________________
પ્રસ્તાવના
વિલાયત મોકલી સુબો બનાવીશું. એટલે પોતે નક્કી કર્યું કે મેટ્રીકમાં જાણી જોઈને નાપાસ થવાનું. કારણકે નોકરી તો જીંદગીમાં કરવી નથી! માથે બોસ ના જોઈએ.
પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો, ‘આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંડવાનું જ ને!' પૈણ ચઢયું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર!
બાબા-બેબી જમ્યા પછી ... વીસમે વરસે બાબો જમ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછયું, “શેની પાર્ટી?' પૂજ્યશ્રીએ કહ્યું, ‘ મહેમાન આવ્યા તે ગયા !' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!'
ડૉ. નીરુબહેન અમીત
અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા ! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિકરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત!
૧૯૮૮માં સ્થળ દેહવિલય, સૂક્ષ્મદેહે વિશ્વમાં વ્યાપી જગતા લ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે!
જગતની વાસ્તવિકતાઓ જાણવા જીવ જ્યારથી જભ્યો ત્યારથી ઝઝુમ્યા કરે છે પણ તે જડતું જ નથી. પાયાની વાસ્તવિકતા ‘હું કોણ છું’ અને ‘કોણ કરે છે આ બધું” એ છે. પ્રસ્તુત ગ્રંથમાં ‘કોણ કરે છે આપણું ને આ જગતનું બધું !' તેના વિશેનું રહસ્ય રજૂ થયું છે. - સામાન્યપણે ભ્રાંતિથી સારું થાય તો “મેં કર્યું’ મનાય ને ખરાબ થઈ જાય તો બીજા પર ઢોળી દે, નિમિત્તને બચકાં ભરે. કંઈ નહિ તો છેવટે ગ્રહો નડે છે કે ભગવાન રૂક્યા છે કરી, તેમના પરે ય ઢોળી દેતાં કોઈ અચકાતું નથી ! કેવડો મોટો દોષારોપણ ખુદ ભગવાન ઉપરે ય ?! આ બધા ગૂંચવાડાઓનો સંપૂર્ણ ઉકેલ અત્રે અગોપિત થાય છે.
અક્રમ વિજ્ઞાની પૂજ્યશ્રી દાદાશ્રી આ કાળના અજાયબ આત્મજ્ઞાની થયા. બે કલાકમાં જ અનેકોને આત્માનુભૂતિમાં નિરંતર રાચતા કરી દીધા! આત્મા પ્રાપ્ત થયા પછી કર્તા સબંધીનું રહસ્ય તેઓશ્રીએ અત્રે ખુલ્લું કર્યું છે.
અક્રમ વિજ્ઞાન એક અજાયબ વિજ્ઞાન પ્રગટ થયું છે આ કાળમાં! સંપૂર્ણ ચિંતામુક્ત, ટેન્શનરહિત સદા રાખે છે, એ અનુભવ સિદ્ધ છે !
જગત સંચાલક ‘વ્યવસ્થિત શક્તિ’ આ વિષય અતિ ગહન છે અને ગુહ્ય છે. પૂજ્યશ્રી કહે છે કે અમારા કરોડો
પૈસાના વ્યવહારતો દાદાશ્રીતો સિદ્ધાંત
‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે’ એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા!
- જય સચ્ચિદાનંદ.