________________
૧૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૨) બુદ્ધિનું સ્વરૂપ
અજ્ઞાએ આપ્યાં ઢંઢો. હવે અબુધ અને બુદ્ધિશાળીમાં ફેર શો હશે ? એવું તમને લાગે છે ? મારે નફો-નુકસાન દ્વન્દ્ર રહ્યાં નથી. દ્વન્દ્ર રહે નહીં એટલે પછી બુદ્ધિ ખલાસ થઈ જાય. નફો નહીં, નુકસાન નહીં. તમે ફૂલ ચઢાવો તોય આટલો પ્રેમ અને તમે ગાળો દો તોય આટલો પ્રેમ, તમારી જોડે. જીવમાત્ર જોડે પ્રેમ રાખવાનો હોય. ગધેડા જોડેય દોસ્તી. તમે ગધેડા જોડે દોસ્તી કરી શકો ? આ માણસો જોડે દોસ્તી કરતાં નથી આવડતી તમને, ત્યાં મતભેદ પડી જાય છે, તો ગધેડા જોડે તમને મતભેદ પડતાં કેટલી વાર લાગે ?
પ્રશ્નકર્તા : તેય સરખાં થઈ જાય ત્યાં તો..
દાદાશ્રી : હા, સરખા થઈ જાય. બુદ્ધિથી તો એ ધન્ડ ઊભાં થાય. દ્વન્દ્ર જ ગમે એ બુદ્ધિ. અને આ નફો-ખોટ પોતે દ્વન્દ્ર સ્વરૂપ હોય. બુદ્ધિ દ્વન્દ્રની જનની છે અને એ છે ત્યાં સુધી બધું અંદર ચાલ્યા કરવાનું.
પ્રશ્નકર્તા : એટલે દ્વન્દ્ર ઊભાં કરે એ બુદ્ધિ ?
દાદાશ્રી : હા, બધાં દ્વન્દ્ર જ ઊભાં કરે. ના હોય ત્યાંથી, શાંતિમાં બેઠા હોય ત્યાંથી ય આપણને દ્વન્દ્ર ઊભાં કરાવડાવે.
પ્રશ્નકર્તા : હવે દ્વન્દ્ર એને ઊભાં થાય, તો એ ઊર્ધ્વગતિએ જાય નહીં ને ?
દાદાશ્રી : ઊર્ધ્વગતિએ જવાની જરૂર નથી આપણે. એની મેળે જ થઈ રહ્યું છે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. એ મોક્ષે જવા ના દે અને સંસારની બહાર નીકળવા જ ના દે. આમાં નફો ને આમાં ખોટ, દ્વન્દ્ર જ દેખાડે.
પ્રશ્નકર્તા : દ્વન્દ્ર અને દ્વન્દ્રની અંદરની ફસામણ ને ઘર્ષણ, એ તો જીવનનો સતત ભાગ છે. જ્યાં ને ત્યાં દ્વન્દ્ર તો આવીને ઊભું જ રહે છે.
દાદાશ્રી : એટલે દ્વન્દ્રમાં જ જગત ફસાયેલું છે ને ? અને જ્ઞાની દ્વન્દાતીત હોય. એ નફાને નફો જાણે ને ખોટને ખોટ જાણે, પણ ખોટ ખોટ રૂપે અસર ના કરે, નફો નફા રૂપે અસર ના કરે. નફો-ખોટ શેમાંથી નીકળે છે ? મારામાંથી ગયાં કે બહારથી ગયાં, એ બધું જાણે.
એ સંસારાતુગામી ! પ્રશ્નકર્તા : મનને, બુદ્ધિને એક કરીએ, તો જ જ્ઞાનનું દર્શન થાય કે એમ ને એમ થાય ?
દાદાશ્રી : ના, બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો સંસારાનુગામી છે, સંસારમાં જ ભટકાવનારી છે. આ બુદ્ધિ તો માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે. બુદ્ધિ હંમેશાંય સંસારની બહાર નીકળવા જ ના દે. બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. એટલે ડિરેક્ટ પ્રકાશ હોય તો જ નીકળવા દે. બુદ્ધિ સંસારમાં હિતકારી છે, પણ મોક્ષે જતાં વાંધો ઊઠાવે. બુદ્ધિ તો સંસારને જ ચલાવનારી છે. સંસારમાં બુદ્ધિની જરૂર પડે છે ત્યારે ઓટોમેટિકલી (આપોઆ૫) ચાલુ થઈ જાય છે. બુદ્ધિ એ સંસારાભિમુખ છે. તે સંસારની અંદર ફળ આપે પણ બહાર ના નીકળવા દે, મોક્ષે ના જવા દે. મોક્ષમાં તો જ્ઞાનપ્રકાશ જ જોઈશે. જ્ઞાન પોતે જ મોક્ષ સ્વરૂપ છે. વાત કરો બધી સત્સંગની, ખુલાસો થાય.
પ્રશ્નકર્તા : એક્કેક્ટલી (ખરેખર) બુદ્ધિ શું કામ કરે છે ?
દાદાશ્રી : એઝેક્ટલી બુદ્ધિનો જો મીનીંગ (અર્થ) જોવા જાય તો નિર્ણય આપવા સિવાય બીજું કામ જ નથી કરતી.
પ્રશ્નકર્તા : એટલે ડિસિઝન (નિર્ણય) બુદ્ધિ જ લે છે ?
દાદાશ્રી : હા, ડિસિઝન બુદ્ધિ લે છે. બે પ્રકારના ડિસિઝન, એક મોક્ષે જવાનું ડિસિઝન પ્રજ્ઞા લે છે અને સંસારનું ડિસિઝન અજ્ઞા લે છે. અજ્ઞા એટલે બુદ્ધિ. અજ્ઞા-પ્રજ્ઞાના ડિસિઝન છે આ બધાં.