________________
આપ્તવાણી-૧૧
૩૧૯
એને જોર કરે છે કે નહીં, બધું આપવું જ છે. એટલે આપવું છે એમાં એનો નિશ્ચય છે. હવે પોતાને બહુ ચોકસાઈ છે કે આપવું છે, છતાં ય પણ એ કર્મફળ આપવા દેતું નથી. નિશ્ચય છે છતાં નથી આપવા દેતું. એક બાજુ કર્મફળ આપવા દેતું નથી, એક બાજુ નિયતિ આપવું છે, એવું રહે છે. એ બન્ને ય સાથે ચાલે. પણ છેવટે નિયતિ એનું ફળ આપ્યા વગર રહેશે નહીં. નિયતિને જો સુધારવી હોય તો ભાવિભાવ છે તે ફેરફાર કરો, સારો કરો.
‘એ ભાવિભાવ શું છે’ એટલું એ નિયતિનું કામ છે. આજે તમે લોકોને ગાળો દો છો, નુકસાન કરો છો, પણ તમારે અત્યારે ભાવિભાવ શું છે, ત્યારે કહે, ના. હવે ભવિષ્યમાં ગાળ દેવી જ ના જોઈએ અને આમતેમ એ બધું ડીસિઝનમાં આવી ગયું. એ જ છે તે નિયતિનું કામ
છે.
પ્રશ્નકર્તા : આ નિયતિ શેના આધારે બંધાય છે ? દરેક માણસની નિયતિ સરખી હોય કે દરેકની અલગ અલગ હોય ? એનો આધાર શું ? દાદાશ્રી : બંધાયેલી જ હોય એ. એને શેના આધારે પરખાય ? તો કે ભાવિભાવ શું આવે છે એનો ?
પ્રશ્નકર્તા : એના આધારે નિયતિ બંધાય ?
દાદાશ્રી : પરખાય. બંધાયેલી તો છે જ, પારખવી હોય તો આની નિયતિ કેવી છે, ભવિષ્યમાં રૂડું ફળ આવે એવું છે કે એનું ખરાબ ફળ આવે એવું છે, તો એના ભાવિભાવ ઉપરથી ખબર પડે.
નથી કોઈ કોઈને આધીન !
પ્રશ્નકર્તા : હવે આ નિયતિવાદ, પુરુષાર્થ, પ્રારબ્ધ આ બધું
વ્યવસ્થિતને જ આધીન છે ?
દાદાશ્રી : કોઈ કોઈના આધીન નથી. પુરુષાર્થના આધીન હોય તો આંબા પર કેરી લેવા જાવ તો ના મળી. કેમ પાછા આવ્યા ? કારતક મહિનો હતો.
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : પુરુષાર્થ તો જોઈશે જ ને ? પછી જ થવું હોય એ થાય. દાદાશ્રી : એ બરોબર છે. પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થથી આપણને ખબર પડે કે આ માણસ શાક લઈને આવશે, પછી ના આવે તો વાત જુદી છે. એ પછી વ્યવસ્થિત ! એટલે અમે કહીએ છીએને કે ભઈ પુરુષાર્થ પહેલો પછી વ્યવસ્થિત બોલો. આ વ્યવસ્થિત તો અમે બહુ ઊંચા સાયન્ટિસ્ટોને માટે કહીએ છીએ. એટલે એનો પુરુષાર્થ તો એની મેળે હોય જ, સ્વભાવિક રીતે હોય અને આ અણસમજુ લોકોને તો પુરુષાર્થ
કરવો જ પડે.
૩૨૦
પ્રશ્નકર્તા : પણ પાંચ જે સમવાય કારણો છે એમાં મુખ્ય પુરુષાર્થ છે. પુરુષાર્થ એ પ્રાધાન્ય છે, કારણ કે પુરુષાર્થ હોય તો જ કાર્ય થાય,
નહીં તો ના થાય !
દાદાશ્રી : એ તો નીચલા થરવાળા માટે કહ્યું છે ભગવાને, ઉપલા થરવાળા માટે નથી કહ્યું, જ્યાં સહજ છે ને ત્યાં આગળ પુરુષાર્થની જરૂર જ નથી. ત્યાં તો પુરુષાર્થ સાચો રિયલ હોય અને પેલું પુરુષાર્થ ને પ્રારબ્ધ બેઉ ભેગું લખ્યુ છે એ તો નીચલા થરવાળાને લખ્યું છે, જેને જ્ઞાન ના હોય તેને માટે.
નિયતિ એમાં એક વન ઓફ ધ ફેકટર, વન ઓફ ધ મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ. આમાં સ્પેસની પણ જરૂર. તમે આ જગ્યાએ બેસો ત્યારે મારી વાત સાંભળી શકશો, ટાઈમની જરૂર અને બીજાં એવાં અનેક કારણો છે કે જેના આધારે આપ મને ભેગા થયાં છો. ગુહ્ય કારણો, તે બુદ્ધિ ન પહોંચી શકે એવાં. એટલે હું, ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહું છું. પણ આ તો ગુહ્ય. એટલે બુદ્ધિથી પણ ના સમજાય કે આવું કેમ બને છે ! એટલે આ નિયતિ નથી.
આ અનુભવની વાણી કહેવાય. શાસ્ત્રમાં આવું બધું લખેલું ના હોય ને મેળ પડે નહીં આપણો. આત્મા પ્રાપ્ત થાય એવો નથી, કરોડો ઉપાયે, કરોડો અવતારે, આત્મા પ્રાપ્ત ના થાય. અને સાધુ-મહારાજને પૂછવા જાવ ત્યારે કહેશે, ‘ભઈ, આ તો શું ત્યાગ કર્યો છે, હજુ કેટલાય