________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૨૩
૪૨૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ સ્ટેજ ઉપર આવવું પડે ને ?
દાદાશ્રી : ના, પણ એ આત્મા સ્ટેજવાળો જ છે. નિષ્પક્ષપાતીપણે જોવાનું છે. આપણે જોડે જોડે પક્ષપાતમાં ના આવવું જોઈએ. સંડાસ જવાનું મહીં આપણને ખબર તો તરત પડે, પણ જોડે જોડે પક્ષપાત એટલે શું ? આપણે ત્યાં કોઈ સોનાનો વેપારી આવ્યો છે ને, એની જોડે વાતોમાં રહ્યા કરે એટલે પછી શું થાય તે ? પેલો સોના ઉપર પક્ષપાત પડ્યો, એટલે પેલું સંડાસ જવાનું આ થર્મોમિટર દેખાડતું હોય તે બંધ થઈ જાય પછી. નહીં તો પક્ષપાત ના હોય, તો આત્મા થર્મોમિટર જ છે, બધું જ દેખાડે એવો છે.
તો હેય... તૈયાર બંગલા-ગાડીઓ ત્યાં જ જન્મ થાય ને ત્યાં આગળ પછી એ ભગવાનને ત્યાં મૂકવા આવશે ગાડીઓમાં. આ પુણ્ય એવી બંધાશે. આ અમારી આજ્ઞા પાળવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. જરાય મહેનત ના કરવી પડે. આ તો ધક્કામૂક્કી, આ તો કંઈ અવતાર કહેવાતો હશે ? આ તો પુણ્ય કહેવાતા હશે? આમ વિચારમાં આવ્યું કે પ્રભુ પાસે જવાનો ટાઈમ થયો. તે ઘડિયાળમાં જુએ તે પહેલાં તો ગાડી આવીને ઊભી રહી હોય ! એટલે બધી જ તૈયારી આમ હશે આગળ. માટે હવે તમે અમારી આજ્ઞા પાળજો અને નિરંતર સમાધિ રહેશે, એની ગેરંટી આપું છું. મહાવિદેહ ક્ષેત્રમાંથી ફરી આવવાનું હોય નહીંને ! ફરી આવવાનો રસ્તો જ જોયને ! રાગ-દ્વેષ કરીએ, તો ફરી આવવાની શરૂઆત થાય.
કર્મોના ધક્કાનો અવતાર થાય, એક-બે અવતાર થાય વખતે, પણ તે છેવટે પાછું સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. અહીં આગળ હિસાબ બાંધ્યો હશેને ? પહેલાંનાં કંઈક ચીકણા થઈ ગયેલા, એ પૂરાં થઈ જશે.
પ્રશ્નકર્તા : અહીંયાં ?
દાદાશ્રી : છૂટકો જ નહીંને ! આ તો રઘા સોનીનો કાંટો છે ન્યાય જબરજસ્ત. ચોખ્ખો-પ્યોર ન્યાય. અહીં ચાલે નહીં પોલંપોલ.
મોક્ષમાં સબ સમાત !
ક્યારે જવાતા મોક્ષે ?! પ્રશ્નકર્તા : આપણે મોક્ષમાં જવાના છીએ, એ શી રીતે ખબર પડે ? દાદાશ્રી : ના, તેની ઉતાવળે ય શું છે આપણને ?
પ્રશ્નકર્તા : ના, ઉતાવળ તો નથી, પણ ખબર તો પડે ને કોઈ વખતે, દશ જન્મ પછી, વીસ જન્મ પછી, સો જન્મ પછી.....
દાદાશ્રી : બધું ખબર પડે. આપણો આત્મા છેને થર્મોમિટર જેવો છે. ભૂખ લાગે તે ખબર ના પડે ? તે સંડાસ જવાનું થાય, તે તમને ખબર પડે કે ના પડે ? બધું જ ખબર પડે. ક્યાં જવાનો છે, તેય બધું ખબર પડે. કયા કયા અવતારમાં જવાનો છે તે ય ખબર પડે. નિષ્પક્ષપાતીપણે જોતો નથી.
પ્રશ્નકર્તા: તમે તો અમને મોક્ષની ગેરંટી આપો છો, પણ મોક્ષમાં જઈશું ત્યાં આપ પણ મોક્ષમાં હશોને, ત્યારે એ દાદાને કઈ રીતે ઓળખીશું ?
દાદાશ્રી : પછી ઓળખવાની શી જરૂર ? અહીં તો ઓળખાણવાળા હોય તો ઉપકાર માનવો પડે. ત્યાં તો મોક્ષમાં ઓળખાણ ના હોય. એટલે એ જ બરોબર છે. કારણ કે મોક્ષમાં સમાનતા છે. મોક્ષ કોનું નામ કહેવાય ? મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં અને કોઈ અંડરહેન્ડ નહીં.
અહીં કેમ મોક્ષ નથી થતો ? ત્યારે કહે છે, મારા ઉપરી એવા તીર્થંકર અહીં હોત તો ખાલી દર્શન જ કરત તો મોક્ષ થાત. એટલું આપણે ત્યાં તૈયારી છે. ખાલી દર્શન જ, ભેગા થઈને દર્શન થઈ ગયા, તો મહીં પૂર્ણાહુતિ થઈ જાય. પણ છે નહીં, હવે કોના દર્શન કરાવીએ ? મૂર્તિ ચાલે નહીં. એટલે ત્યાં ગયા પછી દર્શન કરવાથી જ મોક્ષ છે.
અમે છેલ્લે જઈશું ! પ્રશ્નકર્તા : તમે કહ્યું કે મને મોક્ષની ઉતાવળ નથી, તો આવું કેમ ?
દાદાશ્રી : મારે શી ઉતાવળ ? મને મોક્ષ થયેલો જ લાગે છે પછી. મોક્ષ માટે કોને ઉતાવળ હોય કે આ દુ:ખોથી જલદી છૂટવું હોયને, તે