિડાઈ ગયા એ પ્રકૃતિની વાત થઈ. એ જ ક્ષણે “મને ખ્યાલ આવી જાય કે ‘ચંદુલાલે’ આ ક્રોધ કર્યો, એ જ જાગૃતિ કહેવાય ને !
દાદાશ્રી : એ જ જાગૃતિ. ‘તમે' જાણી ગયા.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં જો મોડા પડ્યા તો એટલી જાગૃતિ ઓછી ?
દાદાશ્રી : મોડા પડ્યા એટલે આ કર્મનો ઉદય ચીકણો, એટલે વાર લાગી. કો'ક થેંક્યો, એ જો મોળું હોયને, તો તરત ધોઈ નાખીએ અને ચીકણું હોય તો વાર લાગે. ચીકણું કર્મ એટલી જાગૃતિ મોડી. જો ચીકણું ના હોય ને તો કશું ના થાય. ભલે મોડી નીકળી પણ જાગૃતિ તો છે ને ! જાગતો છે ને ! જાગતો માણસ બોલે કે અબે કૌન હૈ ? તો ચોર જતા રહે, પણ જયાં બોલે જ નહીં ત્યાં તો સહુ લઈને જ જાય !
અજ્ઞાનીને આપણે એમ કહીએ, ‘આવો કેમ દોષ કરો છો ?’ તો