________________
૩૨૬
આપ્તવાણી-૧૧
૩૨૫ દાદાશ્રી : આ જે બને છે એ કરેક્ટ છે. પોતાના સાત છોકરા જીવ્યા તો ય કરેક્ટ અને સાતે ય મરી ગયા તો ય કરેક્ટ. એવું જે જાણે છે તે આ જગતને સમજે છે. ત્યાં ઓડિટ કરે છે એ સમજતો નથી.
પ્રશ્નકર્તા આ મારા પ્રશ્નો અત્યારે કર્યા એ ઓડિટ જેવા થઈ ગયા. એટલે એ ઓડિટ નહીં કરવું જોઈએ.
દાદાશ્રી : આ તો વાત કરું છું. અત્યારે તો ઓડિટ કાઢીને જ સમજવાની જરૂર છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ સમજણ લાવવા માટે છે તે ઓડિટ કરવું પડશે ! એકદમ બોલી ગયા કે થઈ ગયા એવું કંઈ ચાલે ? પ્રશ્નકર્તા : ના.
પાંચ કારણો વ્યવસ્થિતમાં નિમિત્ત !
આપ્તવાણી-૧૧ બીજા કોઝિઝ ભેગાં થાય પુનર્જન્મના, આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય. એટલે એ વ્યવસ્થિત શક્તિ.
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં બધા જ નિયમો આવી જાય છે. નિયતિ પણ વ્યવસ્થિતમાં સમાઈ જાય છે.
આ જગતને ચલાવનાર કો'ક છે અને પોતે કહે છે કે “હું ચલાવું છું.’ આખો સંસરણમાર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. વ્યવસ્થિત શક્તિ એ બધાને એક્ઝક્ટ ફેઝમાં રાખે છે. વ્યવસ્થિત એ નિરંતર વિસર્જન કરે છે. તેથી બધાનું કાર્ય ચાલે છે. કારખાનાવાળાઓનાં કારખાનાં ચાલે છે. દુકાનોવાળાંની દુકાનો ચાલે છે. સર્જન એક બીજી જ વસ્તુ કરાવે છે. તે ફક્ત જ્ઞાની જ જાણે છે. નિયતિ નામની શક્તિ સર્જન કરાવે છે પણ તે ફક્ત જ્ઞાની જ જાણે છે, કોઈના લક્ષમાં આવે તેવી નથી.
જગતને ભ્રાંતિ છે. તેથી આત્મા કર્તા દેખાય છે. બીજા શબ્દમાં કહેવું હોય તો ભ્રાંતિથી આત્મા કર્તા-ભોક્તા છે. મૂળ આત્મા તો વ્યવહારથી પણ કર્તા-ભોક્તા નથી. બહુ ઊંડી વાત છે.
જગતના લોકોને ના લાવવો હોય તો ય તે ભાવિભાવ આવ્યા જ કરે, તે નિયતિના આધારે છે. આપણે ભાવિભાવમાંથી છૂટ્યા ને નિયતિમાંથી છૂટ્યાં. કારણ કે શુદ્ધાત્મા થઈ ગયા. આપણે નિયતિમાંથી મુક્ત થયા. જગત બંધનનાં કારણો સેવે છે જ્યારે આપણે મુક્તિનાં કારણો સેવીએ છીએ. નિયતિમાંથી છૂટ્યો એ મુક્ત. ભાવ કરાવડાવે છે નિયતિ અને આરોપ આવે છે કર્તા ઉપર. ભાવાત્મક સર્જન થયું હોય તેનું વ્યવસ્થિત વિસર્જન કરાવે અને ભાવાત્મકનું સર્જન નિયતિ કરાવે છે, અને તે કોઈને ઈચ્છાપૂર્વક ભાવિભાવ થતો નથી.
પ્રશ્નકર્તા: આ દરેકને જે સ્પેસ જુદી જુદી મળે છે, એ ક્યા આધારે જુદી જુદી સ્પેસ મળે છે ?
દાદાશ્રી : એનો આધાર નિયતિ. નિયતિના આધીન આ સ્પેસ છે બધાને અને પછી નિયતિ એકલી કરી શકતી નથી આ. જો નિયતિ હોય તો જગતમાં બીજું સોલ્યુશન ના જોઈએ. પણ સ્પેસ મલ્યા પછી આ
પ્રશ્નકર્તા : સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, અને કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, પુરુષાર્થ, પ્રારબ્ધ એમાં શું ફરક ?
દાદાશ્રી : એ બધા નિમિત્ત, એ નિમિત્ત હોય તો કાર્ય થાય, નહીં તો કાર્ય ના થાય. વિસર્જનમાં એ નિમિત્ત છે. પણ વિસર્જિત નિમિત્ત છે અને પાછું, સર્જનમાં સર્જિત નિમિત્ત હોય છે એના એ જ. એ જ સંયોગો, કાળ, સ્વભાવ, ભાવ બધું બાઝે તો કાર્ય થાય નહીં તો ના થાય.
પ્રશ્નકર્તા : એટલે વ્યવસ્થિત શક્તિ આપ કહો છો તે એક જ ને !
દાદાશ્રી : એક જ ! એ જ વિસર્જન શક્તિ છે, એ જ વિસર્જન કરી રહ્યું છે !
પાંચ સમવાય સમજાય નહીં. એટલે કેટલા બધાં કોઝિઝ હોય છે. સમવાયમાં. એટલે લોકોને કોઝિઝ કહીએ તો સમજણ પડે. પાંચ સમવાય તો જ્ઞાનીઓ સમજી શકે. લોકોને તો આ બહુ કોઝિઝ છે. આ સ્પેસ, કાળ,