________________
૧૩૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૩૩
કે “આ મારી ભૂલ થયેલી છે, હું માફી માગું છું, બા” એટલે પછી ટેન્શન બંધ થઈ જાય. એટલું ના કરીએ તો ટેન્શન ઘેર આવે અને માફી રૂબરૂમાં માંગીએ તો વિચારોય બંધ થઈ જાય, ‘સ્ટોપ’ થઈ જાય. આ તો મહીં ચાલુ રાખીએ છીએને, આપણે હજુ તાંતો છે મહીં. તાંતો છોડી દેવો. અમે તો કશાય ગુનામાં ના હોઈએ ને પેલો કહેશે, ‘તમે ગુનામાં છો' તોય અમે માફી માંગી લઈએ. છોડને અહીંથી, બા ! વળી, ગુનો ને ના ગુનો કોને કહેવાય છે અત્યારે તો ?
પ્રશ્નકર્તા : તે દિવસે તમે કીધેલું કે ખોટ ખાઈને પણ આમ નિકાલ કરી નાખવો જોઈએ.
દાદાશ્રી : હા, નિકાલ કરીને ઊંચું મૂકી દેવું. નહીં તો મગજ ખલાસ કરી નાખે. હવે પછી સારું થશે ને પણ ?
પ્રશ્નકર્તા : ચોક્કસ થશે.
દાદાશ્રી : થયું ત્યારે, વાંધો નહીં.
પ્રશ્નકર્તા : પણ દોષો બીજાના બહુ દેખાય છે. પહેલાંના કરતાં હમણાં વધારે દેખાય છે. પહેલાં દોષો નહોતા દેખાતા.
દાદાશ્રી : બીજાના દોષો જોવાથી ટેન્શન વધે. બીજાના દોષો જોયા ત્યાંથી ટેન્શન વધે. કારણ કે આપણું જ્ઞાન શું કહે છે કે જગત નિર્દોષ છે. એને દોષિત જોયું એટલે પછી ટેન્શન વધે. આપણું જ્ઞાન આવું કહે છે. તું જ્ઞાનથી નથી માનતો એ માન્યતા ? તું જ્ઞાનથી કબૂલ કરે છે આવું ?
પ્રશ્નકર્તા : એ કબૂલ છે તો પણ હવે પેલું થઈ જાય છે.
દાદાશ્રી : પણ આપણે ચેતવું પડે. સામાને નિર્દોષ જોવા. દોષિત દેખાય છે, પછી કહી દેવું કે, ‘તમે દોષિત દેખાવ છો પણ ખરો દોષિત હું જ છું. હું માફી માગું છું તમારી.” તો બુદ્ધિ ટાઢી પડે. તું એવું કરતો નથી ને ?
પ્રશ્નકર્તા : નથી કરતો એવું. દાદાશ્રી : તો રહે હજુ ટેન્શનમાં ! પ્રશ્નકર્તા : ના, કાઢવાનું છે, દાદા.
દાદાશ્રી : તો ક્યારે કાઢવાનું ? જવાની પૂરી થાય પછી ? જવાનીમાં તો આપણી પાસે જોર હોય, સુખ આપણી પાસે છે તે જાણી જોઈને આપણને ભોગવતા ના આવડે એ કઈ જાતનું ? ફર્સ્ટ ક્લાસનું રિઝર્વેશન કરીએ અને પેલાની જોડે આપણે કચકચ કરીએ ! ‘અલ્યા, તું આ ઊભો થઈને પાછો કચકચ કરે છે ? સૂઈ જા ને છાનોમાનો. તારું આ રિઝર્વેશન છે.” આખી રાત નકામી જાય. તે પેલો કચકચ કરવા પેસેને ત્યારે કહીએ, ‘ભાઈ, તમે મોટા માણસ છો ને મારું ગજું નહીં. આ તો હું ફર્સ્ટ ક્લાસમાં આવી પડ્યો છું. એટલું જ છે, બાકી તમે મોટા માણસ છો. આપ આરામ કરો” એમ કરીને પતાવી દઈને આપણે સૂઈ જઈએ. આખી રાત એની જોડે ક્યાં કચકચ કરીએ !
પ્રશ્નકર્તા : પેલો બુદ્ધિનો ડખો હોય એમ મને લાગે છે, દાદા.
દાદાશ્રી : બુદ્ધિ કરે છે, પણ એ તો બુદ્ધિનો સ્વભાવ છે. હવે આ જ્ઞાન હોય ને, ત્યાર પછી આપણે સમજીએ કે કોઈ દોષિત છે જ નહીં. એ બધું ખોટું દેખાય છે. બુદ્ધિ દેખાડે છે ને આપણને હેરાન કરે છે આ. આપણી બુદ્ધિ આપણું ખાઈને આપણને હેરાન કરે. ખાય છે આપણું રહેવું છે આપણા મકાનમાં ને પછી હેરાન પણ આપણને કરે છે.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ “ગેટ આઉટ' કેમ નથી થતી ?
દાદાશ્રી : એ “ગેટ આઉટ' ના થાય. એ તો આપણે અત્યાર સુધી પોષેલીને, મોટી કરેલીને, તે એકદમ ગેટ આઉટ ના થાય. એ તો આપણા લાગમાં આવવી જોઈએ ત્યારે થાય. લાગમાં આવતી નથી ને ? લાગમાં કેમ કરીને આવે એ તપાસ કર્યા કરવાની.
ટેન્શન માણસને ખલાસ કરી નાખે અને આ જ્ઞાન ના હોય તો ટેન્શન છે જ બધું. જગત વ્યથિત જ છે ને ? આ જજ સાહેબેય વ્યથિત