________________
આપ્તવાણી-૧૧
૨૭૩
એમિટ કરેલા કે આ લેવલ આટલે સુધીનું સત્ય, આ લેવલ આટલે સુધીનું સત્ય છે, એવું સમજાયેલું. પણ આ પૂર્ણ લેવલ નહીં, પૂર્ણ લેવલ વીતરાગો એકલા જ સમજ્યા છે. આ સંપ્રદાયો ય નથી સમજ્યા એટલું. કારણ કે આ તો જુદું દેખાડેને, ભેદ દેખાડે ને બળ્યાં !
પ્રશ્નકર્તા : આપ કહો છો, એવી રીતનું વ્યવસ્થિત સાધુ-સંતોએ જોયું નથી, ત્યારે તમે વ્યવસ્થિતમાં શું જોયું છે ? એ વાત હજી કંઈ અંદર રહી છે. આ સાધુઓ બધાય એમ જ તો કહે જ છે થવાનું છે એ થવાનું છે.
દાદાશ્રી : નહીં, આ અમે તો આ વ્યવસ્થિત, આ જગત કેવી રીતે ચાલે છે, અને કોણ આમાં નિમિત્ત છે, એ શોધાય તો જ આ જગત મોક્ષમાર્ગને પામે, નહીં તો મોક્ષમાર્ગ પામે નહીં.
કારણ કે પછી પાછું બહાર નીકળ્યા પછી વિકલ્પ, ‘આ શું થઈ જશે ? આમ થઈ જશે !' વાદળા ચઢ્યા હોય તો કહેશે, ‘થોડોક વરસાદ પડશે તો શું થશે ?’ આ તો વ્યવસ્થિતનું જ્ઞાન હાથમાં આવી ગયું એટલે પછી વાંધો નહીં. ‘પડશે તો ય વ્યવસ્થિત, નહીં પડે તો ય વ્યવસ્થિત’ કરીને સમાધાન રહે. એટલે આ અમારી શોધખોળ છે.
પ્રશ્નકર્તા : પણ તમે એનું આખું દર્શન જોયું હશે ને ! આ વ્યવસ્થિતનું આખું કોઈ દર્શન !
દાદાશ્રી : હા. એ દર્શન જોયા પછીનું આપેલું છે. આ એ અમારી ફૂલ(પૂર્ણ) સમજમાં આવ્યા પછી અમે આપેલું છે.
હા, દર્શન ને પછી એના શબ્દો ય મેં આપ્યા. પછી જણાવી શકાય એવું નથી, એ દર્શન, એટલે પછી શબ્દરૂપે જેટલું જણાવી શકાય એટલું અમે જણાવ્યું. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એમાં તો બધું બહુ આવે છે એ વસ્તુ ! અને આ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, એવું એને અમે એકઝેકટનેસ આપીએ છીએ. વ્યવસ્થિત તમે બોલશો, એ વ્યવસ્થિતને જો યથાર્થ વાપરો તો તમને કોઈ જાતનું બોધરેશન નહીં રહે. તમને મહીં નિરાકૂળતા વર્તશે. નિરંતર સમાધિ રાખે એવું છે.
પ્રશ્નકર્તા : સમાધિ આવી જાય એમાં શંકા નથી કોઈ !
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : અને એ વ્યવસ્થિતના જ્ઞાન વગર તો, આ લોક મોક્ષમાર્ગ બહુ પામતાં નથી, એનું કારણ જ એ છે. તે આ ઘણાં કાળની અમારી શોધખોળ, કે મને તો પહેલું આ જડે તો જ આગળ ચાલવું છે, નહીં તો ચાલવું નથી એ નક્કી કરેલું, મોક્ષે જવું નથી ત્યાં સુધી. આ શેના આધારે ? કોણ ચલાવે છે આ ?
૨૭૪
તો પછી કર્તા કોણ છે ? કેવી રીતે ચાલે છે જગત ? એ એનું આ સરવૈયું આવ્યું છે. આ કાળમાં ધન્યભાગ્ય છે કે આ સરવૈયું આવ્યું. જગત સમજે તો કામ કાઢી નાખશે એવું છે. હે ય ! નિરાંતે સૂઈ ગયા. વ્યવસ્થિત કરીને, ના ગમતો માણસ આવ્યો, તો આપણું જ્ઞાન હાજર થાય, વ્યવસ્થિત હાજર થઈ જાય. એટલે પછી આપણને એના તરફ અણગમો રહે નહીં. કારણ કે આપણે જાણ્યું કોણે કર્યું આ ?! એ એણે કર્યું ? ત્યારે કહે, ‘ના, એણે નથી કર્યું’. એટલે એના ઉપર અણગમો થાય નહીં. આ વ્યવસ્થિતનું જ્ઞાન કોઈ જગ્યાએ રાગ-દ્વેષ નહીં કરવા દે. પ્રખર ના ગમતું આવે, તો તરત જ્ઞાન હાજર થઈ જ જાય કે વ્યવસ્થિત છે.
એટલે આ વ્યવસ્થિતની બહુ ઊંચી શોધખોળ આ કાળમાં થયેલી છે. એ અમારું અનંત કાળનું આ સરવૈયું હતું તે આ કાળમાં જડ્યું છે અમને. મોક્ષે જવું પણ આ શુદ્ધાત્માનું જાણ્યું, બધું જાણ્યું, ચાલો ને ! શુદ્ધાત્મા આવો છે એવું ય જાણ્યું, પણ હવે આનું શું થાય ? આ તો પછી તરત જ સાલું વરસાદ પડશે કે નહીં પડે ?! અને કો'ક નઠારો માણસ આવ્યો એટલે આપણા મનમાં એમ થાય કે પાછો આ ક્યાં આવ્યો ?! વીતરાગતા કોઈ રીતે રહે એવી નથી, એ તો એક ફક્ત ગુરુના આધીન રહી શકે છે. પણ બે-ત્રણ જણ રહી શકે પણ, ગુરુના આધીન, આખો દહાડો પડી રહે એવા કેટલાક માણસ હોય ?! કોણ પડી રહે આખો દહાડો ?
ગુરુના આધીન તો રહી શકાય, એ ગુરુ આધીનતા છે ને ! પણ તેથી શાસ્ત્રોએ કહ્યું છે કે કોઈ જ્ઞાનીની પાછળ બે-ત્રણ શિષ્ય તર્યા છે, બીજા કોઈ તર્યા નથી. એટલે આ અજાયબી છે આ કાળની ! જુઓને
આપણા ગમે તેવા મહાત્માને પણ આમ એવી જીવનભર શાંતિ રહે છે. જુઓને, તમને કેવી શાંતિ રહે છે, નહીં ? વ્યવસ્થિતના પાસા બધા વિચારી નાખ્યા નહીં તમે ?!