________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ આવે, ને બુદ્ધિથી આગળનું જ્ઞાન મળ્યું, ત્યારે એક્ઝક્ટનેસ (યથાર્થતા)માં આવી ગયા. જ્યાંથી જુઓ ત્યાંથી એક્ઝક્ટનેસ. એલર્ટનેસમાં એક ડિગ્રીથી જુએ અને એક્ઝક્ટનેસમાં સેન્ટરમાં આવી ગયો.
પ્રશ્નકર્તા: તો પણ બુદ્ધિની અંદર કોઈ સારી વસ્તુ ખરી ? બુદ્ધિમાં કોઈ સદ્ગુણ ખરો ?
દાદાશ્રી : બુદ્ધિમાં સદ્દગુણ એટલો જ કે સંસારમાં હેલ્પ (મદદ) કરે અને સારું કર્મ કરવા માટે મદદ કરે. સારું એટલે શુભ કર્મ કરવા. અહંકાર પણ શુભ હોય તો એને હેલ્પ કરે, બહુ હેલ્પ કરે. અશુભમાંથી કઢાવડાવે આપણને.
પ્રશ્નકર્તા : શુભાશુભ કરે. શુભ અને અશુભમાં જ પડી રહેલો હોય.
દાદાશ્રી : હા, બસ, શુભાશુભમાં. અશુભમાંથી શુભમાં આવવું એને ધરમ માને. જેને દ્વન્દાતીત થવું છે, જેને ફીયરલેસ (ભયમુક્ત) થવું છે, તેને જ્ઞાનની જરૂર છે. હજુ ફેક્ટની જરૂર છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત બુદ્ધિ વ્યવહારમાં સમાધાન પણ કરાવી આપે છે.
દાદાશ્રી : બધી રીતે સમાધાન કરી આપે. સંસારમાં બધું સમાધાન કરી આપે પણ મોક્ષને માટે સમાધાન ના આપે. સંસારમાં બધી રીતે હેલ્પીંગ !
મહીંથી દેખાડે.. પ્રશ્નકર્તા: કોઈ અભણ હોય કે ખૂબ ભણેલો હોય, એ કંઈ ખોટું કરતો હોય પણ એને અંદરથી ખબર પડતી હોય છે કે આ ખોટું થાય છે. એટલે આપણામાં એક એવી વસ્તુ છે કે જે આપણને સદાય કહે છે કે આ ખોટું થાય છે. તો એ સાચી વાત છે ?
દાદાશ્રી : બરોબર છે, સાચી વાત છે. ત્યાં બુદ્ધિ કસોટી કરે છે.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) જો અવળું થવાનું હોય તો બુદ્ધિ અવળું દેખાડે, સવળું થવાનું હોય તો સવળું દેખાડે.
પ્રશ્નકર્તા : તો બધું અવળું દેખાડે એવાને દૂર કરવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : એમ ના થાય એ દૂર, એમને શક્તિ નથી. એ અવળું દેખાડે, ત્યાં ઢસેડીને લઈ જાય, જાત જાતના પુરાવા આપણને આપે. એક વાર તો આ અવળું દેખાડે છે. એટલી દૃષ્ટિ જ પહોંચવી અઘરી છે. પેલાને તો જેવી બુદ્ધિ ફરે એમ એમ ફર્યા કરે. પણ જે હાઈ લેવલ પર ગયેલા છે, તેને દૃષ્ટિ પહોંચે કે આ અવળું દેખાડે છે. એટલે એના પરથી હિસાબ કાઢે, મારું ઊંધું થવાનું છે. આના પરથી ભવિષ્ય કાઢે કે મારું ઊંધું થવાનું છે. ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ', કેવું સરસ લખ્યું છે ને?
અને તે બુદ્ધિ પાછી આપણી સત્તામાં હોતી નથી. તે કર્મો અનુસારિણી છે. તમારા કર્મના ઉદય પ્રમાણે થયા કરે. ઘણી વાર બુદ્ધિ ચકચકિત થાય, ઘણી વાર બુદ્ધિ બગડી જાય. બુદ્ધિ બગડી જાય એટલે જાણવું કે આ બગડવાનો વખત આવ્યો છે. ત્યારે બુદ્ધિ સુધરે ત્યાં સુધી એક ડોલર નહીં હોય તો વાંધો નથી, પણ સારો કાળ આવવાનો છે. પણ બુદ્ધિ ચોખ્ખી હોવી જોઈએ. | ‘બુદ્ધિનાશો વિનશ્યતિ.” હવે બુદ્ધિ બગડી ત્યારથી સમજી જવાનું કે ભૂકો કરી નાખશે. અમે સુધારવા માગીએ છીએ બધું. કુદરત એવું નહીં કરે ને. ભૂકો કાઢીને પછી એક્ઝક્ટ હોવું જોઈએ, તેવું લાવશે.
બુદ્ધિનો અભાવ ત્યાં વીતરાગ ભાવ !
જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે. અને ત્યાં સુધી રાગવૈષ છે જ. બુદ્ધિ હોય ત્યાં રાગ-દ્વેષ હોય જ.
પ્રશ્નકર્તા : જો રાગ-દ્વેષ એમ ચાલ્યા જ કરે તો માણસને મુક્તિનો કોઈ પ્રસંગ બને જ નહીં ?