________________
કરવા યોગ્ય.
હૃદયમાર્ગ છે મોક્ષનો, બુદ્ધિમાર્ગ છે સંસારનો. હાર્ટિલી હોય તે વરે સમક્તિને.
અનુકરણ કરવાથી બુદ્ધિ બહેરી થતી જાય ને હાર્ટ પ્યૉર થતું જાય. વિકલ્પીએ નિર્વિકલ્પીનું અનુકરણ કરવું જોઈએ. હૃદયવાળાએ બુદ્ધિવાળાનો ઉપદેશ સાંભળવો નહીં. અધ્યાત્મ માર્ગ એ શોધખોળ છે હૃદયવાળાની.
જ્ઞાનીના શબ્દો જેટલા હૃદયમાં પેઠા, એટલી બુદ્ધિ સમ્યક થતી જાય. જ્ઞાનીમાં બુદ્ધિ નામેય નહીં, તેથી વાણીય ટેપરેકર્ડની પેઠે નીકળે.
વીતરાગ ભગવાનમાં અને બુદ્ધ ભગવાનમાં શું ફેર ? વીતરાગ ભગવાને આત્માને શાશ્વત માન્યો. બુદ્ધ ભગવાને આત્માને અશાશ્વત માન્યો, આત્માના પર્યાયોને જ આત્મા માન્યો. બુદ્ધ બુદ્ધિના અંતિમ લેયરમાં અટક્યા. મહાવીર બુદ્ધિને સંપૂર્ણ ઓળંગી કેવળજ્ઞાની બન્યા.
કૃષ્ણ ભગવાનેય ગીતામાં ‘વેદો ત્રિગુણાત્મક છે” કહી દીધું એ બુદ્ધિને વધારનારા છે. જ્ઞાન માટે તો ‘પ્રત્યક્ષ જ્ઞાની પાસે જા’ એમ તમામ ધર્મોએ કહ્યું.
ભગતો ઘેલા કહેવાય છતાં હૃદયવાળા હતા. તેથી તે મોક્ષ અવશ્ય પામવાના.
જ્ઞાનની કેડી એક ને બુદ્ધિના માર્ગો અનેક, જ્યાં બુદ્ધિ નથી ત્યાં છે આત્માનુભવ.
(35) સૂઝ, કુદરતની એક અનોખી દેણ ! મનુષ્ય માત્રમાં અંતરસૂઝ હોય, એ વિના તો ચાલે જ નહીં ને ! અંતરસૂઝ સાચો રસ્તો દેખાડે, પણ અહંકાર એને દાબી દે. મોટા મોટા સાયન્ટિસ્ટોને ટોપની સૂઝ હતી. સૂઝ એ કુદરતી બક્ષિસ છે. કેટલાય અવતારોના અનુભવનું તારણ એટલે સૂઝ.
સૂઝ એ દર્શન છે, બુદ્ધિ નથી. ચિત્તશુદ્ધિના પરિણામે ઊંચી સૂઝ મળે. સૂઝ અંતે પરિણમે છે શુદ્ધ દર્શનમાં. સંપૂર્ણ સૂઝ સર્વદર્શી બનાવે.
સૂઝવાળી સ્ત્રી અડધા કલાકમાં રસોઈ બનાવી કાઢે ને ઓછી સૂઝવાળી સ્ત્રી ત્રણ કલાકેય ગૂંચાતી હોય.
સૂઝ જન્મથી જ હોય. સૂઝ ફસામણમાંથી બહાર કાઢે. કોયડો આવે
ત્યારે જરાક એકાગ્રતા કરો કે તરત જ મહીં સૂઝ પડે. તેથી તો મુશ્કેલીમાં માથું ખંજવાળે છે.
ગૃહિત મિથ્યાત્વ ના પેસે તો સૂઝ સડસડાટ મોક્ષે લઈ જાય.
સૂઝ વધારવાનો એક જ ઉપાય, વધારે સૂઝવાળાના સંગમાં રહેવું. જ્ઞાનીના સંગથી તો દર્શન સંપૂર્ણ ખુલ્લું થાય. હલકા લોકોના પરિચયથી સૂઝ જતી ના રહે પણ સૂઝ હલકા પ્રકારની થાય.
ચોરને ચોરીની સૂઝ કેટલી બધી હોય ? બુદ્ધિ કરતાં પ્રેસિયસ (કીંમતી) સૂઝ ! દાદાશ્રીને તો સૂઝનો સૂર્ય જ પ્રકાશે. વર્લ્ડની ટોપમોસ્ટ સૂઝ જ્ઞાનીમાં હોય. તેથી જ્યાં ત્યાં ફોડ પાડી જાય. બુદ્ધિ તાર્કિક હોય ને સૂઝ પ્યૉર હોય.
સૂઝ એ તો છે, અનંત અવતારની ભેળી કરેલી ઉપાદાન શક્તિ. અનંત અવતારના અનુભવોના તારણમાં, ઉપાદાન સ્વરૂપે પ્રગટ છે એ સૂઝ. જે મોક્ષમાર્ગમાં જબરજસ્ત મદદરૂપ બને છે.
સૂઝમાં અહંકાર હોય નહીં.
પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞમાં, સ્થિતપ્રજ્ઞ એટલે પોતે પોતાની બુદ્ધિથી વિચારી વિચારીને પ્રશ્નોનો ઉકેલ લાવે અને સ્થિર થાય છે. બુદ્ધિ સ્થિર થાય તે સ્થિતપ્રજ્ઞ ને પ્રજ્ઞા તો ઊંચામાં ઊંચી વસ્તુ, આત્માનું અંગ છે. એ. આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. સ્થિતપ્રજ્ઞ દશામાં આત્માનુભવ નથી,
જ્યારે પ્રજ્ઞા પૂર્ણ દશાએ પ્રગટે ત્યારે પદ પ્રાપ્ત થાય છે, અનુભવે દશાનું. દાદા પાસે જ્ઞાન મળે, પછી પ્રગટે છે પ્રજ્ઞા.
મહીં રિયલ-રિલેટિવનું ડિમાર્કશન દેખાડે, નિજદોષ દેખાડે, પ્રતિક્રમણ કરાવડાવે એ છે પ્રજ્ઞા.
બુદ્ધિ એટલે અજ્ઞાનજ્ઞાન એનું નામ કે ફરી યાદ ના કરવું પડે, કદી વાંચવું ના પડે. જ્ઞાન એ ચેતન છે અને વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયા કરે. બુદ્ધિજન્ય જ્ઞાન એ અજ્ઞાન અને આત્મજ્ઞાન એ સાચું જ્ઞાન, વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સિદ્ધાંત. એમાં એક પણ વિરોધાભાસ ન હોય. વિજ્ઞાનનું ફળ જ્ઞાન જાગૃતિ, સ્વ-પર પ્રકાશક જ્ઞાન.
(ઉ.૭) બુદ્ધિના આશયો ! આ ભવમાં આપણને, જે જે પ્રાપ્ત થાય છે, તે પૂર્વભવનાં પ્લાનીંગ