________________
૪૧૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૧૭ રહે છે તો તે ઘડીએ તો વધારે ભય હોય. એટલે બધા અંદર પોતાના ઘરમાં જ પેસે. બહાર નીકળે જ નહીં ને ! એટલે સમાધિ મરણ જ થવાનું.
અને જેને જ્ઞાન ના હોય, એ ક્યાં પેસે ? નાની છોડી પૈણાવાની રહી ગઈ, તે એ એમાં પેસી જાય, નહીં તો બજારમાં પેસે મૂઓ. એટલે
ત્યાં ઇન્ટરેસ્ટ હોય એ છોડીમાં, ત્યાં બેઠો બેઠો જાણે હમણે જતાં જતાં પૈણાવીને જવાનો હોયને, એવી વાત કરતો હોય. કારણ કે ભય લાગે ત્યારે ક્યાં જવું એ એની પાસે બીજું સાધન નથીને ! અને આપણે પોતે આત્મામાં જવું એ સાધન છે, અને પેલાની પાસે સાધન નથી, એ ક્યાં જાય ? એટલે આવી કોઈ સંજ્ઞા ખોળી કાઢે, આવી વિષય સંબંધી.
પ્રશ્નકર્તા : દાદા, એટલે એ કારણ દેહ બંધાઈ ગયો હોય ?
દાદાશ્રી : એ તો બંધાયેલો જ છે. પણ આ વધારાનું ચીતરે. અને આપણે તો મહીં આત્મામાં છીએ એટલે આત્મામાં જતા રહીએ. ત્યાં પરમાનંદ છે જ. ત્યાં ગયા એટલે કશું દુઃખ રહ્યું જ નહીંને !
મૃત્યુની વેદના વખતે ... પ્રશ્નકર્તા : જે વખતે માણસ મરવા પડે છે, એ વખતે એને એક હજાર વીંછીની વેદના થાય, તો તે વખતે આ જ્ઞાન રહે કે ના રહે ?
દાદાશ્રી : આ જ્ઞાન હાજર રહે જ. મરતી વખતે નિરંતર સમાધિ આપશે. અત્યારે સમાધિ આપે, એ જ્ઞાન મરતી વખતે તો હાજર થાય જ. એટલે મરણ વખતે સરવૈયું હાજર થાય આખી જિંદગીનું.
પ્રશ્નકર્તા : નસો ખેંચાતી હોય, નાડો તૂટતી હોય...
દાદાશ્રી : તેનો વાંધો નહીં. નસો કંઈ બેભાન થઈ જાયને, તોય એને મહીં છે તે ધ્યાન હોય, શુક્લધ્યાન છોડે નહીંને ! એક ફેરો ઉત્પન્ન થયેલું પછી છોડે નહીં. અત્યારે જ ચિંતા થવા દેતું નથીને ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો જે ચિંતા થવા નથી દેતું ધ્યાન, એ વર્લ્ડમાં કોઈ દા'ડો
બનેલું નહીં એવી વસ્તુ આજ બની છે. તો એ મરતી વખતે તમને છોડતું હશે કે ? ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન રહ્યું કે સમાધિ મરણ કહેવાય. પછી દેહને ગમે એટલી પીડા થતી હોય, તેને જોવાનું નહીં. એટલે જાગૃત રહ્યો તે વખતે. મોહ ઓછો થાય એટલે મમતા ઓછી થાય છે. પછી મમતાની ખબર પડે કે “આ મારું નથી, તેની મમતા કરું છું.” એટલે મમતા છૂટી જ જાય. એટલે પછી સમાધિ મરણ થઈ જ જવાનું છે.
છૂટો જ રહેશે આવતા ભવે ! પ્રશ્નકર્તા : આપણે મરણ થાય, તો આપણી જોડે એઝેક્ટલી શું આવવાનું ? જેટલું ચીતરેલું હોય છે ?
દાદાશ્રી : શુદ્ધાત્મા થયા, પછી જોડે બીજું કશુંય આવવાનું નથી તમારે. આ એક અવતારનો ફક્ત માલસામાન જોડે એક-બે થેલા આવશે. જેમ આ સાધુઓ એક-બે થેલા નથી રાખતા ? ઘર-બાર કશુંય નહીં, એટલે બે થેલા છેવટે રહેશે, એક અવતારના માટે.
પ્રશ્નકર્તા : હમણાં અત્યારે તો ઢગલા ગોડાઉન છે.
દાદાશ્રી : એ તો છોને લાગે ઢગલો, એ ઢગલો ‘ફોરેન’નો છેને પણ, તમે તમારો માનો છો શું કરવા ? તમારો ‘હોમ’નો છે જ નહીં. એ ભાર જ છોડી દો ભાર છોડીને સૂઈ જાવ નિરાંતે ! આપણે જોઈ લેવું. કે આ બધાં સૂઈ ગયા છે, તો આ આપણે સૂઈ જાવ !
પ્રશ્નકર્તા : દાદા, તમે અમને જે છૂટા પાડ્યા છે આત્મા ને દેહ, એ એક નહીં થઈ જાય ?
દાદાશ્રી : જુદા જ રહેશે. પ્રશ્નકર્તા : બીજા ભવમાં જાય તોય ?
દાદાશ્રી : હા. અહીંથી બંધાયેલો ગયો, તો ત્યાં બંધાયેલો જ રહે અને અહીંથી છૂટો ગયો, તો ત્યાં છૂટો જ રહે.