________________
(૧૦)
ભૂત-ભવિષ્ય ભૂલી, વર્તો વર્તમાતમાં !
વર્તો વર્તમાતમાં જ સદા !
પ્રશ્નકર્તા : તમારી સાથે એક વાત થઈ હતી કે ‘વ્યવસ્થિત એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ.’
દાદાશ્રી : બધું જ્ઞાન, બધા પાંચે ય વાક્ય હાજર રહેવા જોઈએ. જે હાજર રહે, એનું નામ જ જ્ઞાન.
પ્રશ્નકર્તા : તો અમારી એવી કઈ ભૂલ છે જેથી એટ એ ટાઈમ હાજર નથી રહેતું ? પછી પાછળથી યાદ આવે છે ? પછી સમભાવે નિકાલ થાય છે. એટલે આ બાબતમાં વધુ અમારે જાણવું છે.
દાદાશ્રી : મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એટલે એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની હોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત.
આગળ ભૂખ લાગશે કે નહીં, આગળ મરી જવાશે કે નહીં, જીવતું
૨૪૬
આપ્તવાણી-૧૧
રહેવાશે, માંદુ પડાશે કે નહીં, એ તમારે કશું કરવાની જરૂર ના હોય. વ્યવસ્થિત જ છે. એમાં તમે ફેરફાર કશું કરી શકવાના નથી. માટે તમે એક વાર જ્ઞાનમાં રહો. અને ફેરફાર કરી શકે એવા હતા, ત્યાં સુધી આ જ્ઞાન ન્હોતું, ત્યાં સુધી ફે૨ફાર કરી શકો એમ હતા. હવે શુદ્ધાત્મા થયા, એટલે ફેરફાર કરી શકો એમ છો નહીં.
હવે બધા લોકોને માટે વ્યવસ્થિત નથી, આપણું જ્ઞાન આપેલું હોય, અક્રમ વિજ્ઞાન આપ્યું હોય તેને માટે વ્યવસ્થિત. આ ક્રમિક માર્ગમાં ય વ્યવસ્થિત નથી, એટલે તમારે તો વ્યવસ્થિત એટલું સમજી જવાનું કે હવે કશી ઉપાધિ રહી નહીં. હવે તમે વર્તમાનનું કામ કર્યા કરો અને વર્તમાનમાં પાંચ આજ્ઞા પાળ્યા કરો, બસ.
પ્રશ્નકર્તા : વર્તમાનમાં શી રીતે રહેવાય ?
દાદાશ્રી : ભૂતકાળ ભૂલી જઈએ તો ! ભૂતકાળ તો ગોન એને યાદ કરીએ તો શું થાય આજે ? વર્તમાનનો નફો, આ નફો ખોઈએ. અને પેલું ખોટ તો છે જ. ક્યાં રહેવું જોઈએ ?
પ્રશ્નકર્તા : વર્તમાનમાં.
દાદાશ્રી : હં, ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો કહે જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ તે અત્યારે નિકાલ નહીં કરવાની ? તો કહે, ‘ના, એ તો રાતે દસઅગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું. અત્યારે નહીં.’ અત્યારે તો પૈસાની ખોટે ય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ ?
પ્રશ્નકર્તા : વર્તમાનમાં.
દાદાશ્રી : આ દાદા શેમાં રહે છે ?
પ્રશ્નકર્તા : વર્તમાનમાં.
દાદાશ્રી : હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, તો હું યાદ કરું તો પેલું અત્યારે છે તે વર્તમાન, તે ય ખોઈ નાખું. થઈ ગયું