________________
જોઈને કહે છે પણ તે વાંચનારને દિલ્હી વિઝનમાં નહિ આવે, માત્ર કલ્પનામાં જ રહેશે. એ તો જાતે દિલ્હી જુએ ત્યાર પછી જ એનું વિઝન ખુલ્લું થાય! “વ્યવસ્થિત’ શક્તિ દાદાએ સંપૂર્ણપણે પોતાના સંપૂર્ણ જ્ઞાનમાં જોઈને વર્ણવી છે. તે એક્ઝક્ટ તો ત્યાં સુધી પહોંચાય તેને જ વિઝનમાં આવે તેમ છે ! “એમને જે જ્ઞાનમાં દેખાયું છે, અનુભવ ગોચર વસ્તુ, તે શબ્દમાં વાણી દ્વારા જે કહી શક્યા છે. તે આ પ્રસ્તુત સંકલનમાં મૂકાય છે. શબ્દને ન પકડતા ‘પોઈન્ટ ઓફ વ્યુને સમજવાનો છે, પામવાનો છે.
પ્રસ્તુત ગ્રંથ આ જગતમાં વાસ્તવિકમાં ‘કર્તા કોણ છે? તે સમજવા માટે છે, અને તે વૈજ્ઞાનિક ઢબે વિગત પ્રાપ્ત થાય છે. ‘હું કરું, હું કરું’ એ અજ્ઞાનતા છે, તો ‘કર્તા કોણ છે', એ જાણે તો જ અજ્ઞાનતા ટળે અને કર્તાભાવથી મુક્ત થાય, કર્મબંધનથી મુક્ત થાય.
જન્મ્યા ત્યારથી જ લોકોએ અજ્ઞાનનું પ્રદાન કર કર કર્યું, કે ‘તું ચંદુ છે, તું ચંદુ છે” ને માન્યતા દ્રઢ થઈ ગઈ કે હું ચંદુ છું અને જ્ઞાની જ્ઞાનનું પ્રદાન કરે કે “તું ચંદુ નથી, પણ શુદ્ધાત્મા જ છે', ત્યારથી જ્ઞાન પ્રગટે છે. અજ્ઞાનીના નિમિત્તથી થાય સંસારમાં બંધન ને જ્ઞાનીના નિમિત્તથી મળે આત્યંતિક મુક્તિ !
પ્રસ્તુત્ત ગ્રંથમાં પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં ભગવાન શબ્દ વાપર્યો છે, તે કોઈ વ્યક્તિ માટે નથી, પણ પોતાના મહીંવાળા આત્મા માટે જ છે! ગ્રંથમાં ‘ચંદુભાઈ” નામનો વારંવાર ઉલ્લેખ છે. તે ચંદુભાઈ એટલે બીજો કોઈ નહિ, પણ પોતાનું જ નામ લેવું કે જેને જ્ઞાનભાષામાં આત્મા સિવાયનું અનાત્મવિભાગનું યુનિટ ‘ફાઈલ નંબર એક” સમજવું.
કર્તા સંબંધીનું જ્ઞાન પૂજ્યશ્રીએ કહ્યું છે તે સુજ્ઞ વાચકને પોતાની ભાષામાં સમજીને, ફાવતો અર્થ કરીને અણજાણે
દુરુપયોગ થઈ જવાનો ભારોભાર સંભવ રહે છે, અગાઉના શાસ્ત્રો વાંચીને આવું બનેલું છે, જેમ કે, ‘બનનાર છે તે ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી’ એમ કરી એકાંતિક પ્રારબ્ધવાદી બની ભયંકર આળસુ થઈ ગયા ! એઝેક્ટ એવો ગેરઅર્થ આમાં થવા સંભવ છે. માટે આ સોનાની કટારનો ઉપયોગ કરવાની તૈયારી હોવી જોઈએ તો જ ફાયદો થાય, નહીં તો પેટ ચીરાઈ જાય !
વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કેટલાંય બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ ! એટલે ‘વ્યવસ્થિત શક્તિને કોઈ ચલાવનારી દૈવીશક્તિ કે કોઈ દેવ-દેવી તરીકે માની લેવાની ગેરસમજ ઊભી ના થાય. જેમ ગીતાગ્રંથને લોકોએ ગીતામાતાજી કરીને મૂર્તિ બનાવી મંદિરો મૂક્યાં. એવી જ રીતે ગાયત્રી મંત્ર કે જે સૂર્યદેવની સ્તુતિ કરતો શ્લોક ગાયત્રી નામના છંદમાં યજુર્વેદમાં મૂકાયો છે, તેનો મંત્ર કરી તેની ગાયત્રીમાતા કરીને તેનાં મંદિરો બન્યાં ને મૂર્તિઓ મૂકાઈ !!!(!) એવું કંઈ આ ‘વ્યવસ્થિત’ શક્તિ માટે જો જો સમજતા કોઈ ! વળી પૂજ્યશ્રીએ “વ્યવસ્થિત’ શક્તિને કોમ્યુટરની સાથે સરખાવ્યું છે. તેનો અર્થ એ કોઈ મશીન હશે ઉપર, જે જગતને ચલાવે છે, એવું ય ના સમજવું ! આ કોઈ વ્યક્તિ નથી, મશીન નથી, ભગવાન નથી કે નથી કોઈ દૈવીશક્તિ કે દેવ-દેવી ! આ તો છે માત્ર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સનાં મિલનનું પરિણામ !
પ્રસ્તુત ગ્રંથનો સ્ટડી કરી સવળી દ્રષ્ટિ રાખી, ‘વ્યવસ્થિત શક્તિ'ના કર્તાપણાનું આરાધન કરતાં કરતાં, જીવનમાં સંયોગો જ કર્તા છે, એ વિઝનમાં લેતાં લેતાં આગળ વધે, તો વિરલ સાધક કર્તાપદની ભ્રાંતિ તોડી અકર્તાપદને પામી શકે, તેવું આ સચોટ વિજ્ઞાન છે !
જય સચ્ચિદાનંદ
12