________________
ઉપોદ્ઘાત
ડૉ. તીરુબહેત અમીત
(૧) શમાવવું સમજમાં વ્યવસ્થિત !
સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી પોતે ‘શુદ્ધાત્મા’ પદમાં આવી જાય છે. પોતાનું સ્વરૂપ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. સંસારી કોઈ ચીજનો પોતે કર્તા જ નથી, એ સંપૂર્ણપણે દર્શનમાં આવી ગયા બાદ, હવે સંસાર વ્યવહાર કઇ રીતે ચાલે છે તે સમજવું એટલું જ અગત્યનું થઇ પડે છે ! અત્યાર સુધી જાત જાતની ભ્રાંતિમાં અટવાયા કરતા હતા, ઘડીકમાં ‘હું કરું’, ઘડીકમાં ‘બીજો કરે’, ‘ભગવાન કરે’, ઇ. ઈ. ડગલે ને પગલે રોંગ બિલિફમાં રાચતા હતા. ખરેખર કોણ કરે છે ? આ જગતમાં કોઇ સ્વતંત્ર કર્તા નથી. માત્ર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસથી જગત ચાલે છે. જેને ગુજરાતીમાં પૂજ્યશ્રીએ ‘વ્યવસ્થિત શક્તિ’ ચલાવે છે એમ કહ્યું છે. અક્રમ વિજ્ઞાનના બે કલાકના ‘જ્ઞાનવિધિ’-પ્રયોગ બાદ ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ ને ‘ચંદુભાઈ’ પોતાના (મન-વચનકાયા-માયાનું પૂતળું), એ બે છૂટું પડ્યા પછી શુદ્ધાત્મા પોતે પુદ્ગલ માત્રથી સ્વતંત્ર બને છે. અને વ્યવહાર બધો ‘વ્યવસ્થિત' શક્તિના આધીન ચાલ્યા કરે છે. જે માત્ર ડિસ્ચાર્જ સ્વરૂપે જ છે. હવે ભેદજ્ઞાન પછી નવું ચાર્જ થતું નથી.
જગતને અનાદિકાળથી વ્યવસ્થિત શક્તિ ચલાવે છે અને નિરંતર વ્યવસ્થિત જ રાખે છે. ક્યારે ય પણ અવ્યવસ્થિત થવા દેતું નથી. સૂર્ય, ચંદ્ર, તારા બધાંને ‘વ્યવસ્થિત’ શક્તિ ‘વ્યવસ્થિત' જ રાખે છે.
નોકરના હાથમાંથી મોંઘા ભાવના કાચનાં કપ-રકાબીઓ ફૂટી ગયાં તો કોણે તોડ્યાં ? કોઈ જાણી જોઈને ફોડે ? ફોડનાર છે ‘વ્યવસ્થિત’ શક્તિ ! જો વ્યવસ્થિત શક્તિ એ ના તોડે તો કાચનાં કારખાનાંઓનું શું થાય ?! એટલે ‘વ્યવસ્થિત’ કહેતાં જ મહીં સમતા રહેશે. નહીં તો અકળામણ, આર્તધ્યાન, રોદ્રધ્યાન થયા વગર ના રહે.
આ વ્યવસ્થિત શક્તિ રજા લે તો રસ્તામાં પચાસ ટકા લોક કચડાઈ જાય ! વ્યવસ્થિતનું જ્ઞાન આપણને ભયમુક્ત રાખે છે. ચિંતા, ઉપાધિ, ટેન્શન સદંતર ગેરન્ટીથી બંધ કરાવી દે છે ! ડખો જ બધો ઊડી જાય છે !
9
મંદિરમાંથી બહાર નીકળ્યા ને બૂટ ગયા તો ? ‘વ્યવસ્થિત !’ સુંદર રસોઈમાં માત્ર કઢી ખારી થઈ તો મોઢું બગાડે, તે એમાં રસોઈ કોણે કરી ? વાઈફે કે વ્યવસ્થિતે ? જે દહાડે જમવાનું ઠેકાણું ના પડ્યું તે દહાડે ‘વ્યવસ્થિત’ કહી ને ઉપવાસ ! પ્રાપ્ત તપને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો !
છોકરો મરી જાય તો ય ‘વ્યવસ્થિત’નું જ્ઞાન સમજી જાય એને સંપૂર્ણ સંતોષ રહે. જરાય પેટનું પાણી પણ ના હાલે !
ભર્તૃહરી રાજાનું નાટક ભજવતી વખતે પોતાને અંદર ખ્યાલમાં જ હોય કે ‘ખરેખર હું રાજા નથી’, પણ ‘હું લક્ષ્મીચંદ તરગાળો છું અને ઘેર જઈને મારે ખીચડી ખાવાની છે', એ કંઈ ભૂલી જાય ?! નાટક પૂરું થાય એટલે પેલી રાણીને કહે કે ‘ગ્લેંડ મારે ઘેર' ?! એને તો ખ્યાલમાં જ હોય કે આ નાટક છે ! અને પેલો મેનેજર મારી પાસે કરાવે છે. એવી રીતે અહીં વરનો, બાપનો, દીકરાનો કે શેઠનો રોલ ભજવતી વખતે મહીં નિરંતર ખ્યાલમાં જ રહે કે ‘હું તો શુદ્ધાત્મા છું’ અને ‘ચંદુભાઈ’ના રોલ છે અને આ બધું કરાવે છે ‘વ્યવસ્થિત’ શક્તિ ! ચંદુભાઈ, અનાત્મવિભાગ આખો વ્યવસ્થિતમાં તાબામાં છે, પ્રકૃતિ વ્યવસ્થિતને વશ છે. શુદ્ધાત્માને ‘વ્યવસ્થિત’ સ્પર્શતું નથી. મન-વચન-કાયા, વિચારો, બુદ્ધિ વિ. બધું જ વ્યવસ્થિતને આધીન છે, સ્વાધીન નથી.
આ અક્રમ વિજ્ઞાન છે. ‘વ્યવસ્થિત’નું વિજ્ઞાન તો તરત ફળ આપનારું છે. અત્યાર સુધી તો અવળી માન્યતા હતી કે ‘આપણા કર્યા સિવાય કશું થાય જ નહીં.' પણ દેહાધ્યાસ છૂટતાં જ બધી જ રોંગ બિલિફો ફ્રેક્ચર થઈ જાય! જ્યાં પોતાનું કર્તાપણું છૂટે, ‘વ્યવસ્થિત કર્તા છે’ એવું ફીટ થઇ જાય એટલે પ્રકૃતિ સહજતામાં વર્તે. એટલે પછી વ્યવહાર પણ સહજભાવે ઊકલ્યા જ કરે ! વિજ્ઞાન સહજભાવે ફળે ! ડ્રામેટિક રહી સંસાર ઉકેલવાનો રહે. એટલે આપણે ચંદુભાઈને (પોતાની જાતને જ) ચેતવ ચેતવ કરવાના ને કામ કરાવવાનું. જાતે કરીએ તો કંટાળો આવે ને થાક લાગે, જુદા રહીને ચંદુભાઈ પાસે કરાવડાવીએ તો કશું ના અડે. પછી ‘કરવું પડે છે’ કે ‘કરવા જેવું નથી' એવું કશું જ બોલવાનું ના રહે.
(૨) સ્વકર્તા મીંચે ‘વ્યવસ્થિત' કર્તા !
‘મેં કર્યું’ એવુ થયું કે કર્તા થયા. કર્તા થાય તેની જોખમદારી ઊભી થાય. ‘આ મેં કર્યું’ એમ થયું કે કર્મનો પોતે આધાર આપ્યો એટલે કર્મ બંધાય. ‘હું
10