________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
જ કોઈ નહીં. યજમાનને એ બધું ખરું, પણ તેય યજમાનની રીત, એની રીતે જ લેવાતું હોય તે જ. બીજી ડખલ નહીં નામેય. શેઠ તો અબજો રૂપિયા હોય તોય પૂતળા સરખા, કશું સમજણ-બમજણ ના પડે. જો કદી મુંબઈમાં મૂકી દીધા હોય ને, તો કેવી રીતે હવે ઘેર જવું, તે સમજણ ના હોય, કે લાવ, એક ટેક્ષી કરું. એવું તેવું ઘેર જવાનું આવડે નહીં. બુદ્ધિ જ કસોટી પર આવેલી નહીં.
પ્રશ્નકર્તા : જરૂર જ ના પડેલી તે વખતે ?
૪૧
દાદાશ્રી : બુદ્ધિની જરૂર જ નહીં, તે દહાડે ! અત્યારે જરા બ્રિલિયંટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે, પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલીને ! પોતાનું ગામ જ જોયેલું હોય, એમાં પચાસ વીઘાં જમીન હોય, એટલે પાડાની પેઠે ફરતો હોય અને આમ આમ કર્યા (મૂછ મરડ્યા) કરતો હોય. અને પછી જ્યારે મરડો થાય ત્યારે આપણે પૂછીએ, ‘કેમ દોડતા’તા ?” મેર મૂઆ, શું જોઈને આમ આમ કરતો'તો તે ? એટલે કૂવામાંનાં દેડકાં કહ્યાં તે દહાડે. હવે એ પચાસ વીઘાંવાળાને મુંબઈમાં મોકલીએ તો મુશ્કેલીમાં મૂકાઈ જાય.
આ તો અત્યારે ગાડીઓમાં આવ-જા કરે છે, પણ પહેલાં તો મુંબઈમાં પચાસ રૂપિયાના ખર્ચમાં જવાતું હતું. પાંચ રૂપિયા ભેગા થાય નહીં અને દહાડો વળે નહીં. હવે એ પચાસ વીઘાંવાળાને મુંબઈ મોકલીએ અત્યારે, તો ત્યાં કોઈ બંગલાવાળાનું સંડાસ દેખાડીએ ને તો એની મિલકત એમાં, સંડાસમાં આવી જાય. એટલે પછી ત્યારે એનો પારો ઊતરી જાય. પણ આ ત્યાં સુધી કૂવામાંનું દેડકું છે ! જ્યાં સુધી બહાર, મુંબઈ ગયો નથી, ત્યાં સુધી પારો ઊતરે નહીં અને ઊંધું જ ચાલ્યા છે.
હવે બધા ડેવલપ થયેલા છે. હવે બુદ્ધિ છતી કરવાની જરૂર છે. તે બુદ્ધિ છતી કરનારો નીકળી આવશે. એટલે ગાડું સારું ચાલશે હવે. પ્રશ્નકર્તા : અત્યારે બુદ્ધિ જે ડેવલપ થયેલી છે તે પણ વિપરીત માર્ગે ચાલી રહેલી છે.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : એ વિપરીત તો વિપરીત, પણ બુદ્ધિ છે ને ! એને અમે સમ્યક કરી શકીએ. પણ જો બુદ્ધિ જ ડેવલપ્ડ ના હોય, તો શું થાય ? વિપરીત ઊંધી હશે, પણ છે બુદ્ધિને ? એટલે લોટને કેળવેલો છે આ, અને પહેલાં લોટ કેવો હતો ? ભાખરા થાય એવો. અને આ તો વેઢમી થાય એવો લોટ છે. હેય ! આમ ફર્સ્ટ કલાસ વેઢમી થાય ને મઠિયાં થાય એવો લોટ !
૪૨
હવે આ બુદ્ધિ અમુક પ્રકારે સારી થાય છે. તે જ્ઞાની પાસે બેસવાથી એ બુદ્ધિ સમ્યક થાય છે. એ સમ્યક બુદ્ધિ બહુ હિતકારી હોય. જે લૌકિક બુદ્ધિ છે, લોકસંજ્ઞાથી ઊભી થયેલી બુદ્ધિ, એ બધી વિપરીત બુદ્ધિ કહેવાય છે. વિપરીત બુદ્ધિ એટલે પોતાનું અહિત કરનારી. સંસારમાં ભલે સુખી કરે, પણ મુક્તિ માટે એ અહિત કરનારી. વિશેષતા, વિપરીત બુદ્ધિતી !
પ્રશ્નકર્તા : અહીંના જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી.
દાદાશ્રી : હંમેશાંય બિવેરનેસ (સાવચેત), એલર્ટનેસ (જાગૃતિ) હોયને, ત્યારે ભ્રષ્ટાચાર થાય. ફોરેનમાં અવેરનેસ (સજાગતા) ય પૂરી નથી, થોડીક અવેરનેસ છે. બાકી બિવેરનેસ, એલર્ટનેસ નથી એટલે ભ્રષ્ટાચાર હોય જ નહીં ને ત્યાં !
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? એ ના સમજાયું.
દાદાશ્રી : આ નાનાં બાળકો નિર્દોષ હોય કે મોટાં ? પ્રશ્નકર્તા : નાનાં.
દાદાશ્રી : શાથી ? એનું કોણ રક્ષણ કરે છે, તેય એ ખબર નથી રાખતો. મારે મારું રક્ષણ કરવાનું છે, તેય એ જાણતો નથી. અને મોટા હોય તે તો એણે પોતે માથે લીધું છે. એવું પેલા ફોરેનવાળા તો, ભગવાન કરે છે, ભગવાન બધું ચલાવે છે, ને... બધું એક જ વાતમાં આવી ગયું અને આપણા હિન્દુસ્તાનના લોકોએ તો પોતે માથે લીધું