________________
સંજોગ મૂલા જીવેણ, પત્તા દુખ્ય પરંપરા ; તન્હા સંજોગ સંબંધમ્, સવમ્ તિવિહેણ વોસિરામિ.
હું એક શાશ્વત આત્મા છું. એ સિવાયના બીજા બધાં જ મારા બાહિરાભાવા એટલે કે બાહ્યભાવો છે અને તેનું લક્ષણ છે સંયોગ સ્વરૂપ ! સંયોગ વિયોગી સ્વભાવના જ છે. એટલે કે સંયોગ આવે ને જાય, આવે ને જાય ! સંયોગ માત્ર દુ:ખદાયી છે. સારા સંજોગ ચાલ્યાં જાય તો ય દુઃખ થાય ને ખરાબ સંજોગ આવે તો ય દુઃખ થાય !
અજ્ઞાને કરીને ભેળાં કરેલાં સંયોગોને હવે જ્ઞાન કરીને ઊકેલવાનાં. ધોલ વાગી તે વ્યવસ્થિત છે, ‘હું શુદ્ધાત્મા જ છું. મને ક્યાં મારે છે ત્યાં જ્ઞાન હાજર થયું કે એ ઓગળી જાય !
જેવા ભાવ કર્યા તે પ્રમાણે થાળીમાં ખાવાની ચીજોના સંજોગ ભેગા થાય. તેને આપણે જુદા રહીને ‘જોઈને’ નિકાલ કરી નાખવાનો !
જ્ઞાન પછી અંતર તપ મહત્વનું છે. દાઢ દુખે, હાર્ટમાં દુખે ત્યાં પોતે જુદા રહીને ‘જોવાનું ને સમભાવમાં રહેવાનું. જેટલાં દુ:ખના દહાડા આવે છે તે ય જતા રહેવાના ને સુખના દહાડા ય જતા રહેવાના. બધા ટેમ્પરરી છે. આપણે શુદ્ધાત્મા માત્ર પરમેનન્ટ છીએ,
કળિયુગમાં તો ઘેર બેઠાં જ તપ છે. બૈરીનું બોસીંગ, છોકરાંના છમકલાં, બોસ બરાડે, એ તપમાંથી ક્યાં નવરો પડે કે બીજા તપ ખોળવાની જરૂર ? આ જ તપમાં સમભાવમાં રહે તો કર્મથી છૂટી જાય !
કર્તાભાવ છૂટે તો થાય બંધ સર્વે બાહિરાભાવા ! જ્ઞાન પ્રાપ્તિ પછી જો ડખોડખલ થઈ જાય તો શું કર્મ ચાર્જ થાય ? ના થાય. કારણ કે હું કર્તા છું” એ ભાન ના હોય ને ? એ હોય તો જ કર્મ ચાર્જ થાય. હા, ડખોડખલ કરે છે તેટલો સમય એનું સુખ આવરાય. ડખોડખલ ના થાય તો પ્રકૃતિ સહેજે વિસર્જન થાય. ‘જ્ઞાનવિધિ'માં પ્રકૃતિનો વરાળ અને પાણી સ્વરૂપનો ભાગ તો જ્ઞાનાગ્નિથી ભસ્મીભૂત થઈ જ જાય છે. બરફ રૂપની પ્રકૃતિ રહે છે જે આજ્ઞામાં રહેવાથી હેજાહેજ ખપી જાય છે. ઘણીવાર કર્મ ઉદયનો મોટો ફોર્સ હોય તો જાગૃતિ ખસી જાય, એટલે કર્મ ખપે નહીં, એટલે એ ટાઈમ ગયો, પણ ફરી ખપાવવી રહી. બીજી વાર ઉદય આવે ત્યારે વાત. માત્ર એને “જોયા’ કરવાથી
ઉકલી જાય ! પણ ક્યારેક જોવાની જાગૃતિ ના રહે તો લોચો પડી જાય.
(૪) વ્યવસ્થિતતી વિશેષ વિગત અક્રમ જ્ઞાન પામ્યા પછી શું સૂક્ષ્મ અહંકાર રહી શકે ? ના. જે અહંકાર દેખાય છે, જેના આધારે સંસારી કામો બધાં થાય છે એ માત્ર ડિસ્ચાર્જ અહંકાર છે, ચાર્જ અહંકાર સંપૂર્ણ જાય છે.
સૂઝ એ એક એવી કુદરતી બક્ષીસ છે કે માણસ જ્યારે અટકે ત્યારે સૂઝ અજવાળું ધરી રસ્તો દેખાડે છે ! પછી અવળું કે સવળું ગમે તે પ્રકારનું કાર્ય હોય ! સૂઝ તો બન્નેમાં મદદરૂપ હોય છે. સૂઝ એ આગલા અનેક અવતારોના અનુભવનો સ્ટોક ! એને ઉપાદાન કહ્યું !
સૂઝ એ ચાર્જ ય નથી ને ડિસ્ચાર્જ ય નથી. એ વ્યવસ્થિત નથી. ડિસ્ચાર્જ માત્ર જ વ્યવસ્થિત છે. અને સૂઝ તો જરૂર પડ્યે એનો ભાગ ભજવી આપે આખી એવીને એવી જ રહે છે.
સૂઝ એ સૂર્યનારાયણ જેવું છે. વાદળાં આવી જાય કે ખસી જાય એમાં સૂર્યને કંઈ લેવાદેવા નથી. પોતે સ્થિરતામાં રહે તો નિયમથી એને સૂઝ પડી જ જાય. ‘ચાર્જ વખતે કર્તા જુદો અને ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો છે.'
- દાદાશ્રી અજ્ઞાનદશામાં ‘હું કરું છું’ એ ભાન હોય, તેથી ‘પોતે’ કર્તા પદે ચાર્જ કરે છે. અને ડિસ્ચાર્જ વખતે ‘વ્યવસ્થિત’ કર્તા હોય છે. પણ ડિસ્ચાર્જ વખતે પાછો ભ્રાંતિથી ‘હું કરું છું” એ ભાનથી નવું ચાર્જ કર્યા વિના રહેતો નથી. જ્ઞાન દશામાં ‘વ્યવસ્થિત’ કર્તા છે, ભાન હોવાથી નવું ચાર્જ થતું નથી. સંપૂર્ણ ડિસ્ચાર્જ જ હોય.
નિશ્ચય કર્યો એટલે ડિસ્ચાર્જમાં ફેરફાર થાય ? પૂર્વનો ચાર્જ નિશ્ચય થયેલો હોય તે અત્યારે ડિસ્ચાર્જ નિશ્ચય થઈને આવે અને તો જ ડિસ્ચાર્જમાં ફેરફાર થાય, અન્યથા નહીં.
જ્ઞાન પછી નિશ્ચય થાય કે ના થાય, બેઉ પૂર્વનો ડિસ્ચાર્જ છે. કેવો નિશ્ચય થાય છે તેના પર વ્યવસ્થિત છે. માટે શું થાય છે તે જુઓ !
13