________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૯૭ અને જ્ઞાની થઈ જશે, ડેવલર્ડ થયેલા છે. એ બુદ્ધ ભગવાન કહેવાય. પણ બુદ્ધિનું લેયર હતું. બુદ્ધ ભગવાન થઈને આગળ ગયા તો અબુધ થઈ જાય ને ભગવાન થાય, સંપૂર્ણ ભગવાન થાય ! અબુધ થાય એ ભગવાન. જેનામાં બુદ્ધિ નહીં એ ભગવાન. આ બધું ફોરેન છે ને એ બુદ્ધિશાળી, પણ એ તો વિપરીત બુદ્ધિ છે, બળી ! એ મનનાં લેયરમાં છે. હજુ મનનાં લેયર જ પૂરાં નથી કરી રહ્યા. અહીં જ મનનાં લેયર, ઘણાંખરાં પૂરાં નથી કરી રહ્યા ને ? બુદ્ધિમાં તો થોડાક જ આવેલા હોય.
બુદ્ધિનું લેયર તો કોનું નામ કહેવાય કે, પાકીટ કો'કનું જડે ને તો તરત વિચાર આવે કે, મારું પડી ગયું હોય તો મને કેટલું દુ:ખ થાય ? એ બુદ્ધિનું લેયર. એ તો તરત વિચાર આવે નહીં ને પછી કહેશે, હું બુદ્ધિશાળી !
બુદ્ધ ભગવાનને થયું એ જ્ઞાનનો ઝબકારો ન હોય ! એ મુક્તિ ન હોય. મુક્તિનું તો હજુ કમ્પાઉન્ડ જગતે જોયું નથી. આ બધા જ બુદ્ધિના ચમકારા છે. બુદ્ધિનાં લેયર્સ જો પૂરાં કર્યા હોય હિન્દુસ્તાનમાં, તો આ બુદ્ધ ભગવાને જ પૂરાં કરેલાં. અને બુદ્ધિનાં છેલ્લાં લેયરમાં પોતે વાત કરી રહ્યા છે, છતાંય બુદ્ધિ ગઈ નથી. હવે એથી આગળનાં લેયરમાં જ્ઞાન થાય છે, બસ ! આમાં એમને માટે કંઈ, એ ચર્ચા કરવા જેવા પુરુષ નથી ! એટલે એમને તો ભગવાન જ કહી શકાય. પણ એમના શિષ્યો જે લઈને બેઠા છે ને, તે બધા ફસાયા છે. કારણ કે એમને જ્ઞાન થતાં પહેલાંનું આ વાક્ય છે. બુદ્ધ ભગવાને શું કહ્યું ? એમણે આ ચેતન (આત્મા) ક્ષણિક માન્યું. એટલે આ હમણે થયું, આ ક્ષણે ગયું, પછી બીજું ઉત્પન્ન થયું એટલે ચેતનના પર્યાયને ચેતન માને છે, આ ! એ પોતે આગળ ગયા પછી, પોતે નહીં ફસાય પણ એમના શિષ્યો ફસાયા. પણ આ ‘ક્ષણિક'નું એ સ્ટાન્ડર્ડની જરૂર છે. એ સ્ટાન્ડર્ડ સિવાય આગળ વધી શકાય નહીં ને !
વેદાન્ત અને જૈન, બન્નેએ સ્વીકાર કરેલો કે આત્મા સનાતન
૧૯૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) છે, શાશ્વત છે, એ ક્ષણિક નથી અને બુદ્ધ ભગવાને આત્માને ‘ક્ષણિક’ કહ્યો એટલે આ જુદું પડી ગયું. અને એ વાતનો બીજા લોકોએ સ્વીકાર કર્યો.
પ્રશ્નકર્તા : બુદ્ધ ભગવાન કહે છે કે પ્રતિ ક્ષણ જન્મ છે ને પ્રતિ ક્ષણ મરણ છે, એ શું છે ?
દાદાશ્રી : હા, તે બરોબર છે. એટલે બુદ્ધિના હિસાબે તો ક્ષણમાં જન્મવું ને ક્ષણમાં મરવું એવો બુદ્ધિ ભેદ પાડે એ જ્ઞાન સુધી પહોંચ્યા હતા. અને વીતરાગોએ અભેદ સ્વરૂપે જગત જોયું કે જ્યાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય.
પ્રશ્નકર્તા : તો એ સાચું કે પ્રત્યેક ક્ષણે આપણું મરણ થાય છે ?
દાદાશ્રી : ના, એવું છે ને, આ દુનિયાની હકીકત કહી દઉં. આ દુનિયામાં કોઈ ચીજ નાશ નથી થતી અને એક પરમાણુ પણ ઘટ-વધ થતું નથી એવું આ જગત છે ! હવે વસ્તુઓ પરમેનન્ટ છે, અવિનાશી છે પણ વસ્તુની જે અવસ્થાઓ છે, એ અવસ્થા એટલે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહેવાય છે. તે ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે, ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે. એટલે આમાં ‘પોતે' કશું વિનાશ થતો નથી ને ઉત્પન્ન થતો નથી. જે તત્ત્વ સ્વરૂપ છે એ પરમેનન્ટ વસ્તુઓ છે. એનો તો કોઈ વિનાશ થતો જ નથી. ફક્ત એ વસ્તુઓની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે ને વિનાશ થાય છે, જેમ સવાર થાય ને સાંજ થાય, તેથી કરીને સુર્યને નુકસાન થતું નથી કે જગતનેય નુકસાન થતું નથી પણ આ અવસ્થાઓ બન્યા કરે છે.
હવે એ અવસ્થાઓમાં જે પોતે અવસ્થિત થાય છે અને અવસ્થાઓનાં જ્ઞાનને પોતે સ્વીકારે છે. એટલે એને પોતાને મનમાં શંકા થાય છે કે, ‘હું ક્ષણમાં મરી રહ્યો છું ને ક્ષણમાં જન્મ છું.” પણ જે જે શાશ્વતી વસ્તુને પકડે છે, એને આત્મા અવિનાશી દેખાય. વીતરાગોએ શાશ્વતી વસ્તુને પકડી. જ્યારે બુદ્ધ ભગવાને અશાશ્વત