________________
સ મ
ણ
‘અંતઃકરણને અગને જલાવી, દિનરાત હૃદયને હલાવી !
પોષ, પોષ હૃદયાશ્રુ વહાવી, કળિકાળને કળવિણ કપાવી! છૂટવાની રાહ જોવરાવી, મરવાં માટે જીવનદોર લંબાવી ! કપરા સંયોગોમાં જીવરાવી, પાપો કરતાં પુણ્ય બંધાવી !
ત્રિમંત્ર
મહા મહા પુણ્યાત્મા આવી, ‘દાદા ભગવાન’ મેળાવી ! અંતઃકરણની અગમ ઠારવી, મુક્તિના ગગને ઉડાવી ! અક્રમ વિજ્ઞાને આશ્ચર્ય સર્જાવી, અક્રમ વિક્રમ ટોચે વરાવી ! દૈવગતિમાં હાહાકર મચાવી, મહાવિદેહે સીમંધરને હલાવી ! દાદાએ કમાલ કરાવી, “આપ્તવાણી’ ‘દસ-દિશા વહાવી !
જે સમર્પણ, નિમિત્ત બનાવી, “જગ’ તને અક્રમ ઝંડો ફરકાવી !
ડૉ. નીરુબહેન અમીત