________________
આપ્તવાણી-૧૧
৩
હિસાબ તો લઈને આવ્યો હશેને ? દાઢી કરવાની ઈચ્છા નથી તો ય થયા કરે છે. ત્યારે રોટલા નહીં મળે ? એક ઘડીમાં જો કદી આ પ્રકૃતિ રિસાયને તો આ ઊઘાડી આંખે લાઈટ બંધ થઈ જાય બિલકુલ, એવું આ જગત છે. તો લાઈટ ચાલુ રહે છે, તો કેમ રોટલા નહીં મળે ? એટલે કશાની ફીકર ચિંતા નહીં, વ્યવસ્થિત એવું છે ને, બધું લઈને આવેલું છે તમારું. એટલે ફિકર-ચિંતા જેવું છે નહીં.
છતાં વ્યવસ્થિત ઉપર બેસવું નહીં કોઈ દા'ડો ય. વ્યવસ્થિતને આપણી ઉપર બેસાડવું. એની ઉપર બેસવું નહીં. એની ઉપર બેસો તો તો વેશ થઈ પડશે. વ્યવસ્થિત સંભારવાનું ના હોય. જ્યારે ખાવાનું ના મળે તે દા'ડે છે તે વીતરાગ ભગવાનનું કહેલી આજ્ઞા આરાધનપૂર્વકનું ઉપવાસ. આ તો મળે, તે દા’ડે કહેશે, ‘આજે મારે ઉપવાસ છે.’ બીજે દા’ડે ઠેકાણું ના હોય, ત્યારે પછી અમુક અમુક મૂક્યું, ત્યારે કષાય કર્યા કરે, ‘આ કંઈથી વ્હોરી લાવ્યા આવું ? આ ઠંડા રોટલાને આ બધું ?’ ત્યારે મૂઆ કષાય કરવાં હોય તો ઉપવાસ ના કરીશ, અને ઉપવાસ કરવા
હોય તો કષાય ના કરીશ. કષાય માટે ઉપવાસ નથી કરવાનાં. કષાય કાઢવા માટે ઉપવાસ કરવાનાં છે.
બે વાગે સુધી ખાવાનું ના મળ્યું હોય, તો ચીઢાય ચીઢાય કર્યા કરે, એ ય, કોઈ આ ગામમાં હોટલે ય સારી નથી. આ ગામ જ ખરાબ છે.’ અલ્યા, મૂઆ, તું ગામને શું કરવા વગોવે છે વગર કામનો ! એના કરતાં કહી દેને, કે ‘ભઈ, હવે સાડાબાર થઈ ગયાં, એક થઈ ગયા, જે મળે તે ખઈ લેવું છે'.
‘વ્યવસ્થિત'તી તાવડીએ સંસાર પાર...
એટલે વ્યવસ્થિત જ બધું તમારું ચલાવી લે છે. તમને જે જોઈશે એ તમારી પાસે આવીને ઊભું રહેશે. તમને જે ચીજની ઇચ્છા થાય તે ચીજ તમારી પાસે આવીને ઊભી રહે, તમારે મહેનતે ય ના કરવી પડે એવું આ ‘જ્ઞાન’ છે. અલૌકિક વિજ્ઞાન છે. એટલે આપણે તો અહીં કામ કાઢી લેવાનું છે.
પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત સમજ્યા પછી કોઈ વાતનો તાંતો નથી
८
રહેતો.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : પછી તો ડખો જ ના રહેને. આ વ્યવસ્થિત અમે જોઈને બોલ્યા છીએ.
એટલે બહારની વાતમાં તમારે ચિંતા જ કરવાની નથી. તમે
તમારા સ્વરૂપમાં રહો, નિરંતર ! તમારા હિસાબસર બધું તમારી પાસે આવશે. મારે પણ બધું હિસાબસર જ આવે છે. આવો કળિયુગ છે, દુષમકાળ છે, મુંબઈ જેવી મોહનગરી છે, છતાં પણ મને કશું અડતું નથી. ને નિરંતર સમાધિ, વીસ વર્ષથી નિરંતર સમાધિ રહ્યા કરે છે. બોલો હવે, અત્યારે આ મોહમયીનગરીમાં આવું હોતું હશે ! પણ આ વિજ્ઞાન જ જુદું છે, અક્રમ વિજ્ઞાન છે, તરત જ મોક્ષફળ આપનારું છે.
તમારે કંઈ ચિંતા-ઉપાધિ ખરી ?
પ્રશ્નકર્તા : હવે ચિંતા કરવાનું જે હતું તે તો વ્યવસ્થિતમાં બધું જતું રહ્યું ને ? વ્યવસ્થિત જ બધું કરે છે એટલે પછી ચિંતા ગઈ.
દાદાશ્રી : અને સંસાર તો તમે દાદા થયા ત્યાં સુધીનો સંસાર લાંબો હશેને ? કંઈ ટૂંકો નથી.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ તો આટલી નાવડીમાં બેસી ગયા કે સામે કિનારે. સ્ટીમર આવે ક્યારે ને દહાડો ક્યારે વળે આપણો ? એટલે વ્યવસ્થિત એ નાવડી છે એક નાની. આરપાર ઊતારી દે. એટલે કહ્યું છે ને છોડી ઊઠાવી જાય તો ય વ્યવસ્થિત છે !
એકનો એક છોકરો મરી જાય તો ય સંતોષ રહે. વ્યવસ્થિત સમજી ગયો હોય, જ્ઞાનને સમજે તો કામ થઈ જાય, ના સમજે તો પછી એવું. આ વ્યવસ્થિત જો સમજે તો એની પર સંતોષ રહે. આ પાંચ અબજનો હીરો, આપણને સમજણમાં, ભાનમાં આવે, જ્ઞાનમાં આવે, ત્યારે એ કામ ચાલે. નહીં તો એમ ના ચાલે. એ જો શંકા આપે ને, તો એક દહાડો ય ઊંઘ ના આવે.