________________
શુક્લધ્યાન
૩૯૯
૪%
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
એ એકલું જુદું છે. શુદ્ધ ઉપયોગ ને શુક્લધ્યાન એ મોક્ષનું કારણ છે. ધર્મધ્યાન હોય, તે મનુષ્યગતિ અને દેવગતિનું કારણ છે. રૌદ્રધ્યાન હોય તો નર્કગતિનું કારણ છે અને આર્તધ્યાન એ તિર્યંચગતિનું કારણ છે.
હવે આ ધ્યાન જે છે, એ કયા ધ્યાનનું ઉપાદેય છે. તો કહેશે, શુક્લધ્યાનનું ઉપાદેય છે. ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેઠું એ ઉપાદેય, એ શુક્લધ્યાન કહેવાય. લક્ષ બેઠું તે. ‘હું ચંદુભાઈ છું’ એ લક્ષ ઉતરી ગયું. પેલું લક્ષ બેઠું. વ્યવહાર ચલાવવા પૂરતું, આપણે વ્યવહારથી ‘હું ચંદુભાઈ છું' એમ કહેવું પડે. દુકાનમાંથી ભાગીદારી કાઢી નાખી હોય પણ એ કહેશે કે, તમારું નામ રહેવા દે ત્યારે આપણે ના સમજીએ કે ભઈ ભાગીદારી કાઢી નાખી, પણ નામ ખાલી વ્યવહાર માટે રાખ્યું છે. ઇન્કમટેક્ષવાળો આવે છે ત્યારે ‘હા’ પાડી છેને પાછી કે હા, અમારું છે. ના કહેવું પડે ? એને એમ કહેવાય કે અમે કાઢી લીધું છે ? એવું આ તો વ્યવહારમાં કહેવું પડે કે હું ચંદુભાઈ છું. પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જેને ગયાં અને જેને શુક્લધ્યાન છે, એનો મોક્ષ એક-બે અવતારમાં થવાનો છે.
કશાકમાં છે તે અધ્યવસનમાં પેસી ગયો હોય પણ આ અટકણ છે એવું ખબર પડેને તો એ ધર્મધ્યાન કહેવાય. આ અટકણ છે એવી ખબર પડે એ ધર્મધ્યાન. અને શુક્લધ્યાન તો છે જ જોડે. આર્તધ્યાન એટલે મહીં વરીઝ થઈ જાય, ચિંતા થઈ જાય. રૌદ્રધ્યાન તો મહીં પાર વગરની બળતરા જ કરે. એ બે જેને નથી, તેને મોક્ષ વહેલો-મોડો એક-બે અવતારમાં થઈ જ જવાનો છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન, આ બે નથી એ જ જોવાનું છે, બીજું શું ?
અક્રમથી સરળ પ્રાપ્ય મોક્ષ ! આ અક્રમ જ્ઞાન પામ્યા પછી એક કે બે ભવમાં ઊકેલ આવે તેમ છે. હવે ભવ રહેવો કે ના રહેવો એ ધ્યાન ઉપર આધાર રાખે છે. નિરંતર શુક્લધ્યાન એકલું જ રહેતું હોય તો બીજો ભવ થાય જ નહીં. પણ અક્રમ માર્ગમાં શુક્લધ્યાન ને ધર્મધ્યાન બે થાય છે. અંદર શુક્લધ્યાન થાય છે ને બહાર ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન શાથી થાય છે ? દાદાના કહ્યા પ્રમાણે આજ્ઞા પાળવાની રહે છે તેનાથી. આજ્ઞા પાળવી એ શુક્લધ્યાનનું
કામ નહીં, એ ધર્મધ્યાનનું કામ છે. એટલે ધર્મધ્યાનને લઈને એક-બે અવતાર પૂરતું ચાર્જ થાય છે. અને આજે તમામ શાસ્ત્રો એકી સાથે કહે છે કે આ કાળમાં કોઈ પણ માણસને શુક્લધ્યાન થાય નહીં અને વાતેય સાચી છે, ખોટી નથી. આ તો અક્રમ વિજ્ઞાન છે. બાકી એ ક્રમિક માર્ગે ના થાય. જો શુક્લધ્યાન થાય તો શુધ્યાન એ મોક્ષનું કારણ છે. એકાવતારી થાય. સીધો મોક્ષે અહીંથી જઈ શકે નહીં. કોઈ માણસ એક અવતારી, પછી જરા કાચો હોય ને ભેગો ના થઈ શકતો હોય, તો બે અવતાર થાય, ત્રણ અવતાર થાય, પાંચ અવતાર થાય, પણ પંદર અવતારથી વધારે ના થાય. અને અમને અમથો અડી ગયો હશે, તેય અમુક હદમાં આવી જાય છે. બીજા બધાંને તો હદ જ નથી, પણ આ હદમાં આવી ગયો અને જ્ઞાન લઈ ગયો હોય, પાંચ આજ્ઞા પાળતો હોય તેની વાત તો જુદી, પંદરમાં આવી ગયો છે !
એનું નામ શુક્લ ધ્યાત ! શુક્લધ્યાન એટલે શું કે પોતાના નિજ સ્વરૂપનું જ ભાન થવું અને જાણવું. સામામાં શુદ્ધાત્મા જોવો. એ ચોરી કરતો હોય તો પણ આપણે એના આત્માને શુદ્ધ જ જોઈએ. ગમે તે કરતો હોય, એ બધું વ્યવસ્થિતને તાબે છે પણ આત્માનું કાર્ય નથી આ. એટલે આપણે શુદ્ધ જ જોઈએ. શુદ્ધ જોવું અને શુદ્ધનો કંઈક અનુભવ થવો એ શુક્લધ્યાન.
શુક્લધ્યાન એટલે જેમ છે તેમ જગત જોવું અને સમભાવે નિકાલ જેને કરવો છે, તેને શુક્લધ્યાન સારી રીતે રહે, શુક્લધ્યાન એટલે પોતાના સ્વરૂપની રમણતા સિવાય બીજું કોઈ પણ ધ્યાન નહીં, પોતે પોતાના ધ્યાનમાં હોય એ શુક્લધ્યાન, પોતાનું સ્વરૂપ પોતાના ધ્યાનમાં રહે છે એ શુક્લધ્યાન છે અને શુક્લધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે.
આત્માનું સ્પષ્ટ-અસ્પષ્ટ વેદત ! શુક્લધ્યાનના ચાર પાયા. એમાં આ પહેલો પાયો છે. એટલે અસ્પષ્ટ વેદન થાય. વસ્તુ છે એ નક્કી થઈ ગઈ. વસ્તુ છે એવું ભાન થયું આપણને, પણ એનું સ્પષ્ટ વેદન ના થાય. ‘શુદ્ધાત્મા છું' લક્ષ બેઠું પણ અસ્પષ્ટ વેદન એ પહેલો પાયો, બીજો પાયો સ્પષ્ટ વેદન.