________________
(૫) અહંકારનો ભોગવટો
૪૬૭
૪૬૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અજ્ઞાશક્તિ ઊભી થઈ છે એટલે એ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. એવું કહ્યું એવો આ દેહ બંધાઈ જાય. એને મહેનત કશું કરવું ના પડે, એમ ને એમ કલ્પનાથી જ. એ રીતે ચાલ્યું પછી. ઇગોઇઝમ જોડે ને જોડે, પહેલાંનો ઇગોઇઝમ પુરો ના થયો હોય ત્યારે નવો ઇગોઇઝમ ચાલુ થઈ જાય. આ સંકલ્પ-વિકલ્પ નથી. સંકલ્પવિકલ્પ આપણામાં રહ્યા જ નથી. મેં શું કહ્યું છે કે તમારું નિર્વિકલ્પી જ્ઞાન થયું. સંકલ્પ-વિકલ્પ ક્યારે થાય ? અહંકાર જ્યારે વિચરતો હોય અને અહંકાર તન્મયાકાર થાય ત્યારે સંકલ્પ-વિકલ્પ થાય.
ત્યાગતો પાયો અહંકાર ઉપર ! તમારી કોઈ ક્રિયા ભગવાનને ત્યાં જોવામાં આવતી નથી. ભગવાનને ત્યાં તો તે શેનો અહંકાર કર્યો, એ પકડવામાં આવે છે. ભગવાન તો કહે છે, તે અહંકાર કર્યો માટે તું પાછો જા. અમારે તો અહંકારનો રોગ ના જોઈએ. મેં ત્યાગ કર્યો છે ને મેં કોઈ દહાડો દારૂ પીધો નથી. એ બધું મારે સાંભળવું નથી. એનું ફળ મળશે. તે જે કર્યું છે એનું ફળ મળશે. મારે તો તે અહંકાર નથી કર્યો એ જોઈએ છે.
ત્યાગ કર્યો તેમાં કોઈની ઉપર શો ઉપકાર કર્યો ? તે ગ્રહણ કર્યું હતું તો ત્યાગ કરવાનો વખત આવ્યો. પણ ગ્રહણ જ ના કર્યું હોત તો? પૈણ્યા પછી હવે બૈરીનો ત્યાગ કરીએ, તો પૈણ્યો જ ના હોત તો ? એને ત્યાગ કરવાનો વખત જ ક્યાંથી આવે ? આ તો ત્યાગનો પાછો લહાવો લેવો છે. ‘મેં ત્યાગ કર્યો’ કહે.
એક વકીલ સાહેબ મારી પાસે આવ્યા. તે મને કહે, ‘દાદા, લોકોપકાર માટે મેં મારી વકીલાત છોડી દીધી.” “ઓહોહો ! ગ્રહણ કોણે કરી'તી ? તમે કરી હતી કે મેં કરી હતી ? વકીલાત ગ્રહણ તે કરી ! તમે ગ્રહણ કરી હતી, તે તમે છોડી દીધી, એમાં મને શું કરવા આમ કહેવાની જરૂર છે તે ?” ત્યારે એ કહે, ‘મેં ક્યારે ગ્રહણ કરેલી ?” મેં કહ્યું, “મેટ્રિકમાં આવ્યા ત્યારે વિચાર નહોતા આવ્યા કે વકીલ થવું છે એવાં ?” ત્યારથી ગ્રહણ કરવા માંડ્યું. તે અત્યારે આ
છોડવાનો વખત આવ્યો. ગ્રહણ જ ના કર્યું હોત તો ? એવી રીતે બૈરી છોડી, ઘર છોડ્યું. કરોડ રૂપિયા છોડ્યા. અલ્યા, ગ્રહણ કર્યું તો છોડ્યું. નહીં તો ગ્રહણ ના કર્યું હોત તો ?
વાત તો સમજવી પડશેને ? વીતરાગોની વાત ટૂંકી, શોર્ટ કટ અને બિલકુલ પ્યૉર છે. વીતરાગોની વાત લાંબી કરીને તે બધાં ઓર્નામેન્ટલ એડજસ્ટમેન્ટ છે. અમારે તો છોડી પૈણાવવા સાથે કામ છે, આ તારો મંડપ તું આવો સારો મોટો બાંધું કે ના બાંધું. તે અમારે કામનું નથી. અમારે તો આ છોડી પૈણી ગઈ એટલે નિરાંત ! મારે માંડવા-બાંડવા નહીં બાંધવા, બા ! તે ઓર્નામેન્ટલમાં પડ્યા છે લોકો. શેમાં પડ્યા છે ? છોડી પૈણાવાની જેટલી ઉતાવળ નથી એટલી ઓર્નામેન્ટલની ઉતાવળ છે !
પ્રશ્નકર્તા : ગ્રહણ-ત્યાગ પ્રકૃતિનો છે અને અહંકાર એ પોતાનો માને છે.
દાદાશ્રી : હા, હું કરું છું, એવું ! એનું નામ જ સંસારને ! એ ભ્રાંતિને ! સંડાસ જવાની શક્તિ નહીં ને મૂઆ ગ્રહણેય શું કરવાનો ને ત્યારે શું કરવાનો ? આ તો બધું ઈટ હેપન્સ, થઈ રહ્યું છે. વાસ્તવિકતામાં ઇટ હેપન્સ !
ગ્રહણ અને ત્યાગ, બેઉ અહંકાર ! પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન જ સાચું જ્ઞાન છે, એની ખાતરી કર્યા પછી પણ માનવીને સંસારની ફરજો અદા કરવાની છે, એ છોડીને ચાલ્યા જવું એ પલાયનવૃત્તિ ના કહેવાય ?
દાદાશ્રી : આ છોડીને જાય છે ને કહે છે કે મેં ત્યાગ કર્યો, તેય ‘ઇગોઇઝમ’ છે ને કેટલાક કહે છે કે મેં આ ગ્રહણ કર્યું, તેય ઇગોઇઝમ છે. ‘આઉટ ઑફ ઇગોઈઝમ' થવાનું છે. ત્યાગ મનુષ્યજાતિ કરી શકે જ નહીં. જે ત્યાગ કરે છે, એ લૌકિક ભાષાની વાત છે. સંડાસ જ ના કરી શકે ત્યાં ? અટકે ત્યારે ખબર પડે. આ તો પૂર્વકર્મની ભાવનાનું ફળ છે. એ ભાવના જ બધું કરી શકે છે.