________________
શુદ્ધ ઉપયોગ
૨૫૭
દાદાશ્રી : ના. એ તો આ તમારે યાદ ના રહે તો વાંધો નહીં. આ
દાદાની સેવા તો, આ તો ગજબની વસ્તુ કહેવાય. એને આત્મા યાદ રાખવાની જરૂર જ નથી.
પ્રશ્નકર્તા : દાદા જ યાદ રહે તે વખતે પછી.
દાદાશ્રી : પણ ભક્તિ શેની થાય છે એ જોવાની જરૂર છે. આત્મા યાદ રહે કે ના રહે, એ તો મેં લક્ષ આપેલું છે, એટલે તમને જ્યારે ત્યારે લક્ષ આવીને ઊભું રહેશે, પણ એ છે તે ભક્તિ કોની છે એ જોવાનું. જેની ભક્તિ કરોને, તે રૂપ થયા કરે.
પ્રશ્નકર્તા : તો તો બહુ ઊંચું જ છે, દાદા.
દાદાશ્રી : હા, તે ઊંચું છે તેથી કહું છુંને આ બધાને કે ભઈ, આ ઊંચું તમને મળી આવ્યું છે. તમારી પુણ્ય જાગી છે. પુણ્યે કો'કની જાગેને ? હું સેવા આપું એવો માણસ નથી. સેવા આપું એવો કાચો માણસ, બિલકુલેય નહીં. પગ ભાંગ્યોને આ નીરુબહેનને સેવા આપવાનું બન્યું. નહીં તો હું આપું નહીં. કોઈનીય સેવા મેં જિંદગીમાં નથી લીધી.
અને તું તો મશીનની ભક્તિ કરું છું. જેની ભક્તિ કરું તે રૂપ થાય. શ્રુતજ્ઞાનની ભક્તિથી જાગૃતિ એકદમ થઈ અને અજવાળું થઈ ગયું. આ મશીનની ભક્તિથી અજવાળું પાછું બંધ થઈ જાય. ભક્તિ શાની કરે છે એ જોવાનું. આત્માનો સ્વભાવ જેની ભક્તિ કરેને, તેવો થઈ જાય. તેથી કહુંને, નીરુબેનની પુણ્ય બહુ જ મોટી જાગી છે. એવું કહું છું તે લોકોને શાથી કહું છું ? નહીં તો કહુંયે નહીંને લોકોને !
પ્રશ્નકર્તા : દાદા, મનેય આજે વધારે સમજાઈ એ પુછ્યું ! દાદાશ્રી : તને સમજાય છે ? જોખમ શેમાં છે ને જોખમ શેમાં નથી
એવું. શેની ભક્તિ કરી તેથી આ અજવાળું થઈ ગયું ? જેવો ચિંતવેને આત્મા તેવો થઈ જાય. આત્માનું મૂળ લક્ષણ એ કે જેવું ચિંતવે, જેની ભક્તિ કરે તે રૂપ થાય. તેથી બધાંને કહું છુંને કે જ્ઞાની પાસે પડી રહેવાનું. પણ કેમ જવા દઈએ છીએ ? ફાઈલો છે એટલે ફાઈલોનો નિકાલ તો કરવો જ પડે.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અને ‘આમને’ જો આમ બીજી જાગૃતિ રહેતી ન હોયને તોય હું ધ્યાન ના આપું, એનું શું કારણ ? કે ખરું કારણ તો સેવાઈ રહ્યું છે. આવું જ્ઞાનીની ભક્તિ-સેવા મળે નહીંને આ કારણ જ ના મળે !
૨૫૮
આત્માનો મુખ્ય ગુણ. આજુબાજુનું જેવું સર્કલ આ દેખ્યું કે તે રૂપ થઈ જાય. જેની ભક્તિ કરે તે રૂપ થઈ જાય. હમણે રસ-રોટલીની ભક્તિ કરે તો રસ-રોટલી જેવો થઈ જાય.
પ્રશ્નકર્તા : આવતા ભવ માટે તે વખતે નવું ચાર્જ થાય ?
દાદાશ્રી : નવું ચાર્જ ના થાય. એની ઉપર આવરણ આવી જાય. નવું ચાર્જ તું કર્તા થઉં તો થાય અને નહીં તો આવરણ આવે બધું. આ આવરણ લાવે, તે પછી દેખાતું બંધ થઈ જાય અને નિરાવરણ થયું તે પેલું શ્રુતજ્ઞાનની ભક્તિથી થયું. આટલાં વર્ષની શ્રુતજ્ઞાનની ભક્તિ કરી એથી નિરાવરણ થયું. ઝબકારો પછી મારે !
મશીનરી તો પોતે જ મશીનરી ભક્તિ માંગે. સિવિલ(ઇન્જિનિયરિંગ) માં મશીનરી ના હોય. સિવિલમાં તો વિચારવાનું હોયને આ બધું, એને જોવાનું ને જાણવાનું એ વધારે રહે.
પ્રશ્નકર્તા : એમાંય થોડુંક તો આવેને, દાદા.
દાદાશ્રી : આવે તો ખરું બધુંય. નુકસાનકારક છે બધુંય. સંસારીભાવ જ્યાં આવ્યો તે બધુંય નુકસાનકારક. કર્તાભાવથી કર્મ બંધાય. તું મશીનરી રિપેર કરું તે ઘડીએ કર્તાભાવ ઉત્પન્ન થતો નથી. એટલે એ કર્મ બંધાય નહીં, પણ આ આનાથી આવરણ આવે. અંધારું ઘોર કરી નાખે એક ફેરો. આવું બધું થતું હોય, તેય પ્રયોગ બંધ થઈ જાય બધાં. કેમ કરીને કોઈ કામ થાય ? બીજું કામ જ કેવી રીતે થાય આ ? અને આ અજવાળું થઈ ગયું, એને આવરણ જ આવે. છતાંય કરવું પડે તો મશીનરી ના હોવી જોઈએ, બીજું બધું હોય તો ચાલે. એ ફરજિયાત કરવું પડે. હિસાબ તો ગોઠવેલો હોય, તે શું કરે ?
જોયું શ્રુતજ્ઞાનનું ફળ કેવું મળ્યું છે ?!