________________
આપ્તવાણી-૧૧
૧૩૭ પ્રશ્નકર્તા : આમાં તો અંદરનું પરમાણુ ક્યાંય હલવું ન જોઈએ.
દાદાશ્રી : એક પરમાણુ હલવું ના જોઈએ. એ જ વાત હોવી જોઈએ. જગત આખું ભડકીને પરસેવો હલ થઈ જાય, વગર ઉનાળે ! શિયાળાના દહાડે પરસેવો થાય.
પ્રશ્નકર્તા : થાય, થાય !
દાદાશ્રી : મારી ઠોકીને કડક કરું છું કે, મારી જોડે બેસી રહેલાં બધાં. આમથી આમ અથાડું, આમથી આમ..
પ્રશ્નકર્તા : બીવા જેવું કંઈ છે નહીં. દાદાશ્રી : હં. ભય રાખવા જેવી ચીજ જ ક્યાં છે !
જ્ઞાતી સદા નિષ્પક્ષપાતી !
આ ભઈને ઘણીવાર સમજણ પાડતો હતો કે “અલ્યા ભઈ, પક્ષપાત અમને ના હોય.' ત્યારે કહે, ‘દાદા તમે પક્ષપાત કરો છો.' અલ્યા, ના હોય અમને પક્ષપાત. અમે તો કશામાં હોઈએ જ નહીં. અમારે તો જે હોય એવું મહીં નીકળે અમારું. અમારી વાણી વ્યવસ્થિતના આધીન નીકળ્યા કરે. એને અમારે લેવાદેવા ના હોય. અમે ય પોતે જ કહીએ છીએ, ‘ટેપરેકર્ડ છે. એ અમે ક્યાં એના માલિક છીએ તે !' એની ઉપર તોલ કર્યા કરે, તો પછી ઊંધું બફાય. પછી હવે તોલ કરે છે તે ય ખોટું નથી.
પ્રશ્નકર્તા : વાણી-વર્તન-વિચાર જે કંઈ થાય તે બધું વ્યવસ્થિત હિસાબે જ છે.
૧૩૮
આપ્તવાણી-૧૧ એટલે અમને એની અસર થાય નહીં. અમે તો બાજુએ મૂકી દઈએ. ‘બરાબર છે, કરેક્ટ છે.’ એવું હતું કહીએ. કારણ કે વ્યવહાર જેવો હતો એવો બોલે છે. એમાં કંઈ નવું બોલતો નથી. અને તે વ્યવહાર વ્યવહાર જ છે. એની કશું આપણે લેવાદેવા નથી, આપણે શી વગર કામની ભાંજગડ ?! એ તો આપણે છોડ્યો હવે, આપણે એનાથી છેટા રહીને બીજે ગામ જવું છે, હવે આની જોડે આપણે લેવાદેવા નથી, તો એમાં પાછું મહીં હાથ ઘાલીને શું કામ છે ?
એ જોઈ લેવું રોજ સવારમાં. જો એ દર્શનમાં ફેર પડ્યો તો જાણવું કે પક્ષમાં પડ્યા. એક ક્ષણવારે અમે કોઈના પક્ષમાં પડેલા હોઈએ તો તો વીતરાગતા જતી રહે. અને વીતરાગતા જતી રહે તો આ વાણી બોલીએ છીએને, એ બંધ થઈ જાય. વિરોધી ગમે એવું ખરાબ બોલતો હોય તો યુ એનો વિરોધ નહીં જરા ય..
કોઈના પક્ષમાં અત્યાર સુધી પડ્યા જ નથી અમે. પક્ષમાં પડીએ તો અમારી વાણી બંધ થઈ જાય. દર્શન જુદી જાતનાં થાય.
પ્રશ્નકર્તા : ફેર પડી જાય.
દાદાશ્રી : નહીં, એ લેવલ વગરનાં દર્શન થાય ! થયેલા ખરાં કોઈ દહાડો, લેવલ વગરનાં દર્શન ? તે ય પાછું મહીં કો'કને લાગી જાય છે. એકાદ જણે તો એવું કહ્યું, મને દર્શનમાં થોડા દાદા ફેર દેખાય છે. મેં કહ્યું, ‘ફરી હજુ જો જો કર, ફરી દર્શન કર કર કરજે. ફેર ના થાય, અલ્યા મૂઆ !” કારણ કે એટલું બધું કલ્પના કરી નાખેલી હોય, સાયકોલોજીકલ ઇફેક્ટ, તે પછી એ પાછું ઊંધું ય દેખે. બાકી આમ ના દેખાય. વીતરાગતા ચોક્કસ દેખાય. કારણ કે આંખમાં છે તે દુરાચારી હોય તેની આંખ દેખાય. લુચ્ચો હોય તેની આંખ ઓળખાય. કપટી હોય તેની આંખ ઓળખાય અને વીતરાગીની આંખ તો બહુ જ ઓળખાય. તમે કપટીને ઓળખી કાઢો કે નહીં ? શું વાત કરો છો ? ત્યારે વીતરાગી ના ઓળખાય ? બધું ઓળખાય.
અને મેં જે જ્ઞાન આપ્યું છે ને કે એ બોલતો નથી, વ્યવસ્થિત બોલે છે આ. આ વાણી જે હું બોલું છું. તેનો હું લાભ ખોળતો નથી કે ભઈ,
દાદાશ્રી : હું ય વ્યવસ્થિત જાણું અને તમારે ય વ્યવસ્થિત જાણવાનું. કોઈ બોલે કે ‘તમે પક્ષપાતી છો', તો ય પણ મને એમાં કંઈ અસર થાય નહીં. હું જાણું કે “એ વ્યવસ્થિત છે. એ જે બોલે છે તે ય વ્યવસ્થિત', એટલે અમને અસર થાય નહીં ને ! અમે તો તરત જ સમજીએ ને કે ‘આ વાણી ય વ્યવસ્થિત. ત્યારે બીજાની વાણી વ્યવસ્થિત નહીં ?”