________________
આપ્તવાણી-૧૧
૧૦૩ ટીપાં પડ્યા કરે.
પ્રશ્નકર્તા : પણ તે જ્ઞાનથી ફરક પડી ગયો.
દાદાશ્રી : બધો ફરક પડી જાય. જ્ઞાનથી ફરક ના પડે તો એ જ્ઞાન એ જ્ઞાન નથી. એક કલાકમાં ફરક પડવો જોઈએ, જ્ઞાન તો એનું નામ જ કહેવાય.
પ્રશ્નકર્તા : હમણાં જ એક બનાવ બન્યો છે. મારા રિલેટીવ છે, સારું કમાય છે તો એમને નોકરી મળી છે છતાં અમારે ઘેર આવીને રહ્યા છે. તો હવે ભાવ બગડ્યો કે હવે એમણે એમનું ઘર શોધી લેવું જોઈએ. દોઢ મહિનો થઈ ગયો અને એવું લાગે છે કે આપણા ઘરમાં જ રહેશે.
દાદાશ્રી : એ ભાઈ સમજતા નથી ?
પ્રશ્નકર્તા : ના. એને જો મફતનું રહેવાનું ને ખાવાનું મળે તો એ ભાઈ ના ખસે.
દાદાશ્રી : તમે જેવું માનો છો એવું કંઈ હોતું નથી, ફક્ત તમારા આ હિસાબ. તમારા બોલવાથી જાય એવા હશે, તો તમારે ધીમે રહીને કહેવું, ‘તમારે તો સારો પગાર છે, જગ્યા-બગ્યા ખોળી કાઢીએ તમારે માટે.’ એમ કરીને કહેવું. ત્યારે કહે, ‘ખોળી કાઢો.” એટલે એનો ઉકેલ આવે. એને એમ તો ન જ કહેવાયને, ‘તમે જાવ. અમારે ત્યાંથી જાવ.” કારણ કે વ્યવસ્થિતનો નિયમ છે કે કોઈ ના બોલે તો ય જતા જ રહેવાના છે. ચાલે જ નહીંને કોઈનું ય. અહીં લોકોને જીવવું છે તો પણ જવું પડશે ને ?
૧૦૪
આપ્તવાણી-૧૧ પર પ્રતિક્રમણ થયું.
દાદાશ્રી : એમણે ઘર શોધી લેવું જોઈએ, એ વસ્તુ જાય છે. પણ ન્યાય ને કર્મના ઉદય બે જોડે ના થઈ શકે. ન્યાય તો આપણે જાણવાનો છે. કો'કને ત્યાં ગયા હોય, તો આ ન્યાય આપણને કામ લાગે કે આપણે બીજું ખોળી લેવું જોઈએ. પણ એના ન્યાય પ્રમાણે ચાલશેને, એને જે ન્યાય સમજણ પડી છે એ પ્રમાણે ! એટલે તમારે સમજીને કહેવાય, આમ સમજીને. તમારે મહીં આમ કહેવું કે ‘ચંદુભાઈ, આસ્તે રહીને એને દુઃખ ના થાય એવી રીતે વાતચીત કરજો.’ બાકી જો ધીરજ રહેતી હોય તો ચલાવી લેવું પડે. એનું નામ જ તપ કહેવાય ને ! તપ થાય નહીં ત્યારે કરવાનું ય શું ?
પ્રશ્નકર્તા : પણ આપણને એમ થાય કે કોઈને જરૂર હોય, કોઈ ઇન્ડિયાથી આવ્યો હોય, નોકરી-ધંધો ના હોય, તો આપણે ત્યાં છ-બાર મહિના રહે તો ય વાંધો નથી, પણ જેને આટલું બધું છે એણે તો એનું શોધવું જ જોઈએ.
દાદાશ્રી : એ બુદ્ધિ કૂદાકૂદ કરે છે. આપણે એને જાવ એમ ના કહેવું. એની પાસે કશું છે નહીં, એટલે રહ્યો છે. જો આપણાથી સહન થાય એવું હોય તો, ના સહન થાય એવું હોય તો તો કહી દેવું. બાકી પેલી બુદ્ધિ, આપણી બુદ્ધિ કૂદાકૂદ કરે છે. એ કાયદાનો ભંગ નથી કરી રહ્યો. તમે ભંગ કરી રહ્યા છો કાયદાનો. એ તો કોઈ કાયદાના આધારે રહ્યો છે, વ્યવસ્થિતના.
પોતે “પોતાને' ઠપકો, તો થાય બંnતો છૂટકો !
પ્રશ્નકર્તા : પણ એવો ભાવ બગડી જાય છે. મારો.
દાદાશ્રી : ભાવ તો બગડી જ જાય ને. પેલી બુદ્ધિ ખરીને કે આ આટલું કમાય છે ને આમ ને તેમ, બુદ્ધિ તોલ કાઢે ને ! જ્ઞાન અહીં જ જોવાનું છે ને !
જે વ્યવસ્થિત થતું હોય તેનું અવ્યવસ્થિત આપણે ના કરવું.
પ્રશ્નકર્તા: વ્યવહારમાં કો'ક વખત હજી એવું થઈ જાય છે તો શું કરવું ?
દાદાશ્રી : સાંજે ચંદુભાઈને થોડો ઠપકો આપવાનો, એવું એકાદ મહિનો ઠપકો આપીએ એટલે બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : ભાવ બગડ્યોને કે એમણે એમનું ઘર શોધી લેવું જોઈએ. ત્યારે અંદર તો થઈ ગયું કે ખોટું થાય છે. ત્યારે એ જ મોમેન્ટ