________________
શુક્લધ્યાન
૩૯૫
૩૯૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
શુક્લધ્યાન તો આ કાળમાં ક્રમિક માર્ગે ઉત્પન્ન થાય તેવું છે જ નહીં. આ તો આ જ્ઞાન આપીએ છીએને તેથી ઉત્પન્ન થાય છે. શુક્લધ્યાન ને આત્મધ્યાન એક જ ગણાય છે. હવે આ તો કમ્પ્લીટ આત્માનું ધ્યાન થયું, એનું નામ શુક્લધ્યાન..
આત્માતા સ્વરૂપનો ખ્યાલ રાખવો કઈ રીતે ? પ્રશ્નકર્તા : દાદા, આત્માનું સ્વરૂપ કેવું ? એનું ધ્યાન કરવું હોય, એનો ખ્યાલ રાખવો હોય આપણે, તો તે કેવી રીતે રાખવો ?
દાદાશ્રી ચંદુભાઈને ઓળખો ‘તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે ચંદુભાઈ તમને દેખાય, આંખો મીંચો એટલે ? પ્રશ્નકર્તા : હા. તોય ખ્યાલ આવે.
દાદાશ્રી : એ ચંદુભાઈને જુએ તેમ આત્માની નજીક આવે છે. પછી ચંદુભાઈના મનને જુએ, “ચંદુભાઈની વાણીને જુએ એટલે આત્મા વધારે નજીક આવે. આ બધું જોવાનું. મનમાં જે વિચાર આવ્યા તે બધા પોતાને ખબર પડે કે આવું આવે છે, આવું આવે છે. મનમાં વિચાર આવે તે જુએ, વાણીના શબ્દો બધા જુએ અને ચંદુભાઈ શું કરતા હોય તે બધું જુએ એ આત્મા. અને આત્માનું ધ્યાન તો એની મેળે જ રહ્યા કરે, કરવું ના પડે. શી રીતે રહ્યા કરે તે જાણો છો ? “હું શુદ્ધાત્મા છું' એ ધ્યાનમાં રહેવું, એનું નામ શુદ્ધાત્માનું ધ્યાન કહેવાય. તમે અહીંથી મુંબઈ જવાનું નક્કી કર્યું હોય તે પછી હરતાં-ફરતાં, બજારમાં શાક લેવા ગયા હોય, તો પણ મુંબઈ તમારે ધ્યાનમાં હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા: હોય.
દાદાશ્રી : એનું નામ ધ્યાન કહેવાય. આંખો મીંચીને બેસવું, એનું નામ ધ્યાન ના કહેવાય. એ તો એકાગ્રતા કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું” એ તમને ધ્યાનમાં રહે છે થોડો વખત ?
પ્રશ્નકર્તા : હા. નિરંતર રહે છે !
દાદાશ્રી : એ આખો દહાડો નિરંતર રહે, એ શુદ્ધાત્માનું ધ્યાન અને પહેલાં ‘હું ચંદુભાઈ છું’ એ ધ્યાનમાં હતું.
નિશ્ચયથી શુક્લધ્યાત તે વ્યવહારથી ધર્મધ્યાત !
પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞામાં નિરંતર અમે રહીએ, એટલે શુક્લધ્યાનમાં રહીએ છીએ એ વાત સાચી ?
દાદાશ્રી : “હું શુદ્ધાત્મા છું” એ ધ્યાન જેને રહ્યા જ કરતું હોય એ શુક્લધ્યાન જ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધેલા મહાત્માને આ ‘હું શુદ્ધાત્મા છું' એવી અવસ્થા અવારનવાર આવેને ?
દાદાશ્રી : એ અવારનવાર આવે એવું નહીં, એ ધ્યાન હોય છે જ. એટલે તમને નિશ્ચયથી શુક્લધ્યાન થયું. વ્યવહારથી છે તે તમને આ બધાને ધર્મધ્યાન. એ શુક્લધ્યાન તો છે, પણ એ શુક્લધ્યાન સારા પ્રમાણમાં રહે એટલા માટે આજ્ઞાનું પ્રોટેક્શન છે. આ પ્રોટેક્શન આપો તો નિરંતર રહેશે. પેલું વચ્ચે શુક્લધ્યાન છે, છતાંય આજ્ઞામાં ના રહો તો એ ગાફેલમાં જતું રહે !
પ્રશ્નકર્તા : મેલેરિયાના તાવમાં શરીર તરફડતું હોય, એવી સ્થિતિમાંય મહીં પ્રતિક્રમણ જેનું તેનું કર્યા કરીએ, તે કયું ધ્યાન કહેવાય ?
દાદાશ્રી : એ ધર્મધ્યાન કહેવાય. પણ આ પ્રતિક્રમણ કરેને, તો ધર્મધ્યાન એકલું ના હોય, શુક્લધ્યાન સાથે હોય. નિશ્ચયથી શુક્લધ્યાન અને વ્યવહારથી ધર્મધ્યાન એવી જોડી હોય. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહ્યા કરે, ‘હું શુદ્ધાત્મા છું' એ ધ્યાનમાં રહે, એ જ શુક્લધ્યાન કહેવાય છે અને પેલું પ્રતિક્રમણ કરો, એ ધર્મધ્યાન કહેવાય.
શુક્લધ્યાન એટલે “હું શુદ્ધાત્મા છું' એવું કંઈક ભાન વહ્યું, ત્યારથી એ શુક્લધ્યાન કહેવાય છે. એ ધર્મધ્યાનમાં જતું નથી કે આર્તધ્યાનમાં નથી