________________
ના ઈચ્છા હોય તો ય ભેગા થાય. એટલે આપણે સમજી જવું કે આ વ્યવસ્થિત છે ! જ્ઞાન પછી તો મન શેય થઈ જાય છે. પછી એનું સાંભળવાનું ક્યાં રહ્યું ? મનકા ચલતા તન ચલે તાકા સર્વસ્વ જાય !'
‘મારે કરવું છે' એ ય અહંકાર ને ‘નથી કરવું’ એય અહંકાર ને આ પ્રશ્નો પૂછ પૂછ કરવા એ ય અહંકાર.
કાર્ય છેક સુધી કર્યે રાખો, પછી બને કે ના બને. પછી જ વ્યવસ્થિત કહેવાય.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, અમે બહાર જઈએ તો ઘરને તાળું મારીને જઈએ, અમને વ્યવસ્થિતનું જ્ઞાન પૂર્ણપણે હાજર હોય છતાં કેમ ? કોઈને ખુલ્લું ઘર જોઇને ચોરી કરવાનો ભાવ થઈ ગયો તો તે ચોરી કરે કે ના કરે પણ આવતા ભવ માટે ચોરનું કર્મ બાંધ્યું. માટે આપણે નિમિત્ત ના બનીએ એના.
અમદાવાદ જવાનું નક્કી કરીને નીકળ્યા હોઈએ ને વચ્ચે વડોદરામાં કોઈ આગ્રહ કરીને લઈ જાય તો તે વ્યવસ્થિત. પણ નક્કી કરવું પડે, પોલું ના
રખાય.
એકાંતે વાક્યનો ઉપયોગ કરે તે અજ્ઞાન દશાની નિશાની. ‘કરવું પડશે' એ ભાવ છે ને “થઈ જાય છે” એ વ્યવસ્થિત છે. પ્રયત્ન કરો, પરિણામ આવે તે વ્યવસ્થિત !
(૮) પુરૂષાર્થ - કેવળજ્ઞાત સુધીતો ! મોક્ષે જવું એ ય વ્યવસ્થિત છે. પછી એનો પ્રયત્ન શા માટે ? એવું ઘણાને રહે છે. તે પૂજ્યશ્રી આનો ફોડ પાડતાં કહે છે કે મોક્ષે જવા માટે પ્રયત્ન નહીં પણ પુરુષાર્થ ખપે. પુરુષ અને પ્રકૃતિ છૂટાં પડ્યા પછી જે મોક્ષ માટેનો પુરુષાર્થ આત્મભાવે થાય છે તે રિયલ પુરુષાર્થ છે એ સંપૂર્ણ સ્વતંત્ર છે. એ વ્યવસ્થિતને આધીન નથી. બહારની પ્રાકૃતિક ક્રિયાઓ વ્યવસ્થિતને આધીને છે. માટે તેની ચિંતા શી ?
સૂવામાં અંતરાય આવે છે ? રાત્રે કે બપોરે ? સૂતી વખતે ઉપયોગ ગોઠવીને સૂઈ જવું !
ઉપયોગ રહ્યો કોને કહેવાય ? ગજવું કાપે છતાં એ નિર્દોષ દેખાય. એ શુદ્ધ જ છે એ શુદ્ધતા ના તૂટે, એ ઉપયોગ ન ચૂકાય ત્યારે ઉપયોગ રહ્યો.
ઉપયોગ સ્વતંત્ર છે વ્યવસ્થિતને તાબે નથી. નહીં તો પુરુષાર્થ જ ઊંડી જાય ! જ્ઞાયક સ્વભાવમાં રહેવું એનું નામ પુરુષાર્થ અને કર્મના ધક્કામાં પોતે સંપૂર્ણ ખેંચાઈ જાય તે પ્રમાદ !
સામાને નિર્દોષ જોવા, જો દોષિત સામો દેખાઈ જાય તો તેનો ખેદ ખેદ રહે તે ય એક જાતની જાગૃતિ ગણાય.
એક જણે પૂજ્યશ્રીને પૂછયું કે તમને કેવળજ્ઞાનમાં ચાર ડીગ્રી ખૂટે છે તે સ્વભાવાધીન કે વ્યવસ્થિતાધીન ? ત્યારે પૂજયશ્રી એ કહ્યું, ‘વ્યવસ્થિતના તાબામાં સંસારી ચીજો હોય. પોતાની દશા વ્યવસ્થિતના તાબામાં નથી !'
ભગવાન મહાવીરે સાડાબાર વર્ષ તપ કર્યું તે પુરુષાર્થ કે ઉદયાધીન ? જગતના લોક જુએ એ ઉદયાધીન છે અને ભગવાન મહાવીર પોતે ‘જુએ” એ પુરુષાર્થ છે ! એ લોકો જોઈ ના શકે. લોકો બહારનું જ જોઈ શકે, અંદરનું નહીં.
અક્રમ જ્ઞાન પછી પુરુષાર્થ માંડવો હોય તો પાંચ ઈન્દ્રિયોની લગામ છોડી દો અને સવારથી સાંજ શું બને છે એ “જોયા’ કરો. એક રવિવારે તો પ્રયોગ કરી જુઓ ! રિયલ પુરુષાર્થ, વ્યવસ્થિત કર્તાનો પૂરેપૂરો અનુભવ થઈ જશે !
ઊઘાડી આંખે ગાડી ચલાવો, સાવધાની પૂર્વક ચલાવો, ને પછી એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત. જ્ઞાની એકલા જ ‘વ્યવસ્થિત'ના જ્ઞાનમાં પોલું ના મૂકે. મહાત્માઓ પોલું મૂકી દે ક્યારેક, ત્યાં જાગૃતિ રાખવી પડે. જાગૃતિ એટલે ઉપયોગમાં રહેવાનું. ઉપયોગ એટલે શું ? જે બને છે એને જોયા” કરવું એ શુદ્ધ ઉપયોગ. સાવધાની વગર ઉપયોગમાં ના રહી શકાય.
‘વ્યવસ્થિત’ બધું ગોઠવાયેલું છે એ જ્ઞાની સિવાય બીજાથી ના બોલાય.
વ્યવસ્થિતનું જ્ઞાન સંકલ્પ-વિકલ્પ ના થવા દે ! ઘણાં મહાત્માઓને એમ થાય કે અમને વ્યવસ્થિતનો અર્થ સમજાઈ ગયો, પછી અંદરોઅંદર એકબીજાને સમજાવવા માંડે, તે સામાને અવળું સમજાય તો એ ક્યાંનો ક્યાં ય અવળે માટે ચઢી જાય. એની સમજાવનારને બહુ મોટી જોખમદારી આવે ! વ્યવસ્થિતનો હજી તો સ્થૂળ જ અર્થ સમજાય બધાંને. સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને છેક સૂક્ષ્મતમ સુધી સમજવાનું છે.
વ્યવહારમાં જ્ઞાનની રીતે બે રીતે સમજણમાં રહેવાનું હોય છે. કોઈ પણ કાર્ય કરવું પડે’ અને ‘થઈ જાય છે.' બેઉ એટ એ ટાઈમ હાજર રહેવું જોઈએ.