________________
આપ્તવાણી-૧૧
૨૧૫
પ્રશ્નકર્તા : બરાબર છે. અને એ સમજાય તો વ્યવસ્થિત બરાબર બધું સમજાય જાય.
દાદાશ્રી : એ ધીમે ધીમે વ્યવસ્થિતની ઉપર શ્રદ્ધા બેસતી જાય. નહીં તો બેસે જ નહીં ને !
એ આ જ્ઞાનના અનુભવના આધારે સમજાય કે જગત ક્યાં આગળ બેઠેલું છે બિચારું ! સાધુ-સંતો બધા ક્યાં બેઠેલા છે ? રસ્તામાં બધા માર ખાય છે બધાં.
અમે તો સત્યાવીશ વર્ષથી ટેન્શન જ જોયેલું નહીં ને ! ટેન્શન જ જોયેલું નહીં ને !
પ્રશ્નકર્તા : ના, પણ વ્યવસ્થિત બરાબર સમજમાં આવે તો વરીઝટેન્શન કશું જ ન રહે.
દાદાશ્રી : કશું ના રહે.
તો થાય કેવળજ્ઞાત !
પ્રશ્નકર્તા : સો ટકા વ્યવસ્થિતમાં આવીએ ત્યારે આ કર્તાપણું જાય.
દાદાશ્રી : વ્યવસ્થિત સો ટકા સમજાય, વ્યવસ્થિતનો ઉઘાડ વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજમાં આવી જાય તો તો તો કેવળજ્ઞાન થાય. ત્યાં સુધી જેટલું સમજણ પડે એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે. વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે.
આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય તેને કેવળજ્ઞાન થઈ ગયું છે એમ કહેવાય. આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે, પણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ. અનુભવમાં આવવું જોઈએ. અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને પછી. કશું સમજવા જેવું રહ્યું જ નહીં વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય તે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે.
પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત બરોબર સમજાય તો કેવળજ્ઞાન છે’ એ જરાક સમજાવો વધારે.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : વ્યવસ્થિતમાં આ જેટલું સમજાય ને એટલા કેવળ જ્ઞાનના અંશ ખુલ્લા થઈ જાય અને પછી એ બાજુ સાઈડમાં જોવાનું જ ના હોય, જેટલું સમજાય એ સાઈડમાં જોવાનું જ ના રહે. જે જ્ઞાનમાં કંઈ જોવાનું ના રહે, એ કેવળજ્ઞાન કહેવાય. એટલે જ્યારે આખું ઉડી જાય છે ને, એ કેવળજ્ઞાન બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ.
૨૧૬
એ વ્યવસ્થિત એટલે સુધી સમજતા સમજતા જવાનું છે કે છેલ્લું વ્યવસ્થિત કેવળજ્ઞાન ઊભું કરશે ! આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે, આ અજાયબ શોધખોળ છે. આ વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે ને, પૂરેપૂરું ?
પ્રશ્નકર્તા : પૂરેપૂરું તો કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : જેમ જેમ વ્યવસ્થિતનાં પર્યાયો સમજાતા જશે, જેટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય. આ વ્યવસ્થિતનું બધાને સમજાય ખરું, સહુ સહુના પર્યાય પ્રમાણે. પછી સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તો તે દહાડે કેવળજ્ઞાન થયેલું હોય. મારે ય ચાર ડીગ્રીના પર્યાય ખૂટે. એટલે વ્યવસ્થિત સમજવા જેવી વસ્તુ છે.
જેટલી રોંગ માન્યતાઓ ખસે એટલી જાગૃતિ વધે અને એટલું જ ‘વ્યવસ્થિત’ સમજાય એને ! રોંગ માન્યતાઓ ખસે તેમ વ્યવસ્થિત સમજાતું જાય અને એમ પાછી જાગૃતિ વધતી જાય અને સંપૂર્ણ વ્યવસ્થિત સમજાશે ત્યારે પૂર્ણાહુતિ ! પણ વ્યવસ્થિત એકદમ સમજાય નહીં.
આપણો એક-એક શબ્દ સમજી જાયને, એક જ શબ્દ જો સાચો, સારી રીતે સમજી જાયને તો ઠેઠ કેવળજ્ઞાન સુધી લઈ જાય છે ! સમજવો જોઈએ !! એવું ‘વ્યવસ્થિત’ જગત છે. એ અમે જાતે જોઈને કહીએ
છીએ.
આત્મા જાણવાનો જાણી લીધો. હવે વ્યવસ્થિત સમજાય જાય એટલે મને પૂછવા આવવાનું કશું રહેતું નથી.