________________
93
૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
પ્રશ્નકર્તા : તો બુદ્ધિમાંથી જ્ઞાન આવે છે ?
દાદાશ્રી : ના, જ્ઞાનનું ઉત્પાદન બુદ્ધિ ! જ્ઞાનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તમે જે જ્ઞાન જાણો ને તેમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય. અને વિજ્ઞાન જાણવાથી (રિયલ) જ્ઞાન ઉત્પન્ન થાય કે એ સ્વ-પર પ્રકાશિત જ્ઞાન ઉત્પન્ન થાય. વિજ્ઞાનમાં કશું કરવાનું ના હોય, બુદ્ધિમાં કરવાનું હોય.
એ કાર્ય છે, બુદ્ધિતું ! પ્રશ્નકર્તા: કેટલીક વખતે બુદ્ધિ હા પાડે છે ત્યારે આત્મા ના પડે છે ને ઘણી વખત આત્મા હા પાડે છે ત્યારે બુદ્ધિ ના પાડે છે, તો એમાં કોણ પ્રથમ જવાબ આપે છે ?
દાદાશ્રી : આત્મા તો એમાં ઊભો રહેતો જ નથી. આ બધા સંચાલનમાં આત્મા ઊભો રહેતો નથી.
પ્રશ્નકર્તા : ઘણી વખત મન કહે છે કે આ નહીં કરો, ત્યારે એ આત્મા રોકે છે ?
દાદાશ્રી : ના, આત્મા ના રોકે. એ તો બુદ્ધિ રોકે છે. અને બુદ્ધિ રોકે એટલે પછી છેવટે અહંકારને માથે આવે. અહંકાર રોકનારો ! આમાં આત્માને કશું લેવાદેવા નથી. આત્મા તો, જેની આજુબાજુ સંચારબંધી છે. હા, એટલે એ આવું રોકે-કરે નહીં.
પ્રશ્નકર્તા : જ્યારે આત્મા સાચો માર્ગ બતાવે ત્યારે આપણને એમ કહે કે આ રસ્તે નહીં જતા ?
દાદાશ્રી : આત્મા માર્ગ જ ના બતાવે. એ બુદ્ધિ બતાવે, એટલે અહંકાર ઉપર જાય. એનો માલિક કોણ ? અહંકાર. એટલે આ સાચુંખોટું બેઉ બુદ્ધિ જ બતાવે. જેટલું એને વ્યવહારિક જ્ઞાન હોય એટલો માર્ગ બતાવે એ.
પ્રશ્નકર્તા: કેટલીક વખતે બુદ્ધિ એમ કહે છે કે આ તું કર અને ક્ટલીક વખતે મને કહે છે કે તું આ ના કરીશ, તે વખતે મારે કોનું માનવું?
દાદાશ્રી : મને એવું કહેતું જ નથી કે આ ના કરીશ. બધું બુદ્ધિનું જ છે આ.
પ્રશ્નકર્તા : તો સાચો રસ્તો બતાવનાર કોણ ? સાચું કોનું માનવું ?
દાદાશ્રી : એ તો બુદ્ધિનું જ માને છે, બીજા કોનું માને ? બુદ્ધિનું માનતા આવ્યા છે ને ? આખું જગતેય બુદ્ધિનું ડિસિઝન સ્વીકારે છે. બાવા-બાવલી, સાધુ-સંન્યાસીઓ બધાય બુદ્ધિનું ડિસિઝન જ સ્વીકારે છે. બુદ્ધિનું જ માને છે એ પછી.
એમાં નથી કાર્ય, બુદ્ધિનું ! પ્રશ્નકર્તા : આત્મા એ છે શું ? દાદાશ્રી : આત્મા ચેતન છે. પ્રશ્નકર્તા : એ સમજવા મગજ કામ નથી કરતું.
દાદાશ્રી : મગજ કામ ના કરે. બુદ્ધિથી ના સમજાય એવી વાત છે. જ્ઞાનથી સમજાય, બુદ્ધિથી ના સમજાય. મગજમાં બુદ્ધિ હોય ને ? આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : આત્માને આ પુદ્ગલનું વળગણ કેવી રીતે લાગ્યું?
દાદાશ્રી : વળગણ લાગ્યું નથી. આ લોકોને ભ્રાંતિ છે કે મને વળગણ લાગ્યું. એવું કશું બન્યું જ નથી. આ તો લોકોને બુદ્ધિથી એમ લાગ્યું કે મને વળગ્યું. ત્યારે કહે, વળગ્યું. જેવો કલ્પે એવો આત્મા થઈ જાય. તમને એમ લાગ્યું કે મને વળગ્યું નથી, હું છૂટો છું, તો તેવો થઈ જાય. પણ એક વાર આત્મા જાણવો જોઈએ. જાણ્યા વગર છૂટો ના થાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિમાં આત્માનું દ્રવીકરણ થાય છે ?
દાદાશ્રી : બુદ્ધિમાં આત્માનું દ્રવીકરણ થતું નથી. ક્યાં બુદ્ધિ ને ક્યાં આત્મા ?
આ તો એક વિકલ્પોમાંથી અનંત થયેલું છે અને અનંતમાંથી