________________
(સમર્પણ)
(“દાદા ભગવાન' કોણ ?
પ્રગટ્યા “દાદા ભગવાન' ૧૯૫૮માં !
અનાદિની મુજ ભ્રાંતિ, કર્તા ને ભોક્તાની; કર્તા માટે તો કટકા “એ” જોડકાંની!
જન ઓગણીસો અઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો. સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં: ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા “દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અભૂત આશ્વર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું ? મુક્તિ શું ? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ , ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ!
કરી અકર્તા પદની પ્રાપ્તિ કદિ;
મુંઝાયા સાધના કરી, સદીઓની સદી! ધ્યાન, જપ, તપ તો કરવો જ પડે; હાંફયો અવતારો છતાં ન આત્મા જડે!
ઠેઠ સુધી ક્રમિકમાં કર્તાની ભ્રાંતિ;
તેથી રહે ઠેઠ ઉપાધિ ને અશાંતિ!. અક્રમમાં બે ઘડીમાં જ આત્મ સંગે શાદી; આધિ, વ્યાધિ, ઉપાધિમાં ય રહે સમાધિ!
અહો અહો આશ્ચર્યકારી, અક્રમ વિજ્ઞાની!
દાદા મળ્યા, તેની સફળ અનંત જિંદગાની! સાર્થક જો પાળે ‘આજ્ઞા’ ‘દાદા' તણી; કરી લો આ ભવમાં જ મોક્ષની ઉજવણી!
‘વ્યવસ્થિત’ની આજ્ઞા, કર્તાપદ કાઢે;
ન કર્મબંધ એક, ‘દાદા’ ગેરન્ટી આપે! અતિ અતિ ગુહ્ય જ્ઞાન ‘કર્તા’ સંબંધી; સમજાવ્યું ભાષા સરળ, સાદી, તળપદી!
છતાં ગૂંચાય સમજતાં કયાંક વાચક;
વિનંતી “અક્રમ'થી ઝટ પામ પદ જ્ઞાયક! અનંત અવતારની શોધ ‘વ્યવસ્થિત’ ‘દાદા'ની; જગને સમર્પ આપ્તવાણી અગિયારમી!
અક્રમમાર્ગની અદ્ભુત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો! અક્રમ એટલે લિફટ માર્ગ! શોર્ટકટ!
દાદા ભગવાત કોણ ?
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને દાદા ભગવાન કોણ નો ફોડ પાડતા કહેતાં, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' વ્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘ અહીં ' સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.'