________________
શુદ્ધ ઉપયોગ
મૂકીએ છીએ પણ વીલા નથી મૂકતા આપણે.
દાદાશ્રી : હા. એ તો એની મેળે કુદરતી રીતે રહે છે તમને બધાંને. વીલો નથી મૂકતા. એટલું યાદ રહે છે. એ રહે છે કહેવાય. પેલું રાખવું પડે છે.
૨૫૩
પ્રશ્નકર્તા : દાદા પ્રત્યક્ષ છે એટલે યાદ રહે છે. પણ જ્ઞાન આપ્યા પછી ‘હું આત્મા છું’ એ યાદ રહેવું જોઈએને ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ તો લક્ષમાં હોય જ. જો નગીનભાઈ હોય તે એ પોતાની જાતને જાણતો જ હોય કે નગીનભાઈ તો છું. એટલે . જ કંઈ નગીનભાઈ યાદ રાખવાની જરૂર ના હોય. છે એની યાદગીરી શી ? છે જ.
પ્રશ્નકર્તા : તો પછી આ વીલો મૂકવાનો પ્રશ્ન જ ના આવેને ?
દાદાશ્રી : હા. પણ આપણે જે નથી એને છે માન્યો'તો અત્યાર સુધી અને છે એને નથી માન્યો’તો એટલે આ ફેરફાર થવાથી એને આપણે
રાખવાનો છે.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે પેલો જૂનો અધ્યાસ પાછો વચ્ચે આવે છે ?
દાદાશ્રી : તે એ જ વચ્ચે આવે છેને ત્યારે ! એને લીધે વીલો મૂકાઈ જાય છે. અને પાછું આ મલ્ટિપ્લિકેશનવાળું છે. એક દા'ડો જો સાચવીને રાખો, તો બે દા’ડાની શક્તિ ઉત્પન્ન થઈ જાય. બે દા'ડા રાખો તો ચાર દા’ડાની શક્તિ ઉત્પન્ન થાય. એ સાચવીએ નહીં તો લીક થયા જ કરેને બધું ! શુદ્ધ ઉપયોગ, એક્ઝેક્ટનેસમાં...
આ તો શું કહે છે ? મને ઉપયોગ સરસ રહે છે. એટલે ઉપયોગને હલકી કક્ષાનું કરી નાખ્યુંને ?
પ્રશ્નકર્તા : દાદા, કન્ટિન્યુઅસ નહીં.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, એ કન્ટિન્યુઅસ તો નહીં, પણ મિનિટેય નહીં. ઉપયોગ એ વસ્તુ જુદી છે. એ તો ધ્યાન રહ્યું કહેવાય. ઉપયોગ જેના હાથમાં આવ્યો, તે તો આત્મજ્ઞાની થઈ ગયો કહેવાય. આ તો તમારી કક્ષાનો ઉપયોગ રાખો એમ કહીએ છીએ. એય જાગૃતિ રહેને પોતાને.
૨૫૪
તારે ઉપયોગ રહ્યો હતો ? એને ઉપયોગ કહેવાય નહીંને ! એ તમારી કક્ષામાં તમે માનો. તારી કક્ષા જુદી, એની કક્ષા જુદી. બધાની કક્ષા જુદી જુદી. પણ એ કક્ષાનો રહે તો સારું. પણ બહુ એવું સમજી ના લેવું કે આ મને ખરેખર ઉપયોગ રહે છે. નહીં તો પછી ઉપયોગમાં જવાશે નહીં આગળ.
તું કહું કે મને કાલે આખો દિવસ ઉપયોગ રહ્યો સારો. તું કહું તો સાંભળું નહીં. હું જાણું કે શેનેય ઉપયોગ કહેતો હશે આ ? શેને કહેતો
હશે ?
પ્રશ્નકર્તા : આ જાગૃતિ રહે, ધ્યાન દાદાનું રહે, દાદાએ વાત કહી
તે યાદ રહે તેને ઉપયોગ કહે.
દાદાશ્રી : હા, તે જ કહું છું. એ તો ધારણ કર્યું એટલું. ધારણ કરવાની શક્તિ ઉત્પન્ન થઈ. એને ઉપયોગ માની ના લેશો. એ તો સહુ સહુને ગજા પ્રમાણેનો ઉપયોગ હોય.
પ્રશ્નકર્તા : હા, જે દરઅસલ ઉપયોગ છે, એ પાછો જુદો છે !! દાદાશ્રી : એને સમજાયું હશે, હું શું કહેવા માગું છું તે ? પ્રશ્નકર્તા : આ એવું સમજાયું હશે કે જે હું માનું છું, એમાં ભૂલ છે. ઉપયોગ જુદી વસ્તુ છે.
દાદાશ્રી : એ તો ધારણ કરેલી વસ્તુ લક્ષમાં આવી એ. એક વખત તો ધારણ કરવાની શક્તિઓ નથી ને તમારામાં ! ધારણ કરવાની શક્તિ એટલે તો જેટલું હું બોલું એટલું બધું ધારણ થઈ જાય તે પછી જાય નહીં, આઘુપાછું ના થાય. સહુ સહુની ભાષાનો ઉપયોગ માની બેઠાં છે. મૂળ