________________
આપ્તવાણી-૧૧
તો મોક્ષે લઈ જ જાય. ગમે તેવું હોય.
૨૧૧
પ્રશ્નકર્તા : એકવાર છૂટે તો ય પંદર ભવે મોક્ષે લઈ જાય ?
દાદાશ્રી : હા, છૂટેલો જ રહે તો અવળું ચાલતું હોય કે સવળું ચાલતું હોય પણ એ છૂટેલો રહે તો મહીં, એટલે છૂટી જાય પંદર ભવે. પ્રશ્નકર્તા : એવું છૂટેલું રહે તો ?
દાદાશ્રી : એટલે જ કાળજી રાખવી પડે એ બહુ લબદાયેલા હોય છે. પછી ખાતરી શી રીતે રહે, ગમે તેવું હોય તો ય ?
પ્રશ્નકર્તા : હવે એવી ખાતરી થાય છે કે છૂટી જવાશે.
દાદાશ્રી : છૂટી જવાશે ચોક્કસ. પણ આ દ્રષ્ટિફેર ના થવી જોઈએ આપણી.
પ્રશ્નકર્તા : ના થાય. કો'ક આમ અમુક ક્ષણ થઈ જાય પણ પછી પાછું ઠેકાણે આવી જાય.
દાદાશ્રી : આવી જાય. લપસી જવા આમ ફરે, પણ પોતે દ્રષ્ટિ છોડે નહીં એટલે થઈ ગયું. આ જ્ઞાન આપણું એવું છે કે તન્મયાકાર થાય નહીં, એવું છે. સામાને ખબર ના પડે, પણ આ જ્ઞાન જ પોતે એવું છે. સ્વાભાવિકથી જ, કે જેમ એક દહીં હોય ને ખૂબ એને ઘોળીને વલોવી નાખીએ પછી માખણ કાઢી અને પાછું ફરી છાશમાં નાખીએ અને ફરી વલોવીએ તો પેલું માખણ ફરી એક ના થઈ જાય, જુદું જુદું રહ્યાં કરે. એવી રીતે આ અમે જે આત્મા આપ્યો છે ને, તે જૂદો ને જૂદો રહ્યાં કરે છે ભેળસેળ થાય નહીં. પોતે ગૂંચાય તો ય તન્મયાકાર ન થાય. પણ એ ગૂંચાય છે તે ભાગ કાઢી નાખવો પડે, શંકા પડતો ભાગ સત્સંગમાં આવીને સમજીને કાઢી નાખવો પડે.
આજ્ઞામાં ત્યાં અકર્તા ભાવ !
પ્રશ્નકર્તા : આપણો મહાત્મા કોઈ કર્તાભાવે હોય જ નહીં ને ? ગમે એ રીતે, અણજાણે પણ કર્તાભાવે ના હોય. અણજાણે ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : જે આ પાંચ આજ્ઞા પાળવાને તૈયાર છે થોડું ઘણું પાળે
છે તેને કોઈ જાતની હરકત છે નહીં. એ કર્તાભાવમાં હોય જ નહીં
૨૧૨
પ્રશ્નકર્તા : જે એમ માને છે કે ‘હું આ કરું છું’, છતાં કર્તાભાવમાં ના હોય ?
દાદાશ્રી : હા, તે છતાં ય નહીં. ‘હું કરું છું’ એવું એમ બોલે હઉ લોકોને, ‘હા હા મેં કર્યું જાઓ, થાય એ કરો' તો ય પણ એ કર્તાભાવમાં નથી. હા પછી ચંદુભાઈ જે કરે એને છૂટ આપી.
પ્રશ્નકર્તા : એટલે તો છૂટા થઈને ફરે છે.
દાદાશ્રી : હા, વિજ્ઞાન છે ને આ. મેં જે જોયેલું છે વિજ્ઞાન. મારી હાજરીમાં તમે કહો ‘હા, હા, મેં કર્યું. દાદાજી' તો ય હું જાણું પણ આ કર્તાભાવમાં નથી.
પ્રશ્નકર્તા : દાદાજી તો સમજે જ.
દાદાશ્રી : કર્તાપદની વાત જ ના હોય ને ! ઊલટો હું તો હતું. કેવો કેવો માલ નીકળ્યો. એ હસું.
પ્રશ્નકર્તા : હવે ખુલાસો કરો કે તો ચાર્જ થાય છે તમારા હિસાબે ? દાદાશ્રી : ના થાય, કર્તાભાવ જ નથી ને ?
પ્રશ્નકર્તા : એટલે આપણો મહાત્માને ‘હું કરું છું’, અથવા તો કોઈ અવસ્થામાં તન્મયાકાર થઈ જાય. અને ‘હું તન્મયાકાર થઉં છું' એમ જાણીને તન્મયાકાર થાય તો એ ચાર્જ કરે કર્મ ને ?
દાદાશ્રી : ના. ના થાય. થાય જ નહીં ને ? એ જો ભૂલ થાપ ખાય, પોતે અપરાધિ બને, કે આ મને જ થયું આ તે પોતાની શુદ્ધતા છોડી નાખે કે મારામાં શુદ્ધતા ઉડી ગઈ. અપરાધી બને તો જ અપરાધ ચોંટે.
પ્રશ્નકર્તા : હા સમજાયું. આ ડીવીઝન જરા બહુ ઊંડું છે. દાદાશ્રી : જ્ઞાનની જેને આરાધના છે. તેને તો સવાલ જ નથી.