________________
૧૮૧
૧૮૦
આપ્તવાણી-૧૧ તો મને મેન્ટલ કહેશે.
દાદાશ્રી : એવું નહીં એ લોકોને નહીં કહેવાનું. એ તો આપણાં મનને કહેવા માટે જ, આપણે એકલા જ સાંભળીએ એવું. આપણું મન સાંભળે. આપણે આમ ધીમે રહીને બોલી શકાય ‘વ્યવસ્થિત’ છે.
પ્રશ્નકર્તા : એને હું ‘વ્યવસ્થિત છે – એમ ગણવું માનવું કહું છું.
દાદાશ્રી : એવું માનશો તો મન ઝાવાદાવા કરશે. પેલું મન ને બધા જીવતાં છે. ઝાવાદાવા કર્યા વગર રહે નહીં. એક ફેરો મનને કહીએ કે વ્યવસ્થિત છે. પછી ચૂપ. પછી નહીં બોલે. તેમ છતાં બોલે તો બે વખત કહેવાનું. ‘વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. કારણ કે એ બઈ કરતાં ય વસમું છે. આપણા ઘરની બઈ સારી, એ ચૂપ બેસે. આને તો લાજ-શરમ જ નહીં ને !
એટલે આ વૈજ્ઞાનિક રીતે લખેલું છે. પછી તમારે એની મેળે જ મન ઠેકાણે રહેતું હોય તો બોલવાની કંઈ જરૂર નથી. માનવાની જ જરૂર છે. અમારે કંઈ બોલવું ના પડે. અમે માનીએ કે વ્યવસ્થિત છે. ખરું ખોળી આવ્યા છે ને આ તો ! બહુ ઝીણું ખોળી લાવ્યા !
આગોતરા જામીન “વ્યવસ્થિત' થકી !
આપ્તવાણી-૧૧
એટલે નિરાંતે જમ તારી મેળે, કશું થવાનું નથી. વ્યવસ્થિતના તાબામાં છે, એ સાહેબને સંડાસ જવાની શક્તિ નથી ! માટે મોઢે કહીશ નહીં, નહીં તો મૂઓ ફેરવશે ચાવી. મોંઢે જો ચઢ્યો અવળો તો ખેદાનમેદાન કરી નાખે. પછી એનું પોતાનું જે થવાનું હોય તે થાય ! અહંકાર ખર્ચીને ય ઉપાધિ કરાવી નાખશે. અહંકાર જીવતો છે ને. તે અહંકારી માણસ ઊંધું કર્યા વગર રહે નહીં. એટલે સાહેબને કહીએ, આપ તો સાહેબ બહુ મોટા માણસ બધું જ ધારો એ કરી શકો એમ છો ! એમ કરી કરીને જેટલું રાગે પડ્યું એટલું પડ્યું અને ના પડ્યું એટલે આપણે જાણીએ કે આ બધું વ્યવસ્થિત આપણું જ છે ને, એમનું શું છે બિચારાનું !? ત્યારે શું થાય છે ? ઇનામ લેવાના ગમે અને આ દંડ ન ગમે ? બેઉમાં સરખું લેવલ ના હોવું જોઈએ ?! શાથી દંડ ગમતો નહીં હોય ?
અહંકાર છે ને, મનુષ્યોનો અહંકાર શું ના કરે? આખું અમદાવાદ સળગાવે. છતું કરવું અઘરું છે, અને ઊંધું કરવું એમાં કેટલી વાર ? ઉપર જઈને પેટ્રોલ ફેક્યું બધું આમ ઝટપટ, દસ-વીસ પેટ્રોલપંપવાળા આવ્યાને, અને પછી નાખે દેવતા તો આખું શહેર ભડકે બળે. ઊંધું કરવું હોય તો શી વાર લાગે ?
અને વ્યવસ્થિતનો અર્થ એવો પણ નહીં કે ત્યાં જઈ સાહેબની જોડે વિનંતી કરવી, લાચારી કરવી, બીજું કરવું, ત્રીજું કરવું ! નહીં તો ત્યાં ઉદ્ધત થઈએ તો ય શું થાય ? આપણે ત્યાં જઈને કહીએ, સાહેબ વ્યવસ્થિતની બહાર તમે શું કરવાના હતા તે ? તે ઘડીએ એનો અહંકાર ઉછળે ને તો વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરી નાખે, મારું જે થવાનું હોય તે થાય, એવી જવાબદારી લઈ લે. ઉછળે કે ના ઉછળે ? એવું નહીં કરવું જોઈએ.
અને કોઈ ફેરો આગળથી વ્યવસ્થિત કહેવાનું ક્યારે બોલવું પડે ? મોટા શેઠિયાઓ જમવા બેઠા હોય ને કાગળ આવે ઇન્કમટેક્ષવાળાનો. કહે તમારે ફરી ફેર આકરણી કરવાની છે અને તમારે દોઢ લાખ રૂપિયા દંડ ભરવાનો છે. તે વખતે એમણે જમવા બેઠા હોય ને તો કાગળ વાંચી વ્યવસ્થિત છે, જે ભઈ મૂકી દે આને’ એમ કરીને મૂકી દેવાનો. વ્યવસ્થિતમાં જે થશે એ ખરું !' તે વખતે પેલું ‘વ્યવસ્થિત’ વાપરવાનું. નહીં તો પેલા મહીં રહેનારો છેને તે બહાર નીકળી જાય (હાર્ટ ફેઈલ થઈ જાય). ઘર, ખાલી કરી નાખે તરત ઘર ખાલી ના કરી નાખે ? એટલે તે વખતે આપણે આશ્વાસન લેવાનું કે વ્યવસ્થિત છે. નહીં તો અંદર મૂંઝવણ લાગે ને મહીં જમવા ય ના દે,
એટલે અહીં આગળ વ્યવસ્થિત પહેલેથી બોલવાની છૂટ છે. ઇન્કમટેક્ષનો કાગળ આપણે વાંચતાની સાથે વ્યવસ્થિત છે' કહીને બાજુએ મૂકી દેવું, ઝટ ! ને સૂઈ જવાનું નિરાંતે. વ્યવસ્થિતમાં હશે તો થશે. આ તમારું વ્યવસ્થિત હશે તો પેલા સાહેબથી લખાય. નહીં તો લખાય જ નહીં. હવે આ કાગળિયું લખ્યું પણ તે સાચું પડે કે ના ય પડે, એનું કશું